જામનગરના કિસાન ચોક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવાન પર હુમલો થયો છે. ડ્રાઈવિંગનું કામ કરતા 35 વર્ષીય હુસેન ખફી નામના સુમરા યુવાન પર છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે હુસેને રમેશ ચોરસીયા, ભરત ચોરસીયા, વિશાલ ચોરસીયા અને રમેશના અન્ય પુત્ર સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉ મનદુઃખ થયું હતું. આ જૂની અદાવતના કારણે ચારેય આરોપીઓ લોખંડનો પાઈપ અને છરી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. તેમણે હુસેનભાઈ પર હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. ઈજાગ્રસ્ત હુસેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.