ક્રિકેટર કેએલ રાહુલ સોમવારે પિતા બન્યો. પત્ની આથિયાએ બેબી ગર્લને જન્મ આપ્યો છે. રાહુલ અને આથિયાએ સોશિયલ મીડિયા પોસ્ટથી માહિતી શેર કરી છે. રાહુલ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી લખનઉ સુપર જાયન્ટ્સ સામેની IPL 2025ની મેચમાં રમી રહ્યો નથી. તે મેચ પહેલા જ ઘરે પરત ફર્યો. અંગત કારણોસર ઘરે પરત ફર્યો
રાહુલ પહેલી વાર દિલ્હીની ટીમમાં જોડાયો છે, પરંતુ તે ટીમની પહેલી મેચમાં રમી શક્યો ન હતો. રાહુલ અંગત કારણોસર ઘરે પરત ફર્યો હતો જેના કારણે તે આ મેચમાં ભાગ લઈ શક્યો ન હતો. જોકે, તેના પિતા બનવાના સમાચાર મેચ દરમિયાન જ આવ્યા. રાહુલે શનિવાર સાંજ સુધી ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી પરંતુ રવિવારે ટીમ છોડીને ઘરે પરત ફર્યો હતો. ગયા સીઝન સુધી રાહુલ લખનઉનું નેતૃત્વ કરી રહ્યો હતો, પરંતુ આ વખતે તે દિલ્હીની જર્સીમાં રમશે. જોકે, તેને દિલ્હીની જર્સીમાં જોવામાં થોડો સમય લાગશે કારણ કે તે વિશાખાપટ્ટનમમાં પહેલી મેચમાં રમી રહ્યો નથી. આથિયા શેટ્ટીએ બેબી બમ્પના ફોટા શેર કર્યા અગાઉ આથિયા અને કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી. જેમાં એક્ટ્રેસ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. ફોટામાં આથિયાએ લાઈટ યલો કલરનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે કેએલ રાહુલે સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેર્યું હતું. ફોટામાં, આથિયા રાહુલના કપાળ પર કિસ કરતી જોવા મળી. બીજા એક ફોટામાં, એક્ટ્રેસ ગાર્ડનમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી. આ ફોટામાં તેણે વ્હાઈટ શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું, “ઓહ, બેબી! સંપૂર્ણ સમાચાર વાંચો…