back to top
Homeમનોરંજન'જન્મી કે તરત જ પિતા મને મારી નાખવા માગતા હતા':પૂજા ચોપરાએ કહ્યું-...

‘જન્મી કે તરત જ પિતા મને મારી નાખવા માગતા હતા’:પૂજા ચોપરાએ કહ્યું- હું ગોડફાધર વિના ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી છું’; મેં પોતાના દમ પર જ બધું મેળવ્યું

પૂર્વ મિસ ઈન્ડિયા વર્લ્ડ પૂજા ચોપરાની વેબ સિરીઝ ‘ખાકી ધ બેંગાલ ચેપ્ટર’ તાજેતરમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. તાજેતરમાં, પૂજા ચોપરાએ દિવ્ય ભાસ્કર સાથે આ સિરીઝ, તેની કારકિર્દી અને તેના અંગત જીવન વિશે ખાસ વાતચીત કરી. આ દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો. પૂજાએ કહ્યું કે તેના જન્મની સાથે જ તેના પિતાએ તેની માતાને તેને મારી નાખવા કહ્યું પરંતુ તેની માતા ન માની અને આજે તે તેની માતાને ગર્વ અપાવી રહી છે. પૂજા સાથેની અમારી વાતચીતના કેટલાક વધુ અંશો અહીં છે… સૌ પ્રથમ, મને કહો કે આ સિરીઝમાં તમારું પાત્ર શું છે અને તમે આ શો સાથે કેવી રીતે જોડાયા? મારું પાત્ર એક ખૂબ જ આધુનિક, સ્વતંત્ર અને બુદ્ધિશાળી ગૃહિણીનું છે.આ શો સાથે હું કેવી રીતે જોડાઈ તે અંગે, હું ફક્ત એટલું જ કહીશ કે મેં નીરજ પાંડેજી સાથે બે પ્રોજેક્ટ્સ કર્યા છે. મારી પહેલી ફિલ્મ ‘ઔસ’ હતી જે એક ટૂંકી ફિલ્મ હતી, જેનું દિગ્દર્શન નીરજ સર દ્વારા કરવામાં આવ્યું હતું. પછી મનોજ બાજપેયી સાથે ‘ઐયારી’ આવી. આ ત્રીજો પ્રોજેક્ટ છે. જ્યારે મને આ માટે ફોન આવ્યો ત્યારે હું થાઇલેન્ડમાં હતી અને મારો જન્મદિવસ ઉજવી રહી હતી. કાસ્ટિંગ ડિરેક્ટરે કહ્યું કે આ નીરજ સરનો પ્રોજેક્ટ છે. તે ‘ખાકી 2’ છે. તેથી હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ કારણ કે મેં તેનો પહેલો ભાગ જોયો હતો. પછી મેં પૂછ્યું કે હું ઓડિશન કેવી રીતે મોકલી શકું, તેમણે કહ્યું કે ના, તેની કોઈ જરૂર નથી કારણ કે તમે તેમની સાથે પહેલા કામ કર્યું છે. તમે અમારા માટે સંપૂર્ણ કલાકાર છો. પછી તે મારા માટે બીજા શ્રેષ્ઠ જન્મદિવસ જેવો બની ગયો, કારણ કે પહેલો શ્રેષ્ઠ જન્મદિવસ એપ્રિલમાં હું મિસ ઇન્ડિયા બની હતી ત્યારે હતો, મારો વાસ્તવિક જન્મદિવસ મે મહિનામાં આવે છે. આ પાત્ર ભજવવા માટે તમને કેવા પ્રકારનું બ્રીફ મળ્યું અને કયા રેફરન્સ લીધા? ‘મારા માટે નેરેશન જ પૂરતું હતું. કોઈ રેફરન્સ આપવામાં આવ્યો ન હતો. ફક્ત તૈયારી માટે કહ્યું. તેના ડિરેક્ટર્સ દેબાત્મા મંડલ અને તુષાર કાંતિ રેએ કહ્યું, ‘અમે નથી ઇચ્છતા કે તમે કોઈ હોમવર્ક કરો.’ અમે તમારું કામ જોયું છે. અમને ખબર છે કે તમે અભિનય જાણો છો. તમારી પાસે ક્ષમતા છે, બાકીનું અમારા પર છોડી દો. અમે તમને સેટ પર અમારી ઇચ્છા મુજબ ઘડીશું, જેથી તમે ખાલી પાટી લઈને આવો.’ શું તમે પાત્રોની પસંદગી અંગે કોઈ પ્રાથમિકતા નક્કી કરી છે? ‘મને બીજા કલાકારો વિશે ખબર નથી પણ મારા માટે, મેં હંમેશા જે પ્લાનિંગ બનાવ્યું હોઈ કે, હું આ પ્રકારની ભૂમિકાઓ કરવા માગું છું અથવા હું તે પ્રકારની ભૂમિકાઓ કરવા માંગતી નથી, હકીકતમાં મારું જીવન અને ભૂમિકાઓ ક્યારેય યોજના મુજબ રહ્યા નથી.આથી મેં પ્લાનિંગ કરવાનું બંધ કરી દીધું છે. મેં હમણાં જ ‘હેટ સ્ટોરી’ પ્રકારની ફિલ્મો ટાળી છે. મને એ સ્પષ્ટ છે કે હું તે ક્ષેત્રમાં કોઈ ફિલ્મ કરવા માગતી નથી. આ ઉપરાંત, હું હંમેશા કોઈપણ પ્રકારની ભૂમિકાઓ અને સ્ક્રિપ્ટો માટે ખુલ્લી છું. સૌ પ્રથમ, મને સ્ક્રિપ્ટ સમજવી અને ગમતી હોવી જોઈએ. આ પ્રાથમિકતા છે. કોઈ પણ પ્રોજેક્ટમાં મને ફક્ત નામ પૂરતી તો નથી રાખવામાં આવતીને એ બાબતનું હું ચોક્કસ ધ્યાન રાખું છું.’ શું કામ મેળવવા માટે પોતે પ્રયત્ન કરો છો કે ઑફરો સામેથી આવે છે? ‘હું આઉટ સાઇડર છું. મારા કોઈ કાકા, મામા, કાકી કે અહીં કોઈ એવું નથી જે પાર્ટીઓમાં કે નાસ્તામાં મારો પરિચય કરાવે અને કમનસીબે હું પોતે બહુ હળીમળીને રહેતી નથી. કોઈ મને ક્યારેય કોઈની પાર્ટીમાં, કોઈના કેમ્પમાં કે કોઈ ફિલ્મફેર એવોર્ડ્સમાં જોશે નહીં. મારું કોઈ ડિરેક્ટરોનું વર્તુળ નથી જેની સાથે હું કામ કરવા માંગુ છું. નીરજ પાંડે હોય કે શૂજીત સરકાર, હું તેમને મેસેજ કરતી રહું છું કે મેં તમારી ફિલ્મ જોઈ છે અથવા હું તમારી ખૂબ મોટી ચાહક છું. મેં આ કામ કર્યું છે અને હું તમારી સાથે કામ કરવા માંગુ છું. સામાન્ય રીતે, મેં જે લોકોનો સંપર્ક કર્યો છે તેમાંથી 100% લોકોએ મને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે.’ વેબ સિરીઝ કે ફિલ્મોના સંદર્ભમાં તમારી પાસે આગળ શું છે? ‘ઘણી આશાઓ અને ઘણાં સપનાઓ છે. બીજી ઓફરો આવતી રહે છે, પરંતુ તે લેવલનું કામ પણ હોવું જોઈએ. હવે જ્યારે ઘણા લોકો કહે છે કે પૂજા, ‘ખાકી 2′ તારી વાપસી છે, ત્યારે હું કહું છું કે હું ક્યાં ગઈ હતી. હા, હું ઓછા પ્રોજેક્ટ્સ કરું છું કારણ કે મને ફક્ત થોડી સારી ઓફરો મળે છે. વ્યક્તિગત રીતે, હું એવી ફિલ્મો કે સ્ક્રિપ્ટોને હા કહી શકતી નથી જે મને પસંદ નથી કારણ કે મને ખબર છે કે હું તે પાત્ર સાથે ન્યાય કરી શકીશ નહીં કારણ કે મારું હૃદય તેમાં નથી. ઘણા લોકો ગુણવત્તામાં માને છે અને કેટલાક જથ્થામાં. મને લાગે છે કે હું ગુણવત્તામાં વધુ માનું છું.’ ‘મિસ ઈન્ડિયા’ જીત્યા પછી તમને કેવા સંઘર્ષનો સામનો કરવો પડ્યો? ‘મિસ ઈન્ડિયા’ જીત્યા પછી અને ‘મિસ વર્લ્ડ’માં ખૂબ સારું પ્રદર્શન કર્યા પછી પણ, મારે ઓડિશન આપવું પડ્યું. હું તમને 2012 પછીના સમયગાળા વિશે કહી રહી છું. ઓડિશન પહેલા પણ જરૂરી હતું, આજે તે વધુ મહત્ત્વનું બની ગયું છે કારણ કે આજના પ્રેક્ષકો ખૂબ જ બુદ્ધિશાળી છે. જો તમે સારું પરફોર્મન્સ ન કરો તો પછી તમે કોઈના દીકરા કે દીકરી છો કે મિસ યુનિવર્સ છો, તેનાથી કોઈ ફરક પડતો નથી. પ્રેક્ષકોને કોઈ ફરક પડતો નથી. જો તમે પડદા પર સારું પાત્ર ભજવી રહ્યા છો તો લોકો તમને સ્વીકારશે, નહીં તો તેઓ તમને કચરામાં ફેંકી દેશે.’ સૌંદર્ય સ્પર્ધાઓને લગતી ઘણી બધી સ્પર્ધાઓ હાલમાં ચાલી રહી છે. દરેક ફિલ્મ નિર્માતા પણ એક નવા ચહેરાની શોધમાં હોય છે. આવી સ્થિતિમાં, તમે તમારું અસ્તિત્વ કેવી રીતે જાળવી રાખશો? ‘મને બીજી છોકરીઓ વિશે ખબર નથી, પણ જ્યાં સુધી મને લાગે છે, મારી સમસ્યા ટકી રહેવાની નથી. મારી સમસ્યા સારી સ્ક્રિપ્ટની છે. આ પહેલા મેં જે ફિલ્મો કરી હતી, જેમ કે ‘જહાં ચાર યાર’, ‘બબલૂ બેચલર’ કે ‘કમાન્ડો’, મેં તે ફક્ત સારી વાર્તાને કારણે પસંદ કરી હતી. આજે પણ, જો હું ઇચ્છું તો, હું પાંચ ફિલ્મો સાઇન કરી શકું છું અને આગામી બે વર્ષ સુધી બેસીને ખાઈ શકું છું, પરંતુ મારી સમસ્યા ગુણવત્તાની છે, મને ફક્ત એક સારી સ્ક્રિપ્ટની જરૂર છે. જ્યાં સુધી કમર્શિયલ સર્વાઇવલનો સવાલ છે, મેં આજ સુધી મારી જાતને એટલી સારી રીતે જાળવી રાખી છે કે મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.’ જો તમને એક્ટિંગનો શોખ છે તો તમે હિન્દી સિવાય ભોજપુરી કે ટોલિવૂડમાં કેમ અભિનય નથી કરતા? ‘ના, તે ક્યારેય મારા વિકલ્પમાં નહોતું અને અત્યારે પણ નથી. મને 2011 માં દક્ષિણ તરફથી એક તમિલ ફિલ્મ ‘પોન્નર શંકર’ મળી. તે ખૂબ જ મોટા પાયા પરની હતી. તે લગભગ 60 કરોડ રૂપિયાની ફિલ્મ હતી. તે તત્કાલીન મુખ્યમંત્રી એમ કરુણાનિધિ દ્વારા લખવામાં આવી હતી. તેનું દિગ્દર્શન થિયાગરાજન શિવાનંદમે કર્યું હતું. મેં તેમાં રાજકુમારીનો રોલ ભજવ્યો હતો. પણ સાચું કહું તો, મને ત્યાં અભિનય કરવાની બહુ મજા ન આવી કારણ કે મને ત્યાંની ભાષા સમજાતી નહોતી.’ ‘હું ફક્ત ફિલ્મો કરવા માગતી નથી. મારે મજા પણ માણવી છે. જ્યાં સુધી મારું હૃદય કોઈ ભાષા સ્વીકારે નહીં, ત્યાં સુધી હું તે ભાષામાં પરફોર્મન્સ કરી શકીશ નહીં. જો હું પરફોર્મન્સ ન કરી શકું તો તે અડધું કામ કરવા જેવું થશે. મને રાત્રે ઊંઘ પણ નહીં આવે. તમને મિસ ઈન્ડિયામાં ‘બ્યુટી વિથ અ પર્પઝ’નો ખિતાબ મળ્યો હતો. શું તમે હજુ પણ તેના પર સામાજિક કાર્ય કરો છો? ‘મારું માનવું છે કે એ હેતુ એવો છે કે આપણે તેનાથી વિચલિત થઈ શકીએ નહીં. હું હજુ પણ તે કાર્ય (નન્હી કલી) ને મદદ કરું છું. આ હેતુ હેઠળ, તે છોકરીઓને મદદ કરવામાં આવે છે જેમને તેમના માતાપિતા ત્યજી દે છે. અમે રેડ લાઈટ એરિયાની ગરીબ પરિવારોની છોકરીઓને શિક્ષિત કરવા જેવા કામો કરીએ છીએ.’ ‘એક ઝુંબેશ દ્વારા, જે છોકરીઓને 18 વર્ષની ઉંમર સુધી કે તે પછી વધુ શિક્ષણની જરૂર હોય. તેના માટે સપોર્ટની જરૂર છે. હું પણ તેની સાથે જોડાઈ કારણ કે મારા પોતાના પિતાએ એક વખત મને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેમને એક છોકરો જોઈતો હતો. તેમણે મારી માતાને સીધું કહ્યું કે, તેને અનાથાશ્રમમાં છોડી દો અથવા તેને મારી નાખો, કારણ કે અગાઉથી એક છોકરી તો છે જ અને આપણને ફક્ત બે બાળકો જ થઈ શકે છે, આથી છોકરો જોઈએ છે. પણ મારી માતાએ તેવું કરવાનો ઇનકાર કર્યો અને મને મારા પિતાથી અલગ થઈ મારો ઉછેર કર્યો.’ ‘આજે તેમણે અમને બંને બહેનોને મુંબઈ જેવા શહેરમાં આ પદ સુધી પહોંચવા માટે સક્ષમ બનાવ્યા. મેં મારી માતાને પણ ગર્વ અપાવ્યું. જ્યારે હું મિસ ઈન્ડિયા બની, ત્યારે તે એક મોટી સ્ટોરી બની ગઈ અને મારી માતાના ઘણા બધા ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યા હતા. લાઈવ ઈન્ટરવ્યૂ, તે પણ ઘરની નીચે, ઘણી બધી OB વાન આવીને પાર્ક થતી. તે સમયે, મમ્મી એક હીરો જેવી દેખાતી હતી કારણ કે તેણે ખૂબ જ મજબૂત પગલું ભર્યું હતું.’ તમારી અત્યાર સુધીની કારકિર્દી અને આ ક્ષેત્રમાં સફળતાના સંતોષ વિશે તમે શું કહેવા માગો છો? મારો કરિયર ગ્રાફ કોઈ માટે સારો હોય કે ન હોય, પણ હું જાણું છું કે મેં જે કંઈ કર્યું છે, જ્યાં હું બેઠી છું, તે મેં મારી જાતે કર્યું છે. એક સમય હતો જ્યારે અમને બે ટંકનું ભોજન પણ મળતું ન હતું. મારી માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યા પછી આજે મારી પાસે મુંબઈમાં મારું પોતાનું ઘર છે. આજે મારી માતા ગાડીમાંથી ઉતરે છે. આજે, અમે તેમને વેકેશન મનાવવા માટે વિદેશ લઈ જઈએ છીએ. મારી માતાએ 40 વર્ષ પહેલાં ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આજે મારી દીકરીઓ મોટી થઈને મને ગર્વ અપાવશે. મારી કારકિર્દી વિશે હું ફક્ત એટલું જ કહીશ કે મેં જે કંઈ કર્યું છે, તે મેં મારી જાતે કર્યું છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments