2036ના ઓલિમ્પિક માટે ભારતે દાવેદારી કરી છે ત્યારે ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી (RRU) થોડા દિવસો પહેલાં ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સની સાક્ષી બની હતી. જેમાં ઓલિમ્પિક સ્ટડી કરનારા પ્રખ્યાત સંશોધકો હાજર રહ્યા હતા અને ઓલિમ્પિક ક્ષેત્રે રહેલા પડકારો અને તકો પર મંથન કર્યું હતું. આ કોન્ફરન્સમાં શું ચર્ચા થઇ? જો ભારતમાં ઓલિમ્પિક યોજાય તો કેવી તૈયારી કરવી પડે? કેવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે? કેટલો મેન પાવર જોઇએ? ભારતે અન્ય દેશો પાસેથી શું શીખવું જોઇએ? વગેરે જેવા મુદ્દાઓ અંગે માહિતી મેળવવા દિવ્ય ભાસ્કરે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશનના ડાયરેક્ટર ડૉ. ઉત્સવ ચવારે સાથે ખાસ વાતચીત કરી હતી. B-COREની પહેલી ગ્લોબલ એક્ટિવિટી
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટમાં થોડા દિવસો પહેલાં 3 દિવસની કોન્ફરન્સ યોજાઇ હતી. જે B-CORE (ભારત સેન્ટર ફોર ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન)ની પહેલી ગ્લોબલ એક્ટિવિટી હતી. આમાં ઘણા OSRC (ઓલિમ્પિક સ્ટડીઝ રિસર્ચ સેન્ટર), મેમ્બર ઓલિમ્પિક સેન્ટર, ફોરેન એક્સપર્ટસ, IOC (ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ)ના મેમ્બર્સ પણ જોડાયા હતા. ઓલિમ્પિક માટે આ કાર્યક્રમ શિલાન્યાસ સમાન હતો. આ પહેલું સેન્ટર છે જે ઇન્ડિયા અને સાઉથ એશિયામાં ઓલિમ્પિક રિસર્ચ અને એજ્યુકેશન પર કામ કરે છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની એક વિંગ રિસર્ચ અને સ્ટડી પર કામ કરે છે. આખા ગ્લોબ પર 71મું સેન્ટર છે. પહેલાં આવા 70 સેન્ટર હતા. ઓલ ઓવર ધ વર્લ્ડ આ વર્ષે કુલ 78 સેન્ટર થયા છે પરંતુ ઇન્ડિયા અને સાઉથ એશિયામાં આ પહેલું જ છે. ઓલિમ્પિકની ઇકો સિસ્ટમ 29 દેશોમાં છે. આશરે 206 નેશનલ ઓલિમ્પિક કમિટી (NOC) છે. ‘અન્ય દેશો પાસેથી ઘણું શીખવા જેવું’
ડૉ. ઉત્સવ ચવારે કહે છે કે, ઓલિમ્પિક માટે શું જોઇએ, કયા મુદ્દે ભારતે કામ કરવું જોઇએ? કઇ સ્ટ્રેટેજી અપનાવી શકાય? એ માટે અલગ અલગ લોકો આવેલા જેમણે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, સ્કોલર્સ એક મંચ પર આવશે
આ સેન્ટરના માધ્યમથી આપણાં સ્ટુડન્ટ, પ્રોફેશનલ્સ, સ્કૉલર્સ, એકેડેમિશિયન્સ જોડાય તેવી આશા વ્યક્ત કરતા તેઓ કહે છે કે, આનાથી ભારતને તેનો ફાયદો થાય અને 2036માં ઓલિમ્પિકને ભારતમાં લાવવાનું વિઝન છે તેને સાકાર કરી શકીએ. B-CORE બનાવવા પાછળનો હેતુ
અત્યારસુધી ઓલિમ્પિક પર રિસર્ચ થયું એ દેશોએ પોતાના શહેરો માટે કર્યું છે. ભારત પોતે હોસ્ટ બને, ગેમ્સમાં પરફોર્મન્સ વધારે અને બાકી પ્રવૃત્તિ પણ કરે. એ માટે રિસર્ચમાં ઇન્વેસ્ટ કરવું જ પડશે. B-CORE એ માટે જ બન્યું છે. ઓલિમ્પિક માટે ઇકો સિસ્ટમ બનવું પડશે
ડૉ. ઉત્સવ વધુમાં કહે છે કે, ભારત અત્યારે એથ્લિટ માટે, બિડિંગ માટે, ઇન્ફ્રાસ્ટ્રકચર માટે કામ કરી રહ્યું છે પરંતુ એવું કોઇ પ્લેટફોર્મ જે આ પૂરા આયોજનને ગ્લોબલ નેટવર્ક સાથે જોડી શકે. બીજું, ઓલિમ્પિકની વાત કરીએ ત્યારે સામાન્ય રીતે સ્પોર્ટસ મગજમાં આવે. પરંતુ આ સેન્ટરનો ઉદ્દેશ્ય સ્પોર્ટસ સાથે ઇકોનોમી અને પર્યાવરણ પર ફોકસ કરવાનો છે. ઓલિમ્પિકને ફક્ત સ્પોર્ટસ તરીકે ન જોતાં એના દરેક પાસાં પર કામ કરવામાં આવે. ઇકોનોમી પર ઓલિમ્પિકની નેગેટિવ અને પોઝિટિવ એમ બન્ને અસર થઇ શકે છે તેવું જણાવતા તેમણે કહ્યું કે, જેટલા દેશોએ ઓલિમ્પિકનું આયોજન કર્યું તેના સ્ટડી મુજબ ઇકોનોમી પર ઓલિમ્પિકની ઘણી નકારાત્મક અસર થાય છે. ડાયરેક્ટર વધુમાં કહે છે કે, 2004માં એથેન્સ, 2014માં સોચી વિન્ટર ગેમ્સ અને 2016માં રિયો ગેમ્સમાં ઇકોનોમી પર ઘણી ખરાબ અસર થઇ હતી. આખા દેશની ઇકોનોમી સિસ્ટમ કે સરકારી તિજોરી પર ખરાબ અસર પડી હતી. એનું એક કારણ એ છે કે ક્યારેક ઓલિમ્પિકમાં વધુ પડતો ખર્ચ થાય છે પરંતુ હવે બદલાયું છે. 2024માં પેરિસ ઓલિમ્પિક એ બજેટ ઓછું કરવા માટેનું બેસ્ટ ઉદાહરણ છે. વધુમાં વધુ ટેમ્પરરી વેન્યુ બનાવી શકાય. અત્યારે છે એમને વધુ સારા બનાવી શકાય. જેથી ખર્ચ ઓછો થાય. પોઝિટિવ સાઇડની જો વાત કરીએ તો જે દેશ ઓલિમ્પિક હોસ્ટ કરે તે ગ્લોબલ મેપ પર આવી જાય. એની ખબરો વર્ષો સુધી ચાલે. ગેમ્સમાં ઘણા રેકોર્ડ તૂટે, બને, કેટલાય દેશોમાંથી એથ્લિટ, લીડર્સ, ઓડિયન્સ આવે. તેની પોઝિટિવ અસર થાય પરંતુ જે-તે દેશના હાથમાં છે કે એને કરી રીતે યુટીલાઇઝ કરવું. ઓલિમ્પિક માટે પ્લાનિંગ અને રિસર્ચ જરૂરી
તાજેતરમાં જ ઓલિમ્પિક કમિટિએ નિર્ણય કર્યો છે કે એક શહેરના બદલે એકથી વધુ શહેરમાં ગેમ્સ રમાશે આની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, રિસર્ચ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે ઓલિમ્પિકના ઇકોનોમિક ફાયદા ઓછા છે. ઘણીવાર દેશ ટુરિઝમ અને ઇકોનોમી બૂસ્ટ થશે એમ વિચારીને આ હોસ્ટ કરતો હોય છે પણ એની માટે પ્લાનિંગ જોઇએ. રિસર્ચ ઘણું જોઇએ. સ્ટ્રેટેજિકલ પ્લાન જોઇએ. કેટલા શહેરમાં આયોજન કરવું તે ભારત નક્કી કરશે
તેમણે ઉમેર્યું કે, IOC એ એનાલિસિસ કર્યું કે વર્ષ 2017 માં 2024 માટે બિડ ફાઇનલ થવાની હતી ત્યારે એમની પાસે 2 જ દેશ હતા. ઇકોનોમિક ઇનપુટ વધુ હોવાને લીધે ધીમે ધીમે કેટલાક દેશો ઓલિમ્પિક બીડથી દૂર થવા માંગે છે. જેથી 2017 માં તેમણે એક નિયમ બનાવ્યો. જેમાં 2024 સાથે જ 2028માં લોસ એન્જેલસમાં ગેમ થવાની હતી. એમને પણ બિડિંગ આપી. એક સાથે બે દેશને ઓલિમ્પિક બિડ આપવામાં આવી. એ પછી એક એજન્ડા મળ્યો કે એક દેશ પોતે નક્કી કરી શકે કે એણે ઓલિમ્પિક કેવી રીતે હોસ્ટ કરવો છે. મતલબ કોઇ દેશ બેક આઉટ કરી શકે છે. અને એણે આ વર્ષે તૈયારી ન હોય તો પછી કરવું હોય ત્યારે કરી શકે. હવે ભારત પોતે નક્કી શકે છે કે તેણે એક શહેરમાં યોજવું છે કે એક કરતાં વધુ શહેરોમાં આયોજન કરવું છે. અમદાવાદ સિવાય અન્ય કયા શહેરોમાં રમત યોજાઇ શકે તેનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે, આમાં જ્યાં ટ્રાન્સપોર્ટેશન ઇઝી હોય, ઇન્ફ્રાસ્ટ્ર્કચર તૈયાર હોય એવા શહેરો હોય શકે છે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિકલ કામ ઘણું કરવું પડે કારણ કે ઓડિયન્સ કે ઓથોરિટીએ એક કરતાં વધુ વેન્યુ પર જવામાં સરળતા રહેવી જોઇએ. તો એ પ્રમાણે અમદાવાદ, પુણે, દિલ્હી, ભોપાલ, ઇન્દોર, બેંગાલુરૂ જેવા શહેરોમાં થઇ શકે છે. એ સાથે જ ભારત કોઇ અન્ય દેશ સાથે પણ આ ગેમ્સ કરી શકે છે. એ નવો ચેન્જ છે પરંતુ IOC મુજબ એમના વેલ્યૂ ડિસ્ટર્બ ન થાય એ રીતે હોસ્ટ કરવું. બધા એથ્લિટ સાથે રહે, હળેમળે, કલ્ચરલ એક્સ્ચેન્જ થાય, એ ન તૂટવું જોઇએ. જેથી ભારતે IOCની વેલ્યુ જળવાય ઉપરાંત પોતાની ઉપર કોઇ ભારણ ન આવે તેવી સ્ટ્રેટેજી લાવવી પડશે. દિલ્હી કે પૂણેના બદલે સુરત, રાજકોટ જેવા શહેરોમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરો તો એની કિંમત ખૂબ વધી જશે. જેથી કેટલીક ગેમ્સનું ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર અન્ય જગ્યાએ હોય તો એ ત્યાં જ યોજવી દેશ માટે સારું રહેશે. બાકીની ગેમ્સ અમદાવાદમાં થાય. દાવેદારી કરનારા દેશને IOC ગાઇડન્સ આપે
2036 માટેની પૂર્વ તૈયારી વિશે જણાવતા તેઓ કહે છે કે,આ સતત ચાલતી લાંબી પ્રોસેસ છે. ઇન્ડિયન ઓલિમ્પિક કમિટિ ઓલરેડી લેટર ઓફ ઇન્ટેન્ટ મોકલી ચૂકી છે એટલે કે અમે ઓલિમ્પિક ભારતમાં કરાવવા માંગીએ છીએ. એ પછી ઇન્ડિયન ઓલિમ્પિક કમિટિ અથવા ભારત સરકારના અધિકારીની IOC સાથે સતત વાતચીત ચાલુ હોય અને પોતાની તૈયારી વિષે જાણ કરે. IOC કોઇપણ દેશને પ્લાન ડેવલપમેન્ટ માટે ગાઇડન્સ આપે છે. એ માટે ક્લોઝ કોમ્યુનિકેશન કરવું જોઇએ. ઓલિમ્પિકના ખર્ચમાં ઓપરેશનલ કોસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ મહત્વના
જો ભારતમાં ઓલિમ્પિક યોજાય તો કેટલા બજેટની ગણતરી છે તેની વાત કરતા તેમણે કહ્યું કે, ચોક્કસ આંકડો ન આપી શકાય પરંતુ પેરિસનું બજેટ 9 થી 10 બિલિયન હતું કેમ કે પેરિસ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી છે. એમના વધુ રૂપિયા ઓપરેશનલ કોસ્ટમાં લાગ્યા હતા. ઓલિમ્પિક ગેમ્સમાં કોસ્ટના બે મુખ્ય પિલર હોય છે. ઓપરેશનલ કોસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ ને કેપિટલ કોસ્ટ પણ કહે છે. એ એક દેશ પોતાના ડેવલપમેન્ટ માટે વાપરે છે. જેમ કે ટ્રાન્સપોર્ટેશન, એરપોર્ટ, સ્પોર્ટસ વેન્યુ, ઓલિમ્પિક વગેરે નવું બનાવવું કે વધુ સારું કરવું ઇન્ફ્રાસ્ટ્રકચર સાઇડ છે. ઓપરેશનલ સાઇડમાં IOC મદદ કરે છે. બંનેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મોંઘું હોય છે. સોચી ઓલિમ્પિક સૌથી મોંઘું હતું. તેનો ખર્ચ 55 બિલિયન ડોલર આવ્યો હતો. એ હાઇ એમાઉન્ટ છે. જ્યારે પેરિસ ઓલિમ્પિક એકદમ ઓછા ખર્ચે થયું હતું કેમ કે સિટી પ્લાન્ડ છે, ટ્રાન્સપોર્ટેશન સારું છે. ઇન્વેસ્ટ કર્યું એ પબ્લિક ફંડ છે. જે ઓલરેડી કરવાનું જ હતું. જેમ કે સીન નદી સાફ કરી. લોકલ ટ્રાન્સપોર્ટેશન બૂસ્ટ કર્યું. આ રીતે જ ભારત અથવા કોઇપણ દેશ પોતાનો ખર્ચ ઓછો કરી શકે. ઓલિમ્પિક યોજવા માટે મોટા મેન પાવરની જરૂર
ઓલિમ્પિક માટે કેટલો મેન પાવર જોઇશે તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક થશે એમ જાહેર થાય તો એક OCOG (ઓર્ગેનાઇઝિંગ કમિટિ ફોર ધ ઓલિમ્પિક ગેમ્સ) બને. તે કમિટી એ નિર્ણય કરે કે એને ક્યાં કેટલો મેનપાવર જોઇએ. જનરલી બહુ જ વધારે સંખ્યામાં મેન પાવર જોઇએ. પેરિસમાં હજારો વોલેન્ટિયર્સ કામ કરવા આવ્યા હતા. ઘણા ઓફિસર જોઇએ. એમાં IOC પણ મદદ કરે પરંતુ મોટા પ્રમાણમાં મીડિયા, કોચ, સ્પોર્ટસ પર્સન, ઇકોનોમિસ્ટ,વોલેન્ટિયર્સ, સિક્યોરિટી જેવા મેનપાવર જોઇએ જેની તૈયારી ભારતે અત્યારથી શરૂ કરવી પડે. એની માટે અમે અને અન્ય લોકો પણ કામ કરીએ છીએ. લાખો લોકો ભેગા થશે
લાખો લોકો ભેગા થાય. જેમ કે લગભગ 10 હજાર જેટલા તો એથ્લિટ્સ હોય છે. લાખોની સંખ્યામાં વિદેશી ઓડિયન્સ હોય છે. એડમિનિસ્ટ્રેટર હોય, 206 નેશનલ ઓલિમ્પિક કમિટિ આવે. જો મલ્ટિપલ સિટીમાં યોજાય તો એટલો મેનપાવર વધી જાય. ઉપરાંત કેટલા વેન્યુ છે, તમારે હોસ્પિટાલિટી કેટલી આપવી છે? કેટલા શહેરોમાં યોજવું છે, કેટલો એરિયા છે, ઓલિમ્પિક કેવું બનાવવું છે એમ ઘણા ફેક્ટર આની સાથે જોડાયેલા છે. ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જોઇએ
ભારતે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું જોઇએ તે વાત પર ભારત મુકતા તેમણે કહ્યું કે, પેરિસે ત્રીજીવાર ઓલિમ્પિક કર્યું હતું. લોસ એન્જેલેસમાં પણ ગેમ્સ થઇ ચૂકી છે. એટલે એમની પાસે અનુભવ અને ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર છે. જેથી કયો દેશ હોસ્ટ કરે છે એ પણ મહત્વનું છે. ભારતમાં 2010 ની કોમન વેલ્થ ગેમ બાદની પહેલી મેગા ઇવેન્ટ હશે. એ સિવાય આપણી પાસે અન્ય કોઇ રેફરન્સ નથી. 2036 માં ગેમ્સ થશે તો આપણાં અત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરશે. અન્ય નવા બને છે. જેમ કે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને તેની આસપાસ 6 હજાર કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવ્યા છે. આનો ઉપયોગ ઘણો છે પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર ઓછા ઉપયોગી હોય એમને ટેમ્પરરી બનાવવા જોઇએ. તેઓ આગળ કહે છે કે, કેટલીય એવી રમતો છે જે પોપ્યુલર નથી. જે ફોરેન પાર્ટિસિપેશન માટે જ એરેન્જ કરવા પડશે. આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શક્ય તેટલા ઓછા કરવા પડશે. એમની ઉપર ઇન્વેસ્ટમેન્ટ ઓછું રાખવું પડશે. અથવા ટેમ્પરરી વેન્યુ પર શિફ્ટ કરવા પડશે. પેરિસમાં 2024 માં 3-4 નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કર્યા હતા. બાકીના લગભગ ત્રીસેક વેન્યુ જૂના અથવા ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હતા. એમણે ટેમ્પરરી વેન્યુનો ઉપયોગ ઘણો કર્યો હતો. જેમ કે એફિલ ટાવર ટુરિઝમ સિમ્બોલ છે. તેનો ઉપયોગ કર્યો ત્યાં બીચ વોલીબોલ, ઇક્વીસ્ટેરિયન વગેરે ગેમ્સ કરી હતી. એવું જ આપણે પણ વિચારવું પડશે. ઇન્ડોર હૉલ, પ્રેક્ટિસ એરેના ભારતીય એથ્લિટને જોઇએ. એમ મલ્ટિપલ પર્પઝ હોય એ પરમેનેન્ટ બનાવવા. કેટલીક રમતો ઇમ્પોર્ટન્ટ નથી. એ ફક્ત ઓલિમ્પિક માટે જ હોય તો એના સ્ટેડિયમ ટેમ્પરરી બનાવી શકાય. ઓલિમ્પિકથી ટુરિસ્ટ આકર્ષાશે
આવી ગેમ્સના કારણે ટુરિસ્ટ ઘણા આકર્ષાય છે. ભારત અત્યારે હોટ ડેસ્ટિનેશન છે. ગુજરાત ગ્લોબલ મેપ પર રહે છે. ગેમ્સમાં એથ્લિટ, તેમનું ફેમિલી અને ઓડિયન્સ આવે. બીજું, આપણે વર્લ્ડ કપ યોજ્યો ત્યારે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને મોટું બૂસ્ટ મળ્યું હતું. જેથી આવી ઇવેન્ટ વખતે આપણે બેનક્વેટ હોલ્સ, પબ્લિક પાર્ક, હોટલ, મોલ એ બધાની જરૂર પડશે. જે આપણી ઇકોનોમી પર શોર્ટ ટર્મ માટે સારી ઇમ્પેક્ટ કરશે. પણ એ ફક્ત ઓલિમ્પિક માટે જ બનાવવાના હોય તો એ પછી તેનો ઉપયોગ એક સવાલ બની શકે. યજમાન દેશ અને શહેર વધુ પ્રખ્યાત થશે
ઓલિમ્પિક માટે કેટલા લોકો વિદેશથી આવે છે અને કેટલો સમય રહે છે તે સવાલના જવાબમાં તેઓ જણાવે છે કે, ઘણા સમય પહેલાથી જ હલચલ શરૂ થઇ જાય છે. કારણ કે એથ્લિટ સિવાય ઘણા લોકો આવતા હોય છે. જે ગેમ્સ જોવાની સાથે હોસ્ટ નેશન અને સિટી ફરવા પણ આવતા હોય છે. જેથી લગભગ એક મહિના પહેલાં વાતાવરણ બની જશે. એના પણ લગભગ એક વર્ષ પહેલા ઓફિશિયલ વિઝિટ શરૂ થઇ જતી હોય છે. તૈયારી જોવી, અન્ય કમિટિઓ આવે. IOCના માણસો આવે પરંતુ રિસર્ચ પ્રમાણે એકાદ મહિના પહેલાંથી ઓડિયન્સ આવવાનું શરૂ થઇ જાય છે. એ પછી લગભગ 3 મહિના સુધી એની શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ જોવા મળી છે. કેમ કે ઓલિમ્પિક બાદ હોસ્ટ નેશન-સિટી પોપ્યુલર થાય છે. જેથી કેટલીકવાર લોકો ફોલોઅપ સ્ટડી કરવા પણ આવે. પર્યાવરણને પણ ધ્યાનમાં રાખવું પડશે
ઓલિમ્પિકની પર્યાવરણ પર શું અસર થાય તેના વિશે તેમણે કહ્યું કે, પહેલાં ઓલિમ્પિકની પર્યાવરણ પર વધુ અસર હતી. કાર્બન એમિશન ઓછું કરવું હોસ્ટ નેશન માટે ચેલેન્જ હોય છે. ઉદાહરણ તરીકે 2024માં પેરિસે કાર્બન એમિશન 50 ટકા સુધી ઘટાડ્યું હતું. ભારતમા કાર્બન ફૂટ પ્રિન્ટ ઓછું થાય એ માટે યોજના બનાવવી પડશે. એમ પણ આપણો 2030 સુધી 90 ટકાનો ટાર્ગેટ છે, એ ટફ હોવા છતાં થઇ શકે એમ છે. અન્ય દેશોએ કરેલી ભૂલ પર રિસર્ચ ચાલુ
RRUએ તાજેતરમાં ક્રોસ કમ્પેરેટિવ સ્ટડી ચાલુ કરી છે. જેમાં રિયો ઓલિમ્પિક બાદ ટોકિયો ઓલિમ્પિક અને પેરિસ ઓલિમ્પિક સેન્ટર સાથે કોલોબ્રેટ કરીને રિસર્ચ આગળ વધારીએ છીએ. 2016 થી 2024 સુધી જેટલી ગેમ્સની તૈયારી થઇ એમનું પરસેપ્ટિવ આપણે લાવીશું. ભારત એમાંથી શું શીખી શકે છે એ જાણીશું. મેં હમણાં સ્ટડી કરી હતી જેને દિલ્હીમાં પ્રેઝેન્ટ કરી હતી. એ સ્ટડીમાં એવું હતું કે રિયોએ ભૂલો કરી હતી જેના પગલે તેમણે 10 વર્ષ બાદ પણ ઇકોનોમિક બેકલેસ ફેસ કરવું પડે છે પંરતુ પેરિસે કઇ રીતે સુંદર આયોજન કર્યું એની ઉપર હાલમાં અમારું રિસર્ચ ચાલુ છે.