back to top
Homeમનોરંજનરિયા ચક્રવર્તી સિદ્ધિવિનાયક મંદિર પહોંચી:સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં CBI તરફથી ક્લીનચીટ...

રિયા ચક્રવર્તી સિદ્ધિવિનાયક મંદિર પહોંચી:સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં CBI તરફથી ક્લીનચીટ મળ્યા બાદ એક્ટ્રેસે પરિવાર સાથે દર્શન કર્યા

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં 22 માર્ચે રિયા ચક્રવર્તીને CBI તરફથી ક્લીનચીટ મળી ગઈ છે. આ પછી, સોમવારે, રિયા તેના પરિવાર સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી. આ દરમિયાન એક્ટ્રેસનો ભાઈ અને પિતા પણ તેની સાથે હાજર હતા. રિયા પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો 14 જૂન, 2020ના રોજ, એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદ્રા સ્થિત ઘરમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની અટકાયત કરી હતી. તેના પર સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. સુશાંતના મૃત્યુના 4 વર્ષ અને 6 મહિના પછી, 22 માર્ચે, સીબીઆઈએ આ કેસનો ક્લોઝિંગ રિપોર્ટ આપ્યો. સીબીઆઈએ તેની તપાસમાં શોધી કાઢ્યું કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ક્લીનચીટ મળ્યા બાદ, રિયાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર આવી… રિયા ચક્રવર્તી 27 દિવસ સુધી કસ્ટડીમાં હતી 25 જુલાઈ, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના લગભગ દોઢ મહિના પછી, તેના પિતા કે.કે. સિંહે પટનામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં, તેમણે રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ મુજબ, સુશાંતે તેના મૃત્યુના થોડા સમય પહેલા તેની બહેનને ફોન પર કહ્યું હતું કે રિયાએ તેના મેડિકલ રિપોર્ટ્સ જાહેર કરીને તેને પાગલ સાબિત કરવાની ધમકી આપી હતી. સુશાંતે તેની બહેનને કહ્યું હતું કે તેને ડર છે કે રિયા તેને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં ફસાવી દેશે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલા, રિયા તેના મેડિકલ રિપોર્ટ લઈને ગઈ જતી રહી હતી. આ કેસની તપાસ દરમિયાન, એક્ટ્રેસ દ્વારા મની લોન્ડરિંગ અને ડ્રગ્સના ઉપયોગ વિશે પણ માહિતી મળી હતી. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની મની લોન્ડરિંગ કેસમાં 7 ઓગસ્ટ, 2020 ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ, રિયા અને તેના ભાઈની 8 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડનો આધાર રિયા અને શૌવિક વચ્ચેની વાતચીત હતી, જેમાં તેમણે ડ્રગ્સ ખરીદવા અને સપ્લાય કરવાનો ઉલ્લેખ કર્યો હતો. લગભગ 27 દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ, રિયા ચક્રવર્તીને 7 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા. જ્યારે શૌવિકને ડ્રગ્સના કેસમાં 3 મહિના જેલમાં રહેવું પડ્યું હતું. રિયા અને સુશાંત 2013 માં યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં મળ્યા હતા રિયા અને સુશાંત પહેલી વાર 2013 માં યશ રાજ ફિલ્મ્સના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. તે સમયે, રિયા ‘બેંક ચોર’માં અને સુશાંત ‘શુદ્ધ દેશી રોમાંસ’માં કામ કરી રહી હતી. તેમની ફિલ્મોના સેટ નજીકમાં હતા, જેના કારણે તેઓ મિત્રો બન્યા. વર્ષ 2019 માં, રિયા અને સુશાંતના વેકેશનની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તેમનું સ્થાન એ વાતનું સાક્ષી હતું કે તે બંને સાથે હતા. જોકે આ કપલે પોતે ક્યારેય આ વાત જાહેર કરી નથી. એ વર્ષે ડિસેમ્બરમાં, રિયા અને સુશાંત લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા, જેના બરાબર 6 મહિના પછી સુશાંતે આત્મહત્યા કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments