જૈનુલ અન્સારી, ચિંતન રાવલ
મેટ્રોના ફેઝ 2માં ગાંધીનગર સેક્ટર 1 સુધી 7 સ્ટેશનનું કામ ચાલુ હોવા છતાં સપ્ટેમ્બરમાં ઉતાવળે ઉદ્ઘાટન કરી દેવાયું. જેથી સેક્ટર 1 સુધી જૂજ લોકો મેટ્રોનો ઉપયોગ કરે છે. ફેઝ 2માં ફક્ત 25ની સ્પીડે મેટ્રો દોડે છે. એપીએમસીથી સેક્ટર-1 સુધી અંદાજે 35 કિમીના રૂટ પર મેટ્રોમાં જાવ તો 90 મિનિટ લાગે છે. જ્યારે કાર કે બાઈકથી આ રૂટ પર 45 મિનિટમાં પહોંચાય છે. મેટ્રોની સ્પીડ માત્ર 25 રાખવા પાછળનું કારણ એ છે કે, મોટેરાથી સેક્ટર 1 સુધીમાં 15 સ્ટેશન છે. આ પૈકી માત્ર 8 સ્ટેશનો ચાલુ છે બાકીના કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, કોબા ગામ સહિતના 7 મેટ્રો સ્ટેશનોનું કામ ચાલી રહ્યું હોવાથી આ સ્ટેશનો બંધ છે. સેક્ટર 1 મેટ્રો સ્ટેશન ઉતર્યા પછી ચાલીને નજીકમાં પહોંચાય તેવી કોઈ સરકારી ઓફિસ, ફરવાલાયક જગ્યા ન હોવાથી લોકો ઉપયોગ ટાળે છે. ફેઝ-1ની 80 કિમીની ઝડપ સામે અડધાથી ઓછી ગતિ હોવાથી મુસાફરી કંટાળાજનક બને છે પીલર પરના વાયડક્ટ તૈયાર થઈ જતાં સેક્ટર 1 સુધી મેટ્રો ચાલુ કરાઈ હતી
જીએમઆરસીના સત્તાવાર અધિકારીએ જણાવ્યું કે, પિલરના ઉપરના વાયડક્ટ તૈયાર થઈ જતાં અમદાવાદથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો ચાલુ કરી દેવાઈ હતી. આ સિવાય જીએનએલયુ, ગિફ્ટ સિટી, ઇન્ફો સિટી જેવા મહત્ત્વના સ્ટેશનોને પણ કનેક્ટ કર્યા હતા. હાલમાં મોટેરાથી સેક્ટર 1 સુધીમાં સાત સ્ટેશનોનું ફિનિશિંગનું કામ ચાલુ છે. મે અથવા જૂન મહિના સુધીમાં જૂના કોબા અને કોબા ગામ સિવાયના તમામ સ્ટેશનો સુધી મેટ્રો ચાલુ થઈ જશે. ફેબ્રુઆરીમાં થલતેજ સ્ટેશનથી સૌથી વધુ 2.47 લાખની મુસાફરી સેક્ટર-1થી મહત્ત્વના સ્થળ 1.8થી 5.5 કિમી સુધી દૂર છે