કેન્દ્ર સરકારે સોમવારે સાંસદોના પગારમાં 24% વધારો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું. આ મુજબ, હાલના સભ્યોને હવે દર મહિને 1.24 લાખ રૂપિયાનો પગાર મળશે. પહેલાં તેમને દર મહિને 1 લાખ રૂપિયા મળતા હતા. આ વધારો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (ખર્ચ ફુગાવાનો સૂચકાંક)ના આધારે કરવામાં આવ્યો છે, એટલે કે વધેલો પગાર 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. આ પહેલા 2018માં મોદી સરકારે દર પાંચ વર્ષે સાંસદોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરવાનો નિયમ બનાવ્યો હતો. આ સમીક્ષા ફુગાવાના દર પર આધારિત છે. દૈનિક ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો
દૈનિક ભથ્થા અને પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન 25,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. પાંચ વર્ષથી વધુ સમય માટે સાંસદ રહેલા સભ્યોને આપવામાં આવતું વધારાનું પેન્શન પણ 2,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 2,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. સાંસદોને ચૂકવાતા પગારનું ગણિત આ રીતે સમજો
લોકસભામાં હાલમાં 543 સાંસદો છે. એ તમામનો મહિને 24 હજારનો પગાર વધારો ગણો તો 1 કરોડ 30 લાખ 32 હજારનો બોજો આવે. એ હિસાબે વર્ષના 15 કરોડ 63 લાખ 84 હજાર સરકારી તિજારીમાંથી પગાર જાય. એવી રીતે રાજ્યસભાના 245 સાંસદોનો મહિને 24 હજાર પગાર વધારો ગણો તો મહિને 58 લાખ 80 હજારનો બોજો આવે. રાજ્યસભાના સાંસદોના પગારનો વાર્ષિક બોજો 7 કરોડ 5 લાખ 44 હજાર થાય. લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને 788 સાંસદો થાય છે. આ તમામને એપ્રિલ 2023થી પગાર વધારો આપી દેવાશે. એટલે બે વર્ષના 45 કરોડ 38 લાખ 88 હજાર એરિયર્સ ચૂકવાશે. લોકસભા અને રાજ્યસભામાં સાંસદોની સંખ્યા લોકસભા – કુલ સભ્યો: 545 (હાલમાં 543) રાજ્યસભા (ઉપલા ગૃહ – રાજ્યોની પરિષદ) સાંસદોને પણ મળે છે આ સુવિધાઓ… આ સમાચાર પણ વાંચો… કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ અનામત મુદ્દે હોબાળો:BJP ધારાસભ્યોએ બિલની કોપી ફાડી સ્પીકર તરફ ફેંકી, 18 MLA સસ્પેન્ડ; CM સહિત મંત્રી-ધારાસભ્યોનો પગાર બમણો થયો કર્ણાટકની કોંગ્રેસ સરકારે 20 માર્ચે કર્ણાટક વિધાનસભા પગાર, પેન્શન અને ભથ્થાં (સુધારા) બિલ 2025 અને કર્ણાટક મંત્રીઓના પગાર અને ભથ્થાં (સુધારા) બિલ 2025ને મંજૂરી આપી. મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 100% વધારો કરવાનું બિલ પસાર થયું. તેના પસાર થયા પછી મુખ્યમંત્રીનો પગાર 75 હજાર રૂપિયાથી વધીને 1.5 લાખ રૂપિયા પ્રતિ માસ થશે. વિધાન પરિષદના અધ્યક્ષ અને વિધાનસભાના અધ્યક્ષનો પગાર 75 હજાર રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો…