ગીર સોમનાથ LCB પોલીસે સાસણ ગીર નજીક આવેલા ધ ગીર પ્રીમિયર રિસોર્ટમાં દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે. પોલીસે સંગોદ્રા-ચિત્રાવડ વચ્ચે આવેલા રિસોર્ટમાંથી 55 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે જપ્ત કરેલી વસ્તુઓ કુલ મળીને રૂ.2.35 કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ગીર સોમનાથ LCBના PI અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, કડીનો ગેમ્બલર ભાવેશ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો હતો. પકડાયેલા 55 જુગારીઓમાંથી 8 જુગારીઓ અગાઉ પણ અનેક વાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણાના કડી વિસ્તારના જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહેલા ગીર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સક્રિય છે.