1972માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ પાકીઝા તેના શાનદાર ડાયલોગ્સ, ભવ્ય સેટ અને ડિઝાઇનર કપડાં માટે જાણીતી છે. બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મની મુખ્ય એક્ટ્રેસ મીના કુમારીએ ફિલ્મ માટે પોતાના મોટાભાગના કપડાં જાતે ડિઝાઇન કર્યા હતા. હવે તાજેતરમાં કંગનાએ આ વિશે વાત કરતા કહ્યું છે કે- મહિલાઓની પ્રતિભાને ઓછી આંકવામાં આવે છે કારણ કે લોકોને લાગે છે કે તેમને ઇન્ટેલેક્ચુઅલ નહીં પણ કામુક દેખાડવામાં આવે. કંગનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મીના કુમારી સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મીના કુમારીએ પોતે પાકીઝાના બધા કપડાં ડિઝાઇન કર્યા છે. આ સાથે કંગનાએ લખ્યું છે કે, શું તમે જાણો છો કે તેઓ એક મહાન કવિ અને ગીતકાર પણ હતી. પરંતુ એક સુંદર સ્ત્રીની પ્રતિભાને હંમેશા ઓછી આંકવામાં આવે છે, તે ક્યારેય ઇન્ટેલેક્ચુઅલ ન બની શકે તે માટે સરળતાથી તેને કામુક દેખાડવામાં આવે છે. મીના કુમારી પર ટૂંક સમયમાં બાયોપિક બની શકે છે
ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દિગ્ગજ એક્ટ્રેસ મીના કુમારીના જીવન પર બાયોપિક બનાવી શકે છે. રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, ક્રિતી સેનન ફિલ્મમાં મીના કુમારીની ભૂમિકા ભજવી શકે છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર 2023થી શરૂ થવાનું હતું, પરંતુ કોઈ કારણોસર તે મુલતવી રાખવામાં આવ્યું છે. મિડ ડેના અહેવાલ મુજબ મીના કુમારીના આઇકોનિક લુકને બનાવવામાં સમય લાગી રહ્યો છે. કંગના રનૌતની વાત કરીએ તો, એક્ટ્રેસની ફિલ્મ ‘ઇમરજન્સી’ જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નહીં. આ ફિલ્મ હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આગામી દિવસોમાં, કંગના ‘તનુ વેડ્સ મનુ 3’ અને ‘સીતા: ધ ઇન્કારનેશન’ જેવી મોટી ફિલ્મોમાં જોવા મળશે.