back to top
HomeભારતEditor's View: વ્યંગ્ય, વિવાદ અને વંટોળ:સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ દીવાસળી ચાંપી, મહારાષ્ટ્રના...

Editor’s View: વ્યંગ્ય, વિવાદ અને વંટોળ:સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ દીવાસળી ચાંપી, મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો, કોમેડી કે અપમાન? જાણો ઇનસાઇડ સ્ટોરી

કોમેડિયન સમય રૈનાના શોમાં અભદ્ર ટિપ્પણી કરવા બદલ રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની, અપૂર્વ મખીજા જેવા યુટ્યૂબર્સને મર્યાદાનો પાઠ મળી ગયો. આ બધું થાળે પડી રહ્યું હતું ત્યાં કોમેડિયન કુણાલ કામરાએ યુટ્યૂબ કલ્ચર સામે સવાલો ઊભા કરી દીધા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં હસવામાંથી ખસવું થઈ ગયું છે, આજે એની વાત… નમસ્કાર, મહારાષ્ટ્રનું રાજકારણ દીવાસળી જેવું રહ્યું છે. હમણાં જ શિંદે-ફડણવીસ વચ્ચે તિરાડની વાતો વહેતી થઈ. એ મામલો માંડ શાંત થયો ત્યાં કુણાલ કામરાએ નવી દીવાસળી ચાંપી. કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ લીધા વગર તેમના પર વ્યંગ્ય ગીત બનાવ્યું ને વિવાદનો વંટોળ ઊભો થયો. આખો વિવાદ શું છે?
23 માર્ચની રાત્રે 8 વાગ્યે ને 12 મિનિટે કુણાલ કામરાએ ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો. 2 મિનિટનો આ વીડિયો હતો. પહેલા તો મહારાષ્ટ્રની રાજનીતિ પર જોક કર્યા ને પછી ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મનું ગીત ‘ભોલી સી સુરત..’ પર પેરોડી ગીત બનાવ્યું. તેણે એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો ને તેમને ગદ્દાર ગણાવ્યા. આ ગીતમાં થાને કી રિક્ષા, ચહેરે પર દાઢી, ગોવાહાટી, ગદ્દાર… જેવા શબ્દો હતા. એ પછી 23 માર્ચની રાત્રે જ 9-50 વાગ્યે 45 મિનિટનો વીડિયો અપલોડ કર્યો અને ટાઈટલ હતું – નયા ભારત – અ કોમેડી સ્પેશિયલ. વીડિયો વાઇરલ થતાં જ શિંદેની શિવસેનાના કાર્યકરો નારાજ થઈ ગયા અને મુંબઈની ખાર વિસ્તારમાં આવેલી કામરાની હેબિટાટ કોમેડી ક્લબ અને આ ક્લબ જે હોટલમાં બનાવાઈ છે એ ધ યુનિકોન્ટિનેન્ટલ હોટલમાં તોડફોડ કરી. શિવસેનાનો આરોપ છે કે આ જ જગ્યાએ વીડિયો શૂટ થયો હતો. શિંદેની શિવસેનાના ધારાસભ્ય મૂરજી પટેલે MIDC પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. MIDC પોલીસે BNSની કલમ 353 (1)(b), 353(2) અને 356 (2) હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કુણાલ કામરાએ એવું તે શું કહ્યું કે બબાલ થઈ ગઈ?
પહેલા કુણાલે મહારાષ્ટ્રના પોલિટિક્સ પર કેટલાક જોક્સ કર્યા ને પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ લીધા વગર કટાક્ષ કર્યો. તેણે બે મિનિટના રિલીઝ કરેલા વીડિયોમાં આવું કહ્યું છે… જો ઈન્હો ને મહારાષ્ટ્ર ઈલેક્શન મેં કિયા ભાઈસા’બ… બોલના પડેગા…યહાં પે ઈન્હો ને પહલે ક્યા કિયા…શિવસેના બીજેપી સે બહાર આ ગઈ…ફીર શિવસેના, શિવસેના સે બહાર આ ગઈ…એનસીપી, એનસીપી સે બહાર આ ગઈ… એક વોટર કો નૌ બટન દે દિયે… સબ કન્ફ્યુઝ હો ગયે… ચાલુ એક જન કિયા થા, વો મુંબઈ મેં બહોત બડા ડિસ્ટ્રિક્ટ હૈ થાને, વહાં સે આતે હૈ…
(પછી કુણાલ કામરા ‘ભોલી સી સુરત’ પેરોડી પર ગીત ગાય છે)
થાને કી રિક્ષા, ચહેરે પે દાઢી
આંખો પે ચશ્મા, હાયે…
એક ઝલક દીખલાયે કભી
ગૌહાટી મેં છૂપ જાયે,
મેરી નઝર સે તુમ દેખો તો
ગદ્દાર નઝર વો આયે..
મંત્રી નહીં વો દલ બદલુ હૈ
ઔર કહા ક્યા જાયે..?
જિસ થાલી મેં ખાયે
ઉસમેં હી વો છેદ કર જાયે…
મંત્રાલય સે જ્યાદા
ફડણવીસ કી ગોદી મેં મિલ જાયે..
તીર કમાન મિલા હૈ ઈસકો
બાપ મેરા યે ચાહે…
(ગીત પૂરું કરીને આગળ કહે છે…)
સોચો, યે પોલિટિક્સ હૈ ઈસકી. પરિવારવાદ ખતમ કરના થા, કિસી કા બાપ ચૂરા લિયા.. ક્યા રિપ્લાય હોગા ભઈ? મૈં તેંડુલકર કે બેટે કો બોલું, આજા ભઈ… લંચ પે મિલતે હૈ. આધા ઘંટા તેંડુલકર કી તારિફ કરું ઔર બોલું કિ આજ સે વો મેરા બાપ હૈ.. તૂં ઢૂંઢ લે કોઈ ઓન ધ વે… કુણાલનો વીડિયો વાઇરલ થતાં જ શિવસેનાના કાર્યકરો બગડ્યા
કુણાલ કામરાનો વીડિયો વાઇરલ થતાં જ શિવેસનાના કાર્યકરો વીફર્યા હતા અને કામરાનો હેબિટાટ નામનો સ્ટુડિયો છે ત્યાં જઈને તોડફોડ કરી હતી. બાજુમાં જ ધ યુનિકોન્ટિનેન્ટલ નામની હોટલ છે, એમાં આ વીડિયોનું શૂટિંગ થયું હોવાનો આરોપ લગાવી શિવસૈનિકોએ બબાલ કરી હતી. પહેલા હોટલના મેનેજરને ગાળાગાળી કરી એકાએક તોડફોડ શરૂ કરી હતી. ખુરસીઓ ઉલાળીને લાઈટિંગ, સ્પીકર, ફર્નિચર તોડી નાખ્યાં હતાં. ધ યુનિકોન્ટિનેન્ટલ હોટલમાં તોડફોડના આરોપસર શિવસેના નેતા રાહુલ કનાલ સહિત 11 કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં શિવસેનાના 40 કાર્યકર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. હોટલમાં આટલી તોડફોડ ઓછી હતી કે સોમવારે સવારે મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ હથોડા લઈને ધ યુનિકોન્ટિનેન્ટલ હોટલ પહોંચ્યા હતા ને તોડવાનો પ્રયાસ કર્યો હતો. મહારાષ્ટ્રના ગરમાયેલા રાજકારણ વચ્ચે કોણે, શું કહ્યું? વિવાદ પછી કુણાલ કામરાએ શું કહ્યું? ફડણવીસ શું બોલ્યા?
શિંદે પર ટિપ્પણી બાદ વિરોધ થયો એ પછી કોમેડિયન કુણાલ કામરાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાત્રે 12 વાગ્યે ને 13 મિનિટે ચાર શબ્દની નાનકડી પોસ્ટ મૂકી. તેણે લખ્યું – ધ ઓન્લી વે ફોર્વર્ડ… એટલે કે ‘આ જ એકમાત્ર રસ્તો છે.’ કુણાલ કામરાએ આ પોસ્ટ સાથે એક તસવીર મૂકી છે, જેમાં તેના હાથમાં સંવિધાનની એક કોપી છે. એ સંવિધાનની લાલ કલરની નાની એ જ કોપી છે, જે છેલ્લા થોડા સમયથી રાહુલ ગાંધી બતાવી રહ્યા છે. આ વિવાદ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું હતું કે સ્ટેન્ડ-અપ કોમેડી કરવાની સ્વતંત્રતા છે, પરંતુ મન ફાવે એમ બોલી શકાય નહીં. કુણાલ કામરાએ માફી માગવી જોઈએ, આવું સહન કરવામાં આવશે નહીં. કોમેડી કરવાનો અધિકાર છે, પરંતુ જો તે આપણા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને બદનામ કરવા માટે આ કરવામાં આવી રહ્યું હોય તો એ બરાબર નથી. ફડણવીસે કહ્યું, કુણાલ અને રાહુલ ગાંધીએ સંવિધાન વાંચ્યું નથી
આ મામલે જ્યારે મીડિયાએ દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીત કરી ત્યારે ફડણવીસે કહ્યું હતું કે કુણાલ કામરાએ એ જ બંધારણનું લાલ પુસ્તક હાથમાં પકડ્યું છે, જે રાહુલ ગાંધી વારેવારે બતાવે છે. બંનેએ બંધારણ બરાબર વાંચ્યું નથી. બંધારણ આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ એની મર્યાદાઓ પણ છે. શિંદેને ગદ્દાર કહેવા પર તેમણે કહ્યું- 2024ની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ મતદાન કરીને અમારું સમર્થન કર્યું. જે લોકોએ દગો આપ્યો હતો તેમને લોકોએ ઘરે મોકલી દીધા. બાળાસાહેબ ઠાકરેની વિચારધારા અને આદેશનું અપમાન કરનારાઓને લોકોએ તેમનું સ્થાન બતાવી દીધું. ઉદ્ધવ ઠાકરે અને અજિત પવારે શું કહ્યું એ જાણવા જેવું છે
ઠાકરેની શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. ‘ગદ્દાર’ ને ‘ગદ્દાર’ કહેવો એ કોઈ પર હુમલો નથી. આખું ગીત સાંભળો અને બીજાને પણ સંભળાવો… શિવસેનાનો તોડફોડ સાથે કોઈ સંબંધ નથી, આ તો ગદ્દારી સેનાનું કારસ્તાન છે. જેમના લોહીમાં ગદ્દારી છે તેઓ ક્યારેય શિવસૈનિક ન હોઈ શકે.
અજિતની એનસીપીના વડા અજિત પવારે કહ્યું, કોઈએ પણ કાયદા અને બંધારણની બહાર ન જવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની વાત મર્યાદામાં રહીને કહેવી જોઈએ. મંતવ્યોમાં મતભેદ હોઈ શકે છે, પરંતુ એટલું તો વિચારીને બોલવું જોઈએ કે આવા કલાકારોના કારણે પોલીસને દખલ કરવી પડી શકે છે. કુણાલ કામરા અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યો છે કોણ છે કુણાલ કામરા?
કુણાલ કામરા મુંબઈમાં રહેતો સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. 17 વર્ષની ઉંમરે તેણે MTVની ઇન-હાઉસ પ્રોડક્શન ટીમ સાથે ઇન્ટર્નશિપ કરી. એક વર્ષ પછી તે પ્રસૂન પાંડેની કોર્કોઇસ ફિલ્મ્સમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયા, જ્યાં તેણે છ વર્ષ સુધી કામ કર્યું. તેણે એડ ઈન્ડસ્ટ્રીમાં 8 વર્ષ કામ કર્યું. 2013માં સ્ટેન્ડ-અપ કોમેડી કરવાનું શરૂ કર્યું. 2017માં યુટ્યૂબમાં સેલિબ્રિટીઓના ઈન્ટરવ્યૂ લેવાનું શરૂ કર્યું. શોનું નામ રાખ્યું હતું ‘શટ અપ યા કુણાલ’. આ શોના કારણે તે લોકોની નજરમાં આવ્યો. એ સમયે કુણાલે અરવિંદ કેજરીવાલ, રવિશ કુમાર, અસદુદ્દીન ઓવૈસી, કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ, શેહલા રશીદ, જિજ્ઞેશ મેવાણી વગેરે જેવા લોકોના ઈન્ટરવ્યૂ લીધા હતા. પોપ્યુલર બન્યા પછી તે એક શો માટે 12થી 15 લાખ રૂપિયા ફી લે છે. છેલ્લા છ મહિનાથી કુણાલ મુંબઈ છોડીને પુડુચેરીમાં વસી ગયો છે. તેની ઈચ્છા છે તે પુડુચેરીમાં રહીને સાદું જીવન જીવે અને ખેતી કરે. જોકે વચ્ચે વચ્ચે આ રીતે શો કરતો રહે છે. બીબીસી હિન્દીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કુણાલ કામરાને પૂછવામાં આવ્યું હતું કે આજના ભારતમાં કોમેડી કે પોલિટિકલ સેટાયર કરવું બહુ મુશ્કેલ થઈ ગયું છે? તેના જવાબમાં કુણાલે કહ્યું હતું કે આ કરવાની મજા ત્યારે જ છે, આવું કરવાનો ખરો સમય ત્યારે જ છે જ્યારે તમને આવું કરતાં રોકવામાં આવે. શોના અંતમાં સંવિધાન બતાવીને કુણાલે શું કહ્યું?
પોલિટિકલ કટાક્ષથી ભરેલા 45 મિનિટના શોના અંતે કુણાલ કામરાએ એવું કહ્યું કે આ શો હું યુટ્યૂબ પર અપલોડ કરીશ તો કેટલાક લોકોને આ નહીં ગમે. એટલા એવા લોકોને હું આ બતાવવા માગું છું, એવું કહીને કુણાલે સંવિધાનની લાલ કલરની બુક બતાવી. સંવિધાન બતાવીને તેણે કહ્યું હતું કે મારે જે કરવું છે એ હું કરીશ અને આ બુક મને એની મંજૂરી આપે છે. આ પુસ્તક (સંવિધાન)ની માળખામાં રહીને તમે મુક્ત મને અભિવ્યક્તિ વ્યક્ત કરી શકો છો. છેલ્લે,
એકનાથ શિંદે પોતાને બાળાસાહેબ ઠાકરેના અસલી રાજકીય વારસદાર માને છે. તેમણે બનાવેલી શિવસેના અને એનું ચિહ્ન પણ એકનાથ પાસે જ છે. કરુણતા એ છે કે ઉચ્ચ કક્ષાના કાર્ટૂનિસ્ટ એવા બાળાસાહેબ પાસેથી હ્યુમર તેમણે વારસામાં ન લીધી. માત્ર શિવસેનાની તોડફોડનો સ્વભાવ અંગિકાર કરી લીધો. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર વ્યૂ…. (રિસર્ચ – યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments