‘જ્યારે હું કોઈને કહેતી કે મારે હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાવવો છે ત્યારે મને લોકો ગાંડી ગણતા હતા. મારી જિંદગીનો એક જ ગોલ હતો કે મને હાથ મળે. જે મળી ગયો છે. દોઢ વર્ષની ઉંમરે હાથ ગુમાવ્યો હતો. આજે હું 25 વર્ષની છું. જાણે મારો બીજો જન્મ થયો.’ ગોવા રહેતી આફરીને ભાસ્કરને સંઘર્ષ કહાની શેર કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત કિરણ હોસ્પિટલમાં હાથનું ટ્રાન્સપ્લાટન્ટ કરાયું હતું. હોસ્પિટલના એમડીએસ ડો. મેહુલ પંચાલે કહ્યું કે, અમારા માટે પણ ચેલેન્જ હતી. ઓપરેશન થિએટરમાં તમામ પ્રકારની સુવિધા હોવાથી સફળતાપૂર્વક જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. બીજા પ્રયાસમાં હું અને મારા પતિ મુંબઈ સુધી પહોંચ્યા હતા ને હોસ્પિટલે કોલ કર્યો કે ડોનર પરિવારે ના પાડી છે એટલે પતિને પાછા મોકલી દીધા હતા. અમે ગોવામાં રેવલે ટ્રેક પાસે રહેતા હતા. હું દોઢ વર્ષની હતી ત્યારે રમતા રમતા ટ્રેન આવી જતાં જામણો હાથ કપાઈ ગયો હતો. હું નોકરીના ઈન્ટરવ્યુમાં રિજેક્ટ થઈ જતી હતી. કોન્ફિડન્સ હોવા છતાં મને કામ મળતું ન હતુ. હું સમગ્ર કમ્પ્યુટર એક હાથથી ઓપરેટ કરી શકું છું. મને એમ જ લાગતું કે, આખી જિંદગી એક હાથથી જ જીવવાની છે, પરંતુ એક દિવસ ફોનમાં વીડિયો જોયો, જેમાં એક વ્યક્તિને બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. બસ ત્યારથી મેં નક્કી કર્યુ કે, હું હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાવીશ. અમારી આર્થિક સ્થિતિ સારી ન હતી છતાં વિવિધ શહેરોમાં જઈને ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી મેળવી હતી. આખરે સુરતની કિરણ હોસ્પિટલનો સંપર્ક કર્યો, તમામ રિપોર્ટ કરાવ્યા. ગોવાથી આવતા 18 કલાક થતા હતા. પહેલીવાર ફોન આવ્યો ત્યારે હાથ ટ્રાન્સપ્લાન્ટ શક્ય ન બન્યું. બીજીવાર રસ્તામાં હતી ત્યારે પરિવારે ડોનેટ કરવાની ના પાડી દીધી હતી, છતાં કિરણ હોસ્પિટલે કહ્યું કે, તમે આવી જાવ થોડા દિવસ સુરત રહેજો. જેથી હું એકલી આવી હતી. હોસ્પિટલે રહેવાની વ્યવસ્થા કરી હતી. 2 દિવસ પછી એક વ્યક્તિ બ્રેઈન ડેડ થતાં મારા રિપોર્ટ મેચ થતા હતા જેથી ટ્રાન્સપ્લાન્ટનો નિર્ણય લીધો પણ મારા ફેમિલી મેમ્બર સાથે ન હતા, અમારા દૂરના એક સગા સુરત રહેતાં હતાં તેમણે મારી ગેરેન્ટી લીધી, હોસ્પિટલે વીડિયો કોન્ફરન્સથી વાત કરી પરિવારે સહમતી આપી. 5 કલાકની સર્જરી બાદ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું હતું. ગોવાની આફરીને ભાસ્કરને સંઘર્ષ કહાની શેર કરી, રાજ્યમાં પહેલીવાર કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું