back to top
Homeભારતતેલંગાણા ટનલ દુર્ઘટના, વધુ એક મજૂરનો મૃતદેહ મળ્યો:બચાવ ટીમો ટનલમાંથી બહાર કાઢવામાં...

તેલંગાણા ટનલ દુર્ઘટના, વધુ એક મજૂરનો મૃતદેહ મળ્યો:બચાવ ટીમો ટનલમાંથી બહાર કાઢવામાં વ્યસ્ત, 32 દિવસ બાદ પણ 6 મજુર ગુમ

તેલંગાણામાં SLBC ટનલ દુર્ઘટનામાં 32 દિવસ બાદ બચાવ ટીમને મંગળવારે સવારે વધુ એક મજૂરનો મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ ટનલની અંદર મુશ્કેલ સ્થિતિમાં ફસાયેલો છે; તેને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બચાવ ટીમના અધિકારીઓનું કહેવું છે કે આ મૃતદેહ કયા મજુરનો છે તેની ઓળખ થઈ શકી નથી. અદ્યતન મશીનોની મદદથી મૃતદેહને ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે. ટનલમાં ફસાયેલા 6 મજુરો હજુ પણ મળી શક્યા નથી, બચાવ ટીમો તેમને શોધી રહી છે. જો કે, દુર્ઘટનાના 32 દિવસ પછી, તેમના જીવિત રહેવાની શક્યતા લગભગ ન બરાબર છે. 22 ફેબ્રુઆરીએ આ ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં એન્જિનિયર સહીત મજૂરો ફસાયા હતા. ટનલ બોરિંગ મશીન (TBM) ઓપરેટર ગુરપ્રીત સિંહનો મૃતદેહ 9 માર્ચે મળી આવ્યો હતો અને તેને પંજાબમાં તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. મનોજ કુમાર (ઉત્તર પ્રદેશ), સન્ની સિંહ (જમ્મુ અને કાશ્મીર), ગુરપ્રીત સિંહ (પંજાબ), સંદીપ સાહુ, ઝેટા એક્સેસ અને અનુજ સાહુ (ઝારખંડ) હજુ પણ ફસાયેલા છે. ઓટોમેટિક હાઇડ્રોલિક- રોબોટ તહેનાત કરાયા અગાઉ 15 માર્ચે, મજુરોને શોધવા માટે ઓટોમેટિક હાઇડ્રોલિક-એબલ રોબોટ્સ તહેનાત કરવામાં આવ્યા હતા. આ રોબોટ એક ખાસ ટેકનોલોજીથી સજ્જ છે, જે સર્ચ ઓપરેશનને ઝડપી બનાવવામાં મદદ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોબોટ સાથે 30 HP ક્ષમતાનો લિક્વિડ રિંગ વેક્યુમ પંપ અને વેક્યુમ ટેન્ક મશીન તહેનાત કરવામાં આવ્યું છે, જે માટી દૂર કરવાની પ્રક્રિયાને ઝડપી કરવામાં મદદ કરશે. મેન્યુઅલ ખોદકામને બદલે, આ રોબોટ ઓટોમેટિક કાટમાળ દૂર કરવામાં સક્ષમ છે. એક કલાકમાં ટનલમાંથી લગભગ 620 ક્યુબિક મીટર માટી કાઢી શકાય છે. રાજ્યના વિશેષ મુખ્ય સચિવ (આપત્તિ વ્યવસ્થાપન) અરવિંદ કુમાર સર્ચ ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઓપરેશનમાં ભારતીય સેના, NDRF, SDRF, હ્યુમન રેમેન્સ સર્ચ ડોગ્સ (HRDD), સિંગરેની કોલિયરીઝ, હૈદરાબાદ સ્થિત રોબોટિક્સ કંપની અને અન્ય લોકો સામેલ છે. 5 વર્ષ પહેલા ચેતવણી આપવામાં આવી હતી, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી 2020માં, એમ્બરગ ટેક એજી નામની કંપનીએ ટનલનો સર્વે કર્યો હતો. ટનલમાં કેટલાક ફોલ્ટ ઝોન અને નબળા ખડકો હોવાને કારણે કંપનીએ જોખમ વિશે ચેતવણી આપી હતી. સર્વે રિપોર્ટ ટનલ બાંધકામ કંપની જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડને પણ આપવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 14 કિમી લાંબી ટનલના 13.88 કિમીથી 13.91 કિમીના પટમાં ખડકો નબળા હતા. આ ભાગ પણ પાણીથી ભરેલો છે. જમીન ધસી પડવાનો પણ ભય રહેલો છે. બચાવ કાર્યકરોના મતે, રિપોર્ટમાં જે ભાગને ખતરનાક ગણાવવામાં આવ્યો હતો તે જ પડી ગયો છે. જોકે, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગને આ વાતની જાણ હતી કે નહીં તે સ્પષ્ટ નથી. સિંચાઈ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને આવા કોઈ અહેવાલની જાણ નથી. મજુરો કામ છોડીને જઈ રહ્યા છે અહેવાલો અનુસાર, અકસ્માત બાદ સુરંગમાં કામ કરતા કેટલાક મજુરો ડરના કારણે પોતાનું કામ છોડીને ચાલ્યા ગયા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટ પર 800 લોકો કામ કરી રહ્યા છે. આમાંથી 300 સ્થાનિક છે અને બાકીના ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પ્રદેશના છે. અધિકારીએ એમ પણ કહ્યું કે શરૂઆતમાં મજુરોમાં ચોક્કસપણે ડર હોય છે. જોકે, કંપનીએ તેમના માટે રહેણાંક કેમ્પ બનાવ્યા છે. કેટલાક પાછા જવા માંગશે, પરંતુ અમારી પાસે બધા મજુરો એકસાથે ગયા હોવાના કોઈ અહેવાલ નથી. બચાવ કાર્યની 3 તસવીરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments