સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં CBIએ 4 વર્ષ 6 મહિના અને 15 દિવસ પછી અંતિમ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. જેમાં તપાસ એજન્સીએ કહ્યું છે કે- સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા મળ્યા નથી. 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રા સ્થિત તેમના ઘરે ભેદી રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. મીડિયા અને વિપક્ષી પક્ષોના દબાણને કારણે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. હવે CBIના અંતિમ રિપોર્ટમાં મૃત્યુનું સાચું કારણ પણ આત્મહત્યા જ જણાવવામાં આવ્યું છે. આ કેસમાં રિયા ચક્રવર્તીને 27 દિવસ જેલમાં રહેવું પડ્યું. CBIનો અંતિમ રિપોર્ટ જાહેર થયા પછી, રિયાના વકીલ સતીશ માનેશિંદેએ એક નિવેદન આપી કહ્યું કે- આ કેસમાં ઘણી ખોટી સ્ટોરીઓ બનાવવામાં આવી છે. તેમ છતાં, રિયા અને તેનો પરિવાર ચૂપ રહ્યા અને બધું સહન કર્યું. CBIએ બે કેસની તપાસ કરી હતી… આ સમાચાર પછી સોશિયલ મીડિયા પર રિયાનું રિએક્શન… મેનેજર દિશા સલિયનનું પણ અવસાન થયું
સુશાંતના મૃત્યુના થોડા દિવસો પહેલા, 8 જૂન, 2020ના રોજ, તેની મેનેજર દિશા સલિયનનું મુંબઈના મલાડમાં એક ઇમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. આ બંને મૃત્યુ શંકાસ્પદ માનવામાં આવ્યા હતા. શરૂઆતમાં, દિશાના પિતાને મુંબઈ પોલીસની તપાસમાં વિશ્વાસ હતો, પરંતુ પછીથી તેમને ખ્યાલ આવ્યો કે તે ફક્ત ‘કવર-અપ’ ઓપરેશન હતું. આ પછી, 20 માર્ચ, 2025ના રોજ, સતીશ સલિયને તેમની પુત્રીના મૃત્યુની નવેસરથી તપાસ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. તેમણે શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવા અને કેસની તપાસ CBIને સોંપવાની માંગ કરી છે.