તાજેતરમાં દીપિકા પાદુકોણે ઓસ્કર વિશે ખુલીને વાત કરી. એક્ટ્રેસે પોતે તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, દીપિકાએ તે ઇમોશનલ પળને યાદ કરી જ્યારે ભારતે ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ માટે ઓસ્કર જીત્યો હતો. ઓસ્કર વિશે વાત કરતી વખતે દીપિકા ભાવુક થઈ ગઈ
દીપિકા પાદુકોણે આ વીડિયોમાં ઓસ્કરમાં ઘણી ભારતીય ફિલ્મોની અવગણના થવા પર નિરાશા વ્યક્ત કરી છે. પેરિસમાં તેના લુઇસ વીટન શોની તૈયારી કરતી વખતે દીપિકાએ એક BTS વીડિયો પોસ્ટ કર્યો. ક્લિપમાં, તેણે ભારત પાસેથી ઓસ્કર એવોર્ડ છીનવી લેવા વિશે ઘણી વખત વાત કરી હતી અને કહ્યું હતું કે- જ્યારે ‘RRR’ ના ગીત ‘નાટુ નાટુ’ને ઓસ્કર મળ્યો ત્યારે તે હાજર હતી. તે ખૂબ જ ઇમોશનલ ક્ષણ હતી. ‘ઘણી વાર ભારતને ઓસ્કર મળ્યો નથી’
દીપિકાએ કહ્યું, ભારતને ઘણી વખત ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો નથી. મને લાગે છે કે ભારતની ઘણી ફિલ્મો નજરઅંદાજ કરી દેવામાં આવી, પછી તે ફિલ્મોની દૃષ્ટિએ હોય કે ટેલેન્ટની દૃષ્ટિએ. મને યાદ છે જ્યારે હું પ્રેક્ષકોમાં બેઠી હતી અને હોસ્ટે ‘RRR’નું અનાઉન્સમેન્ટ કર્યું, ત્યારે હું ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી.જોકે, મારે તો આ ફિલ્મ સાથે કોઈ લેવાદેવા પણ નહોતો, છતાં એક ભારતીય હોવાના કારણે આ મારા માટે મોટી પળ હતી. મને મારી પર્સનલ જીત લાગી. 2023માં, એસએસ રાજામૌલીના “RRR” ગીત “નાટુ નાટુ” ગીતને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં ઓસ્કર મળ્યો હતો. દીપિકાની ક્લિપમાં ઘણી ફિલ્મો જોવા મળી હતી
દીપિકા દ્વારા શેર કરાયેલી આ ક્લિપમાં, પાયલ કાપડિયાની ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’, કિરણ રાવની ‘લાપતા લેડીઝ’, રાહી અનિલ બર્વેની ‘તુમ્બાડ’ અને રિતેશ બત્રાની ‘લંચબોક્સ’ ની ઝલક પણ જોવા મળે છે. આ બધી ભારતીય ફિલ્મોને ઓસ્કરમાં નજરઅંદાજ કરાઈ હોવાનો એક્ટ્રેસે દાવો કર્યો. આ બધી ફિલ્મોને ઘણી પ્રશંસા મળી છે. દીપિકાએ કેપ્શનમાં એક્ટર એડ્રિયન બ્રોડીને ટેગ કર્યો
દીપિકાએ વીડિયો પોસ્ટના કેપ્શનમાં એક્ટર એડ્રિયન બ્રોડીને ટેગ કર્યો અને લખ્યું, ‘Take a bow’. એડ્રિયન બ્રોડીને 2025ના ઓસ્કર એવોર્ડ્સમાં ‘ધ બ્રુટાલિસ્ટ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.