back to top
Homeગુજરાતદીકરી પર દુષ્કર્મ આચરનારનું પોલીસ કસ્ટડીમાં મોત:વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ શર્ટથી...

દીકરી પર દુષ્કર્મ આચરનારનું પોલીસ કસ્ટડીમાં મોત:વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ શર્ટથી ગળાફાંસો ખાધો, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો

સુરતમાં પોલીસ કસ્ટડીમાં દુષ્કર્મ કેસના આરોપીના મોતની ઘટના સામે આવી છે. વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ પોતાના શર્ટથી ગળાફાસોં ખાઈ આપઘાત કર્યો હતો. ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપી સામે પોક્સોની ફરિયાદ નોંધાવવામાં આવી
મળતી માહિતી પ્રમાણે સુરતમાં 45 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. જે પૈકી નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલાં પોક્સો અને અડપલાં કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ 45 વર્ષીય પિતાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે જ સગીર દીકરીનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું. લોકઅપના બાથરૂમાં ગળાફાંસો ખાઈ લીધો હતો
સગીર દીકરીએ પોતાના નિવેદનમાં પિતા દ્વારા કરવામાં આવેલી હરકતને વિગતવાર જણાવી હતી. જેમાં પિતા દ્વારા છાતીના ભાગે અડપલાં કરવાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. જેના પગલે વરાછા પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે પિતાનું ઇન્ટ્રોગેશન પણ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન આરોપી પિતાએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો શર્ટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. અમે આરોપીની ધરપકડની પ્રોસેસ કરી રહ્યા હતા: DCP
આલોક કુમાર ડીસીપીએ જણાવ્યું હતું કે, આજે વરાછા પોલીસ સ્ટેશનમાં દુ:ખદ ઘટના બની છે. જેમાં એક પોક્સોનો અને કલમ 376 રેપનો આરોપી છે. તેણે પોતના ગળામાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે. આરોપી પર દીકરીના રેપ અને પોક્સોની ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીની પૂછપરછ અમે કરી રહ્યા હતા. સરકારી પંચોની સાથે સાથે તેની ધરપકડની પ્રોસેસ કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાની શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments