back to top
Homeગુજરાતલૂ લાગવાથી વડોદરામાં પહેલું મોત:ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની...

લૂ લાગવાથી વડોદરામાં પહેલું મોત:ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા; ગરમીમાં મોતનો આંકડો વધશે!

માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાને કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મિમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. ગુજરાતમાં બેવડી ઋુતુ, 13 શહેરમાં 37 ડિગ્રીથી વધુ ગરમી
માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટબન્સની સક્રિયાતાના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ યથાવત્ રહ્યો છે. 22 માર્ચે ગુજરાતનાં મુખ્ય 15 પૈકી 13 શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી પાર રહ્યું હતું, જ્યારે 12 શહેરનું લઘુતમ તાપમાન 22 ડિગ્રીથી નીચે રહ્યું હતું. બેવડી ઋતુના અનુભવ વચ્ચે ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન રાજકોટમાં 40.1 અને ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.7 અને ગાંધીનગરમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે 19.5 ડિગ્રી સાથે ગાંધીનગરની રાત સૌથી ઠંડી રહી હતી. હવામાન વિભાગ મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ-રાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યના 13 શહેરમાં 37 ડિગ્રી થી વધુ ગરમી વડોદરામાં લૂ લાગવાથી મોતની પ્રથમ ઘટના વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકની હદમાં આવતા શિહોરા ગામની ભાગોળ પાસેના કૂવાની બાજુમાંથી એક અજાણ્યા 30 વર્ષી યુવાનનો મૃતદેહ પોલીસને મળ્યો હતો. પોલીસની તપાસમાં આ યુવાન માનસિક દિવ્યાંગ હોવાનું અને રોડ સાઇડમાં સૂતો હોવાથી તેને વધારે પડતી ગરમી, લૂ લાગવાને કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ યુવકની ઓળખ થઇ શકી નથી. તેની ઓળખ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો…. ભારતમાં કાળઝાળ ગરમીથી ટપોટપ મૃત્યુ થવાની ચેતવણી ગરમીમાં મૃત્યુનું પ્રમાણ પણ વધે છે
એપ્રિલથી જૂન દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી ઉપર ગયું હોય એવા છેલ્લાં 25 વર્ષમાં 290 દિવસ રહ્યા છે, જેમાં 2024માં 19 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર રહ્યો હતો, જ્યારે 2024માં 13 દિવસ તો રેડ એલર્ટ જાહેર કરાયું હતું. શહેરમાં ગરમી વધતાં મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. ગત એપ્રિલમાં 5014 વ્યક્તિનાં મૃત્યુ સામે મેમાં 5306 અને જૂનમાં 5292 મૃત્યુ નોંધાયાં હતાં, એટલે કે મૃત્યુનું પ્રમાણ પણ વધે છે. જૂનમાં છેલ્લાં 25 વર્ષમાં મૃત્યુનું પ્રમાણ વધુ હતું. લૂ કે હીટવેવ શું છે?
જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે તો એને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. ગરમીમાં લોકો બહાર નીકળતા હોય છે અને એના કારણે કેટલીકવાર બીમારીનો ભોગ બનતા હોય છે. ત્યારે ગરમી દરમિયાન કોણે ક્યારે બહાર નીકળવું, શું ધ્યાન રાખવું, શું કરવું, શું નહીં આવો… જાણીએ નિષ્ણાત પાસેથી… સગર્ભા માતા, નાનાં બાળકો, વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું
આ અંગે ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે કેટલીક કાળજી રાખવી વિશેષ જરૂરી હોય છે. ખાસ કરીને સગર્ભા માતા, નાનાં બાળકો અને ઉંમરવાળી વ્યક્તિઓ, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમાં આપણે ખાસ કાળજી વધારે રાખવાની જરૂરિયાત હોય છે. ચામડીના રોગોથી બચવા શું કરવું?
ગરમીમાં ખાસ કરીને ચામડીના રોગો કે ફંગલ ઇન્ફેક્શન કહીએ છીએ એમાં પણ સતત વધારો થતો હોય છે, જેના કારણે સ્કિન ભીની રહે છે અને પરસેવો વધારે આવે છે, જેના કારણે ચામડીના રોગોમાં વધારો થાય છે, જેથી ફૂગજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે, તેથી બે ટાઈમ અવશ્ય સ્નાન કરવું જોઈએ, જેથી આવા ચામડીના રોગોથી બચી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments