‘પુષ્પા 2’ સાથે બોક્સ ઓફિસ પર ઘણા મોટા રેકોર્ડ તોડનાર અલ્લુ અર્જુન ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટર બની ગયો છે. ફીની બાબતમાં તેણે શાહરુખ ખાન, સલમાન ખાન જેવા બધા કલાકારોને પાછળ છોડી દીધા છે. તેણે તેની આગામી અનટાઇટલ્ડ ફિલ્મ માટે 175 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. યુવા ડિરેક્ટર એટલી આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. પિંકવિલાના તાજેતરના અહેવાલમાં, સૂત્રોએ જણાવ્યું છે કે અલ્લુ અર્જુને તેની આગામી ફિલ્મ માટે પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સના નિર્માતાઓ સાથે 175 કરોડ રૂપિયાનો ડીલ કરી છે. આ ફી ઉપરાંત, અલ્લુ અર્જુન ફિલ્મના નફામાં 15 ટકા હિસ્સો પણ લેશે. આટલી મોટી ડીલ સાઈન કરીને, અલ્લુ અર્જુન આધુનિક યુગનો સૌથી મોટો એક્ટર બની ગયો છે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટથી શરૂ થશે
અલ્લુ અર્જુનની આ ફિલ્મનું ડિરેક્શન એટલી દ્વારા કરવામાં આવશે, જેમણે અગાઉ શાહરુખ ખાન સાથે ‘જવાન’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ માટે અલ્લુ અર્જુને ઓગસ્ટ 2025ની તારીખો આપી છે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે થશે. હાલમાં આ ફિલ્મનું ટાઈટલ નક્કી થયું નથી અને વર્કિંગ ટાઈટલ A6 આપવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ એક મસાલા ફિલ્મ હશે જેમાં સીન, સ્ક્રિનપ્લે અને ઇન્ટ્રોડક્શનમાં નવીનતા જોવા મળશે. આ ફિલ્મ એટલી અને અલ્લુ અર્જુન બંને માટે એક મોટી ફિલ્મ હશે. ‘પુષ્પા’ની સફળતા બાદ અલ્લુ અર્જુન માટે યોગ્ય ફિલ્મો પસંદ કરવી મહત્ત્વપૂર્ણ છે. અત્યાર સુધી આ ફિલ્મ સંબંધિત કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અલ્લુ અર્જુનની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા 2’ હતી. આ ફિલ્મે 1800 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ માટે તેને 300 કરોડ રૂપિયા ફી મળી હતી.