back to top
Homeગુજરાતગોંડલમાં પાટીદાર-ક્ષત્રિય સમાજ વચ્ચે સુખદ સમાધાન:સગીરોની મારામારી-જાતીય સતામણીના કેસમાં જાડેજા પરિવારની મધ્યસ્થીથી...

ગોંડલમાં પાટીદાર-ક્ષત્રિય સમાજ વચ્ચે સુખદ સમાધાન:સગીરોની મારામારી-જાતીય સતામણીના કેસમાં જાડેજા પરિવારની મધ્યસ્થીથી સુલેહ; પાટીદાર સગીરના પિતાએ કહ્યું- જે સમાધાન થયું તેમાં હું રાજી છું

પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનું આજે (23 માર્ચે) રિવર સાઈડ પેલેસ ખાતે સુખદ સમાધાન થયું છે. આ કેસમાં બે સગીર વચ્ચે થયેલી મારામારી અને જાતીય સતામણીને લઈને બંને સમાજ વચ્ચે તણાવ ઉભો થયો હતો. બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે, મામલો વધુ બિચકતાં બંને સમાજના આગેવાનોએ સર્વે સમાજની મિટિંગ યોજી આવેદનપત્રો પણ આપ્યા હતા. જેને લઇ સમગ્ર મામલો સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આખરે જાડેજા પરિવારની મધ્યસ્થીથી બંને સમાજ વચ્ચે સુલેહ-શાંતિનો માર્ગ નીકળ્યો છે. જેમાં બંને સમાજ વચ્ચે ઉભી થયેલી ગેરસમજ દૂર થઈ છે અને સામાજિક સદભાવના જળવાઈ રહી છે. આ સમાધાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બંને સમાજના લોકો હાજર રહ્યા હતા. પાટીદાર સગીરના પિતાએ જણાવ્યું હતું કે, મારે પહેલા પણ કોઈ સમાજ સાથે ઝઘડો નહોતો અને આગળ પણ હું રાખવાનો નથી, જે સમાધાન થયું છે તેમાં હું રાજી છું. ‘ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે સૌ ભેગા મળીને જવાબ આપીશું’ : જયરાજસિંહ જાડેજા
જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરેક સમાજનો આભાર માનું છું. ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે, કોઈએ કાંઈ બાકી રાખ્યું નથી. રાજકોટ અને ગોંડલ વચ્ચે એટલો વિકાસ થયો છે કે, હવે કોઈ જગ્યા ખાલી નથી. આજે અઢારેય આલમ અહીંયા છે ત્યારે કહેવા માંગુ છું કે, આક્ષેપના જવાબ દેવા યોગ્ય નથી. હંમેશા ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે સૌ ભેગા મળીને તેને જવાબ આપીશું. ‘ગોંડલ બહારના લોકો ગોંડલની શાંતિ ડોહળાય તેવું કામ કરી રહ્યા છે’ : મનસુખ સખીયા
પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને આગેવાન મનસુખભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ગોંડલમાં જાણતા અજાણતા જે પણ ઘટના બની છે તેનું સુખદ સમાધાન થઈ ગયું છે. પાટીદાર અને ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોએ ભેગા થઈને સમાધાન કર્યું છે. અમુક તત્વો દ્વારા ગોંડલનું વાતાવરણ ડોળવાનું કામ કરવામાં આવ્યું હતું. ગોંડલ બહારના લોકો પણ ગોંડલની શાંતિ ડોહળાય તેવું કામ કરી રહ્યા છે. કોંગ્રેસના મિત્રો વાતાવરણ ડહોળવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગોંડલમાં જે શાંતિ છે તે જયરાજસિંહના કારણે છે. જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે તે લોકો ગોંડલની તાસીરથી અજાણ છે. ‘પથ્થરની ઠેસ વાગે તોય નામ જયરાજભાઈનું આવે એવું ન હોય’ : હરદીપસિંહ જાડેજા
હરદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મિર્ઝા એટલે તેના બે અર્થ થાય છે, જેમાં મિર્ઝા એટલે પૈસાવાળા લોકો, જે રાજકુમારની જેમ રહેતા હોય તે. વેબ સિરીઝ પ્રમાણે તેનો બીજો અર્થ કરવામાં આવે તે યોગ્ય નથી. ગમે ત્યાં પથ્થરની ઠેસ વાગે તો પણ નામ જયરાજભાઈનું આવે એવું ન હોય. માફી માંગવી અને માફી આપવી બંને મોટી વાત છે. ‘જે લોકો જયરાજસિંહ સુધી પહોંચી શકતા નથી, તે આવું કરે છે’ : કનકસિંહ જાડેજા
કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે બનાવને હાઈલાઇટ કરવામાં આવ્યો તે બંને પરિવાર એકબીજાને ઓળખતો નથી, એકબીજા સાથે કાંઈ લેવા દેવા નથી. જે લોકો જયરાજસિંહ સુધી પહોંચી શકતા નથી, તે લોકો આવું કરે છે. પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે કોઈ દિવસ અણબનાવ નથી. પટેલ સમાજ અન્ય સમાજને રાહ ચીંધે છે. ‘પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ છે’ : અલ્પેશ ઢોલરિયા
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ છે. અહીંયા પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. ગોંડલની સીટ પર કોઈ બહારના વ્યક્તિ નજર ન નાખે. અહીંયા ગણેશ ધારાસભ્ય બનશે. કોઈએ ગોંડલની સીટ માટે લાળ લટકાવવી નહીં. બહારના લુખ્ખાઓ ગોંડલની સીટ માટે આવું કરે છે. અહીંયા લડવા જેને આવવું હોય તે આવી જાય અમે અહીંયા જ છીએ. અહીંયા અઢારે વર્ણના લોકો ભેગા થઈને રહે છે. અહીંયા જે પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે મતભેદ ઊભા કરવાના પ્રયત્નો કરાયા છે તે લોકોને જાહેરમાં હું કહું છું કે અહીંયા તમામ લોકો એક છે. ગોંડલ ક્ષત્રિય સમાજના પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, એકતાના પ્રતિક તરીકે ગોંડલનું ઉદાહરણ આપવામાં આવે છે. દરબારો અને પટેલો ગોંડલમાં ભાગીદારીમાં વ્યવસાય કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments