યુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે નાણાકીય વર્ષ 2024-25 પૂરું થવા આડે હવે અઠવાડિયું રહી ગયું હોઈ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારમાં માર્ચ એન્ડિંગ પૂર્વે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા 2, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવા જઈ રહી હોઈ અને યુક્રેન મામલે રશીયાની શરતી યુદ્વ વિરામની તૈયારી અને ઈઝરાયેલ દ્વારા હમાસ પર હુમલાને લઈ જીઓપોલિટીકલ ચિંતાને લઈ યુરોપ, એશીયાના મોટાભાગના બજારોમાં નરમાઈ સામે ભારતીય શેરબજારમાં છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે તેજી જોવા મળી રહી છે. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે 4.21 લાખ કરોડના વધારા સાથે છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી નોંધાયેલી તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં 27.11 લાખ કરોડનો વધારો થયો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ રિઝર્વ દ્વારા ચાલું વર્ષે બે વખત રેટ કટ કરવાની જાહેરાત કરતાં ડોલર ઈન્ડેક્સ નબળો પડતા રૂપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ પણ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.32% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.17% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેકસ, યુટીલીટીઝ, પાવર, ઇન્ડસ્ટ્રીયલ, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4298 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1640 અને વધનારની સંખ્યા 2496 રહી હતી, 162 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 13 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. 4.61%, કોટક બેન્ક 4.51%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 3.77%, ટેક મહિન્દ્ર 3.54%, પાવર ગ્રીડ કોર્પોરેશન 3.14%, બજાજ ફિનસર્વ 2.77%, એકસિસ બેન્ક 2.51%, એચસીએલ ટેકનોલોજી 2.33% અને બજાજ ફાઈનાન્સ 1.98% વધ્યા હતા, જયારે ટાઈટન કંપની 2.68%, ઇન્ડસઇન્ડ બેન્ક 2.42%, ઝોમેટો લિ. 2.13%, મહિન્દ્રા મહિન્દ્રા 0.83%, ભારતી એરટેલ 0.46%, નેસ્લે ઇન્ડિયા 0.10% અને ઈન્ફોસીસ 0.03% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23699 ):- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23808 પોઈન્ટના પ્રથમ અને 23880 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23606 પોઈન્ટ થી 23570 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ:- ( 51753 ):- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52008 પોઈન્ટ પ્રથમ અને 52202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 51676 પોઈન્ટ થી 51535 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 52202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( 2515 ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2488 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2470 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2547 થી રૂ.2555 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2560 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ એસીસી લિ. ( 1936 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1909 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1880 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1953 થી રૂ.1960 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ લુપિન લિ. ( 2118 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.2163 આસપાસ વેચવાલી થકી રૂ.2097 થી રૂ.2088 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2170 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
⦁ સન ફાર્મા ( 1784 ) :- રૂ.1808 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1820 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1770 થી રૂ.1747 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1825 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા….
મિત્રો, નાણાકીય વર્ષ 2024-25 પૂર્ણ થવા આવ્યું હોઈ અને વર્ષ 2025-26માં ભારતીય શેરબજારમાં મોટી તેજી સંભવિત હોવાના શક્યતાએ ગત સપ્તાહમાં એફપીઆઈઝ-એફઆઈઆઈઝ દ્વારા શેરોમાં છેલ્લા દિવસોમાં થયેલી મોટી ખરીદીએ બજારની રૂખ બદલી મૂકી છે. ભારતીય શેરબજારમાં ચાર વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક 4.6%નો ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ 3000થી વધુ પોઈન્ટ વધી આવ્યો છે. સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં વર્ષાંતે છેલ્લા દિવસોમાં ફંડો વેલ્યુબાઈંગની તક ઝડપી રહ્યા છે.
વૈશ્વિક મોરચે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલતા અને અમેરિકાની રશીયાને યુક્રેન મામલે મનાવવાના પ્રયાસમાં હજુ પૂરી સફળતા મળી નહીં હોવાથી અને ઈઝરાયેલ-હમાસ યુદ્વ ફરી વકરતાં જીઓપોલિટીકલ ટેન્શનને લઈ યુરોપ, એશીયાના અન્ય દેશોના બજારોમાં સપ્તાહના અંતિમ દિવસોમાં નરમાઈ જોવાઈ હતી. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા હજુ કાયમ રહેતા અને 2, એપ્રિલના ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પર વિશ્વની સાથે ભારત પર અસર શું થશે એના પર નજર હોઈ વૈશ્વિક બજારોમાં હજુ અફડાતફડી જોવાઈ શકે છે ત્યારે વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં એફપીઆઈઝ ખરીદી પર ભારતીય શેરબજારની નજાર રહેશે.