ગુજરાત અને તમિલનાડુ પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદમાં ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ સામે તપાસ શરૂ કરી છે. આ તપાસ સામાન્ય લોકોને છેતરવાના સંબંધમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પર આધારિત છે. EDએ ધવલ સોલાની અને તેમના પરિવારની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી છે, જેની કુલ કિંમત 1.09 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, ED એ 50 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે. ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ સામે ગુજરાત અને તમિલનાડુ પોલીસમાં સામાન્ય લોકોને છેતરવા બદલ અનેક ફરિયાદો નોંધાઈ હતી. આ ફરિયાદોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીએ ઊંચા વળતરનું વચન આપીને લોકો પાસેથી નાણાં એકત્ર કર્યા હતા અને પછી તે નાણાં પરત આપવામાં નિષ્ફળ રહી હતી. આ ફરિયાદોના આધારે ED એ મની લોન્ડરિંગના એંગલથી તપાસ શરૂ કરી છે. ગુજરાત અને તમિનલાડુ પોલીસ દ્વારા જામનગર, રાજકોટ, ચેન્નઈ ખાતે મેસર્સ ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ ધવલ સોલાની અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે ઇડીએ તપાસ શરૂ કરી છે. ઉચ્ચ માસિક વળતરના બહાને સમાન્ય લોકોને છેતરવવા માટે આરોપી સામે નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ED દ્વારા PMLA, 2002 ની જોગવાઈઓ હેઠળ ધવલ સોલાની અને તેમના પરિવારની સ્થાવર જંગમ મિલકત ટાંચમાં લેવામાં આવી છે. સાથે 50 લાખ રૂપિયા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે.