back to top
Homeસ્પોર્ટ્સધોનીના ધુરંધરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ:ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ અને ખલીલ અહેમદનો વીડિયો...

ધોનીના ધુરંધરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ:ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ અને ખલીલ અહેમદનો વીડિયો વાઇરલ, ફિક્સિંગના આરોપમાં ટીમ અગાઉ પણ બેન થઈ ચૂકી

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ફાસ્ટ બોલર ખલીલ અહેમદનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. એક વીડિયોના આધારે લોકો તેમના પર બોલ ટેમ્પરિંગનો આરોપો લગાવી રહ્યા છે. રવિવારે, IPL-18માં ચેપોક મેદાન પર ચેન્નઈ અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી. આ કથિત વીડિયો મેચની પહેલી ઓવરનો છે. આ 11 સેકન્ડના વીડિયોમાં, ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ નવો બોલ ફાસ્ટ બોલર ખલીલ અહેમદને સોંપી રહ્યા છે. આ દરમિયાન ખલીલ તેના પેન્ટના ખિસ્સામાંથી કંઈક કાઢી રહ્યો છે. બંને કેમેરાથી બચતા જોવા મળ્યા. ખલીલ ગાયકવાડને કઈ વસ્તુ આપી રહ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકો આને બોલ ટેમ્પરિંગ તરીકે જોઈ રહ્યા છે. જોકે, મેચ દરમિયાન આવો કોઈ વિવાદ થયો ન હતો. ન તો કોઈ ફરિયાદ નોંધાઈ છે અને ન તો મેચ અધિકારીઓએ આ અંગે કંઈ કહ્યું છે. ચેન્નઈએ મેચ 4 વિકેટથી જીતી, ખલીલે 3 વિકેટ લીધી
ચેન્નઈની ટીમે આ મેચ 4 વિકેટથી જીતી લીધી. ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. મુંબઈએ 9 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા. ત્યારબાદ ચેન્નાઈએ 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ચેન્નઈ તરફથી ખલીલ અહેમદે પહેલી ઓવર ફેંકી. તેણે ચોથા બોલ પર જ રોહિત શર્માને શૂન્ય રને પેવેલિયન પાછો મોકલી દીધો. ખલીલે મેચમાં 3 વિકેટ લીધી. જ્યારે, 4 વિકેટ લેનાર નૂર અહેમદ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. ચેન્નઈ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે ચેન્નઈની ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટીમ પર 2016 અને 2017 સીઝનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના પર મેચ ફિક્સિંગનો પણ આરોપ હતો. ચેન્નઈની ટીમ 5 ટાઇટલ જીતી છે. ટીમે છેલ્લે 2023માં ટાઇટલ જીત્યું હતું. ત્યારે ટીમે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments