ટેક ઉદ્યોગસાહસિક પ્રસન્ના શંકરે દાવો કર્યો છે કે તેમની પત્ની અને ચેન્નઈ પોલીસ તેમને હેરાન કરી રહી છે. રવિવારે સાંજે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું- ‘હું છૂટાછેડામાંથી પસાર થઈ રહ્યો છું. હું હવે ચેન્નઈ પોલીસથી ફરાર છું અને તમિલનાડુની બહાર છુપાઈ રહ્યો છું. આ મારી કહાની છે.’ પ્રસન્ના સિંગાપોર સ્થિત ક્રિપ્ટો સોશિયલ નેટવર્ક 0xPPL.comના સ્થાપક છે. તેમણે રિપ્લિંગ નામની એક કંપની પણ બનાવી છે. તેની કિંમત 10 અબજ ડોલર (લગભગ ₹85.94 હજાર કરોડ) છે. પ્રસન્ના શંકરની સંપૂર્ણ કહાની, જેમ તેમણે X… પર કહી હતી પ્રસન્નાએ કહ્યું- મારો દીકરો સુરક્ષિત છે અને મારી સાથે ખુશ છે… પત્નીનો દાવો- બહાનું કાઢી ભારત બોલાવ્યો ને દીકરાને લઈ ગયો બીજી તરફ, પત્ની દિવ્યાનો દાવો છે કે ત્રણ અઠવાડિયા પહેલા શંકરે મિલકતના વિભાજનના મુદ્દાને ઉકેલવાના બહાને તેને ભારત બોલાવી હતી અને પુત્રને તેની પાસેથી છીનવી લીધો હતો. દિવ્યાએ કહ્યું, ‘મને ખબર નથી કે મારા દીકરાનું શું થયું છે, અને તેથી જ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.’ દિવ્યાએ દાવો કર્યો હતો કે શંકરે તેના પુત્રનો પાસપોર્ટ ચોરી લીધો હતો. તેમણે કહ્યું કે ચેન્નઈ પોલીસ તેમના પુત્રને પાછો મેળવવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. દિવ્યાએ શંકર પર મહિલાઓનું ગુપ્ત રીતે રેકોર્ડિંગ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સિંગાપોર પોલીસે પણ શંકરની જાતીય સતામણી અને વેશ્યાવૃત્તિના કેસમાં એકવાર ધરપકડ કરી હતી. આ કારણે તેમને કંપનીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા.