હવામાન વિભાગ દ્વારા આગામી 07 દિવસને લઈને હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 07 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં મહતમ અને લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ત્યારબાદના ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો જોવા મળશે. હવામાન વિભાગે આજે આણંદમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન આણંદ ખાતે 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. આજે આણંદમાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના તટીય જિલ્લાઓમાં ડીસકમ્ફર્ટની સ્થિતિ જોવા મળશે. તેમજ પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમ તરફ રહેશે. ઉતર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. તો લઘુતમ તાપમાન અનુક્રમે 21 અને 19 ડીગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને વરસાદની કોઈ આગાહી નથી.