જામનગરમાં આવેલી આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થામાં દેશની આયુર્વેદની સૌપ્રથમ આરએફઆઈડી (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન) અતિ આધુનિક લાઇબ્રેરી આવેલી છે જેમાં કુલ 27,362 સાહિત્ય છે આ ઉપરાંત 5777 એમ ડી, પી એચ ડી ના થીસીસનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. ડિજિટલાઈઝેશનો મુખ્ય હેતુ હાલમાં અભ્યાસ કરી રહેલા વૈદ્ય તથા ડોક્ટરો આ ઉપરાંત અન્ય તજજ્ઞોને અલગ અલગ થીયરી તથા પીએચડી રિસર્ચ સરળતાથી અભ્યાસ માટે મળી જાય તેમજ અન્ય રિસર્ચમાં ઉપયોગમાં આવે તે માટે ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. આયુર્વેદની સંહિતામાં તથા પુસ્તકોમાં અનેક રોગોને દૂર કરવાના ઉપાયો આપવામાં આવ્યા છે આ ઉપરાંત અત્યાર સુધીમાં હજારો એમડી તથા પીએચડી દ્વારા રિસર્ચ કરવામાં આવ્યા છે આ રિસર્ચ હાલના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય તજજ્ઞોને મળી રહે જેથી તેનો ઉપયોગ કરીને તે કોઈ નવું સંશોધન કરે તેમજ આયુર્વેદ નો વારસો જળવાઈ રહે તે હેતુથી અને આ તમામ થીસીસ ઓનલાઇન સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે રૂ 18.25 લાખના ખર્ચે કોપી બુક્સ સ્કેનર નામનું જર્મનીનું બનાવટ મશીન મૂકવામાં આવ્યુ છે 1958 થી 2009 સુધીના એમડી.પીએચડી નું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે હાલમાં પણ આ કામ ચાલી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ લાઇબ્રેરીમાં 3,716 જેટલા બાઉન્ડ વોલ્યુમ છે આ ઉપરાંત 7,350 હસ્તપ્રસ્ત તેમજ 555 જેટલા આયુર્વેદને લગતા હસ્તપ્રત છે આ તમામ પત્રો અને પુસ્તકોનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે જે ટૂંક જ સમયમાં ઓનલાઈન મૂકવામાં આવશે. દરેક બુકની અંદર બારકોડ લગાડવામાં આવ્યા છે આર એફ આઈ ડી લાઇબ્રેરીમાં આવેલી તમામ બુકોમાં બારકોડ લગાવવામાં આવ્યા છે જેના મદદથી વિદ્યાર્થીઓ સ્કેન કરીને પોતાની બુક ઈશુ અને જમા કરાવી શકે છે. મહત્વનું છે કે આ સમગ્ર નાણાકીય કાર્યવાહી ઓનલાઈન થઈ રહી હોવાને કારણે આ લાઈબ્રેરી કેશલેસ છે. 2021થી ડિજિટલાઈઝેશન કામગીરી શરૂ કરાઈ દેશની પ્રથમ આયુર્વેદ આર.એસ.આઇ.ડી અત્યાધુનિક લાઇબ્રેરીમાં 1958થી 2009 સુધીના એમડી અને પીએચડીના થીસીસનું ડિજિટલાઈઝેશન કરવામાં આવી આવ્યા છે આ કાર્યવાહી વર્ષ 2021 થી શરૂ કરવામાં આવી છે હાલમાં પણ આ કાર્ય આઈ ટી આર એ ગ્રંથાલય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. > ડોક્ટર તનુજા નેસરી ડાયરેક્ટર