સલમાન ખાન અને રશ્મિકા મંદાના પહેલી વાર ફિલ્મ ‘સિકંદર’માં સાથે જોવા મળશે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ લોકોએ 59 વર્ષીય સલમાનની સામે 28 વર્ષીય રશ્મિકાને કાસ્ટ કરવા બદલ પ્રોડ્યુસર પર સવાલ ઉઠાવ્યા હતા. હવે સલમાન ખાને ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો છે. સલમાને તેના અને રશ્મિકા વચ્ચેના એજ ગેપ વિશે વાત કરી સલમાન ખાનની મોસ્ટ અવેટેડ એક્શન થ્રિલર ફિલ્મ ‘સિકંદર’ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ રવિવારે મુંબઈમાં યોજાઈ હતી. આ ઇવેન્ટમાં, સલમાનને તેની અને રશ્મિકા વચ્ચેના 31 વર્ષના અંતર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબમાં સલમાન ખાને કહ્યું, ‘જ્યારે હિરોઈનને કોઈ વાંધો નથી તો તમને કેમ સમસ્યા છે?’ તેના લગ્ન થશે અને તેમને દીકરી જન્મશે તો અમે તેની સાથે પણ કામ કરીશું. મમ્મીની પરમિશન તો ચોક્કસ મળી જ જશે. આ વાતચીત દરમિયાન સલમાન ખાને રશ્મિકા મંદાનાના કામની પણ પ્રશંસા કરી. તેણે કહ્યું કે રશ્મિકાને જોઈને તેને તેનું બાળપણ યાદ આવે છે. સલમાને જણાવ્યું કે, રશ્મિકા એક સાથે બે મોટા પ્રોજેક્ટ્સ, ‘પુષ્પા 2’ અને ‘સિકંદર’ પર કામ કરી રહી હતી. રશ્મિકાના કામની પ્રશંસા થઈ સલમાને કહ્યું, ‘રશ્મિકા સાંજે 7 વાગ્યા સુધી ફિલ્મ ‘પુષ્પા 2’નું શૂટિંગ કરતી હતી. અને રાત્રે 9 વાગ્યે ‘સિકંદર’ના સેટ પર આવતી અને સવારે ૬:૩૦ વાગ્યા સુધી અમારી સાથે શૂટિંગ કરતી અને પછી ‘પુષ્પા’ના સેટ પર પાછી જતી.આ સમય દરમિયાન, પગમાં ઈજા થયા પછી પણ, તેણે શૂટિંગ ચાલુ રાખ્યું અને એક પણ દિવસ માટે શૂટિંગ રદ કર્યું નહીં.’ આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે સલમાન અને રશ્મિકા ઉપરાંત, ‘સિકંદર’માં કાજલ અગ્રવાલ, સત્યરાજ, સુનીલ શેટ્ટી, શરમન જોશી અને પ્રતીક બબ્બર પણ જોવા મળશે. એ. આર. મુરુગદોસ દ્વારા દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મ 30 માર્ચે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.