back to top
Homeસ્પોર્ટ્સનતાશા ફરી પ્રેમમાં પડવા તૈયાર!:છૂટાછેડાના આઠ મહિનામાં જ હાર્દિક પંડ્યાને ભૂલી, એક્ટ્રેસે...

નતાશા ફરી પ્રેમમાં પડવા તૈયાર!:છૂટાછેડાના આઠ મહિનામાં જ હાર્દિક પંડ્યાને ભૂલી, એક્ટ્રેસે કહ્યું- સમય આવતાં કોઈ સાથે કનેક્શન બેસી જ જાય છે

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પ્રોફેશનલ સાથે પર્સનલ લાઈફને કારણે પણ હંમેશાં હેડલાઈન્સમાં રહે છે. ગયા વર્ષે જુલાઇમાં ક્રિકેટરે નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા. હાલ બનેં પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત છે. એ વચ્ચે નતાશાનું એક નિવેદન સામે આવ્યું છે, જે ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે. એક્ટ્રેસે ToIને આપેલા ઈન્ટરવ્યૂમાં ફરી પ્રેમમાં પડવા બાબતે વાત કરી હતી. નતાશા ફરી પ્રેમમાં પડવા તૈયાર!
નતાશા સ્ટેનકોવિકે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે આગામી વર્ષોમાં નવા અનુભવો, તકો અને કદાચ પ્રેમ પણ શોધવા માટે તૈયાર છે. હું પ્રેમમાં પાડવાની વિરોધમાં નથી. હું જીવનમાં આવતી દરેક તકોને સ્વીકારવા માગું છું, મને લાગે છે કે જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે યોગ્ય વ્યક્તિ સાથે આપોઆપ કનેક્શન થઈ જાય છે. આ ઉપરાંત તેણે કહ્યું છે કે હું વિશ્વાસ અને યોગ્ય વિચારસરણીવાળા સંબંધોને મહત્ત્વ આપવા ઇચ્છુ છું. આગળ એક્ટ્રેસે કહ્યું, ગયું વર્ષ તેમના માટે ખૂબ જ પડકારજનક હતું. તેના ભૂતકાળના સંબંધો અંગે તેને ઘણા સારા અને ખરાબ અનુભવો થયા છે. તમે ઉંમરથી નહીં, પણ અનુભવોથી શીખો છો. લાંબા સમયથી પ્રોફેશનલ જીવનથી દૂર રહેવા વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, પાંચ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા પછી કમબેક કરવું સરળ નથી, પરંતુ સખત મહેનત સાથે તે ટૂંક સમયમાં એક નવું કરિયર અપનાવશે. જીવનમાં આવતા ઉતાર-ચઢાવ આયોજિત નથી- નતાશા સ્ટેનકોવિક
હાર્દિક સાથે છૂટાછેડા બાદ નતાશા ફરી કમબેક કરવા માટે તૈયાર છે. 5 વર્ષ પછી તે ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરશે. તે પોતાની ભૂલોને સુધારી આગળ વધવા માગે છે. એકટ્રેસનું માનવું છે કે- જીવનમાં આવતા દરેક ઉતાર-ચઢાવ આયોજિત નથી હોતા. તમે આને કેવી રીતે તબક્કાવાર કરો છો અને આગળ વધો છો એ તમારા ગ્રોથને દર્શાવે છે. કોઈને ખોટા સાબિત કરવામાં સમય ન બગાડવો જોઈએ, કારણ કે તે ફક્ત તમારી જ શાંતિને ખલેલ પહોંચાડશે. બસ, જીવનમાં દરેકને માફ કરો અને આગળ વધો. હાર્દિક-નતાશાના લગ્ન 2020માં થયાં હતાં
હાર્દિકે 1 જાન્યુઆરી, 2020ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા પણ આ માહિતી આપી હતી. તેમના લગ્ન 31 મે, 2020ના રોજ થયાં હતાં. એ જ વર્ષે, 30 જુલાઈ 2020ના રોજ તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. નતાશા ‘ડીજે વાલે બાબૂ’થી ફેમસ થઈ હતી
નતાશા સ્ટેનકોવિકનો જન્મ 4 માર્ચ, 1992ના રોજ સર્બિયામાં થયો હતો. બોલિવૂડમાં તેની પ્રથમ ફિલ્મ ‘સત્યાગ્રહ’ હતી. આ સિવાય તે ‘બિગ બોસ-8’ અને ‘નચ બલિયે-9’માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબૂ’થી તેને વધુ લોકપ્રિયતા મળી હતી. હાર્દિક અને નતાશા એક નાઈટ ક્લબમાં મળ્યાં હતાં. અહીંથી જ બંને વચ્ચેની લવસ્ટોરી શરૂ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments