સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી 15 કરોડ રૂપિયા રોકડા મળ્યાનો વીડિયો જાહેર કર્યો છે. 65 સેકન્ડના આ વીડિયોમાં નોટો ભરેલા કોથળા દેખાય રહ્યા છે. આ ઘટના 14 માર્ચે બની હતી. બંગલામાં આગ લાગી હોવાની માહિતી મળતાં ફાયરબ્રિગેડ પહોંચી હતી. ત્યાં જ ફાયરબ્રિગેડના કર્મચારીઓને આ નોટો મળી. આ રકમ લગભગ 15 કરોડ રૂપિયા હતી. આ કેસમાં CJIએ 3 સભ્યની તપાસ સમિતિની રચના કરી છે અને જસ્ટિસ વર્માને કોઈપણ કામ ન આપવા કહ્યું છે. તેમનો મોબાઈલ ફોન પણ તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં જસ્ટિસ વર્માએ કહ્યું હતું કે ઘટના સમયે તેઓ ઘરમાં હાજર નહોતા અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. આખો VIDEO જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો…