ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સીઝનની ચોથી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે ટકરાશે. આ મેચ દિલ્હીના બીજા હોમ ગ્રાઉન્ડ ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. અહીં બંને ટીમ પહેલી વાર એકબીજાનો સામનો કરશે. આજે, બે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પોતાની જૂની ટીમ સામે ટકરાઈ શકે છે. ગયા વર્ષે રિષભ પંત દિલ્હીનો કેપ્ટન હતો અને કેએલ રાહુલ લખનઉનો કેપ્ટન હતો. પંતને મેગા ઓક્શનમાં લખનઉએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેનાથી તે ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જ્યારે, દિલ્હીએ રાહુલને 14 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. આજની મેચમાં કોણ જીતશે અને કોણ મેચ વિનર બનશે..? ક્લિક કરીને પોલ પર પ્રિડિક્શન કરો… મેચ ડિટેઇલ્સ, બીજી મેચ
DC Vs LSG
તારીખ: 24 માર્ચ
સ્ટેડિયમ: ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે લખનઉ હેડ ટુ હેડમાં આગળ
લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. લખનઉએ 3 મેચ જીતી અને દિલ્હીએ 2 મેચ જીતી. બંને ટીમ પ્રથમ વખત વિશાખાપટ્ટનમમાં ટકરાશે. બંને ટીમ પોતાની પહેલી IPL ટ્રોફીની રાહ જોઈ રહી છે. દિલ્હીની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત છે
દિલ્હીના સ્ટાર્ક અને મુકેશ કુમાર નવા બોલ સાથે ઉત્તમ છે, જ્યારે નટરાજન અને મોહિત શર્મા ડેથ ઓવરોમાં ઉત્તમ છે. ટીમ મિડલ ઓવરો માટે કુલદીપ અને અક્ષરનો ઉપયોગ કરીને વિરોધી ટીમને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવાની રણનીતિ અપનાવશે. બેટર્સ પણ વિસ્ફોટક છે, તેથી ટીમ એટેકિંગ ગેમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. લખનઉની ફિનિશિંગ ખૂબ જ મજબૂત
નિકોલસ પૂરન, ડેવિડ મિલર, શાહબાઝ અને સમદ ફિનિશિંગને મજબૂત બનાવી રહ્યા છે. પંત IPLમાં ઝડપી રમે છે, જે મિડલ ઓર્ડરને પણ મજબૂત બનાવશે. કેએલ રાહુલ કદાચ પહેલી 2 મેચ નહીં રમે
વિકેટકીપર બેટર કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે પ્રથમ બે મેચમાંથી બહાર થઈ શકે છે. આ માહિતી તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા મિચેલ સ્ટાર્કની પત્ની અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એલિસા હીલીએ આપી હતી. તેણે જણાવ્યું કે, કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી માતા બનવા જઈ રહી છે. આ કારણે, તે લીગની પહેલી બે મેચમાંથી બહાર રહી શકે છે. પિચ રિપોર્ટ
વિશાખાપટ્ટનમની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. વિશાખાપટ્ટનમમાં અત્યાર સુધીમાં 15 IPL મેચ રમાઈ ચૂકી છે. આમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ 8 મેચમાં જીતી અને બીજા દાવમાં બેટિંગ કરનારી ટીમ 7 મેચમાં જીતી છે. અહીંનો સૌથી વધુ ટીમ સ્કોર 272/7 છે, જે કોલકાતા નાઈટ રાઈડર્સે ગયા સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. વેધર રિપોર્ટ
સોમવારે વિશાખાપટ્ટનમમાં હવામાન થોડું ખરાબ રહેશે. વરસાદની શક્યતા 61% છે. બપોરે તડકો રહેશે પણ વરસાદની પણ શક્યતા છે. અહીં તાપમાન 26 થી 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલ (કેપ્ટન), જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મુકેશ કુમાર અને ટી નટરાજન. લખનઉ સુપર જાયન્ટ્સ: રિષભ પંત (કેપ્ટન), અર્શીન કુલકર્ણી, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દૂલ ઠાકુર, રવિ બિશ્નોઈ, શમર જોસેફ, શાહબાઝ અહેમદ. મેચ ક્યાં જોઈ શકો છો?
મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર થશે. ટીવી પર પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને નેટવર્ક 18 ચેનલો પર પણ કરવામાં આવશે.