રાજકોટમાં તબીબના આપઘાતની ઘટના સામે આવી છે. મૂળ તમિલનાડુનો વતની અને હાલ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયૉલૉજિસ્ટ તરીકે ફરજ બજાવતો યુવક હતો. જોકે, રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે કર્મચારી રજા પર હોવાથી તેની જગ્યાએ રાજકોટ આવ્યો હતો. જોકે, ગઈકાલે એટલે કે 23 માર્ચે આ યુવક ન્યારી ડેમ ખાતે પહોંચ્યો હતો અને કોઈ કારણોસર ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા તેનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાન પાસેથી સ્ટર્લિંગ હોસ્પિટલનું આઇકાર્ડ મળતા પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. આ યુવાન અમદાવાદમાં રહેતો હતો અને હાલ રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયૉલૉજિસ્ટ વિભાગમાં નોકરી માટે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકનું નામ અરૂણકુમાર સેલ્વરાજ (ઉ.વ. 26) હોવાનું ખુલ્યું હતું. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…