back to top
Homeગુજરાતપોલીસ શાંતિથી સૂતી હતી ને મર્ડર થઈ ગયું:બાપુનગરમાં ગુંડાઓએ બે યુવક પર...

પોલીસ શાંતિથી સૂતી હતી ને મર્ડર થઈ ગયું:બાપુનગરમાં ગુંડાઓએ બે યુવક પર છરીથી હુમલો કર્યો, કિન્નરોએ સૂતેલા પોલીસકર્મીઓ સાથે બબાલ કરી

DGPના કડક આદેશ વચ્ચે રાજ્યભરની પોલીસ તાબડતોડ ગુનેગારોની યાદી બનાવીને કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં પોલીસ માટે શરમજનક ઘટના બની હતી ત્યાં પાસેના જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક વખત પોલીસ માટે શરમજનક કિસ્સો સામે આવ્યો છે. રાત્રિ દરમિયાન કોઈ અઘટિત ઘટના બને નહીં એ માટે પોલીસ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હોય છે અને એમાં અત્યારે ખાસ DGPના કડક આદેશ બાદ પોલીસ વધારે ‘સક્રિય’ દેખાઈ રહી છે, પણ આ બધા વચ્ચે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં PCRમાં ફરજ પરના પોલીસકર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન મસ્ત મોજમાં ખાટલો ઢાળીને સૂતા હતા. એ દરમિયાન જ બાપુનગરમાં એક વિજય નામના યુવકનું મર્ડર થઈ ગયું. યુવકના મર્ડર બાદ તેના પરિચિત એવા કિન્નરોએ જ્યાં પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી અને વીડિયો બનાવી પોલીસની બેદરકારીને ઉજાગર કરી દીધી છે. હાલ આ મામલો સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. યુવકનું ઘટનાસ્થળે મોત
ગઈકાલે(23 માર્ચ) મોડીરાત્રે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. પાંચ માથાભારે તત્ત્વોએ બે યુવક પર છરી વડે હુમલો કર્યો, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા યુવકની હાલત નાજુક થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિજય-પ્રિયેશે ગાળો બોલવાની ના પાડતાં બબાલ થઈ હતી
બાપુનગરમાં કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે મોડીરાત્રે વિજય અને પ્રિયેશ નામના બે યુવકો બેઠા હતા. દરમિયાન પાંચ યુવકો ત્યાં આવ્યા હતા અને બંને મિત્રો પર હુમલો કરી દીધો હતો. એમાં વિજયનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે પ્રિયેશની હાલત નાજુક છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર મોડીરાત્રે બંને મિત્રો કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે બેઠા હતા ત્યારે પાંચેય શખસ બેફામ ગાળો બોલી રહ્યા હતા. વિજય અને પ્રિયેશે ગાળો બોલવાની ના પાડતાં મામલો બિચક્યો હતો. વિજય નરોડામાં રહે છે, બે દિવસ પહેલાં જ બાપુનગરમાં સંબંધીના ઘરે રહેવા આવ્યો હતો
જોતજોતાંમાં પાંચેય શખસે વિજય અને પ્રિયેશ પર હુમલો કરી દીધો હતો. એમાં વિજયનું મોત થયું હતું. વિજય નરોડામાં રહે છે અને બે દિવસ પહેલાં બાપુનગરમાં કોઈ સંબંધીના ઘરે રહેવા માટે આવ્યો હતો. જ્યારે પ્રિયેશ બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે. વિજયે ઠપકો આપતાં ઝઘડો થયો હતો
મોડીરાત્રે જયસિંહ અને તેના મિત્રો ગાળો બોલી રહ્યા હતા, જેમાં વિજયે ઠપકો આપ્યો હતો. વિજયે ઠપકો આપતાં જયસિંહ સહિતના લોકોએ બબાલ શરૂ કરી દીધી હતી અને એકાએક હુમલો કર્યો હતો. વિજયનું ઘટનાસ્થળે મોત થતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસ મોડીરાત્રે જ પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે અને હત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે તજવીજ શરૂ કરી છે. પ્રિયેશને માથામાં ઈજા થતાં 22 ટાંકા આવ્યા
પ્રિયેશને માથામાં ઈજા થતાં 22 ટાંકા આવ્યા છે અને તેની હાલત નાજુક છે. ઉલ્લેખનીય છે કે જયસિંહ પ્રિયેશના બનેવીને ગાળો ભાંડી રહ્યો હતો, જેને લઇને મામલો બિચક્યો હતો. જયસિંહે વિજયની છાતીમાં છરીનો ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી. જ્યારે પ્રિયેશ તેને બચાવવા વચ્ચે પડતાં માથામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. હત્યા મામલે 5 શખસની ધરપકડ
વિજયની હત્યાની જાણ થતાંની સાથે બાપુનગર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વિજયની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે, જ્યારે પ્રિયેશને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે, જ્યા તેની હાલત નાજુક છે. બાપુનગર પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વિજય હત્યાકેસમાં હર્ષદ સોલંકી, ભદ્રેશ ઉર્ફે બંટી સોલંકી, હિંમત ઉર્ફે પિન્ટુ, ગણપત સોલંકી અને જયસિંહની તાત્કાલિક ધરપકડ કરી લેવાઈ છે. પોલીસકર્મચારીઓ ખાટલામાં સૂતા હતા
આ દરમિયાન પોલીસની બે વાન તેમજ સ્ટાફ ઘટનાસ્થળે ફરજ બજાવી રહ્યો હતો. આખી રાત બંદોબસ્તની કામગીરી વચ્ચે તેઓ ખાટલો પાથરીને ઘટનાસ્થળે સૂઈ ગયા હતા. પોલીસકર્મચારીઓ સૂઈ રહ્યા હતા ત્યારે કિન્નરો તેમના મળતિયા સાથે આવી પહોચ્યા હતા અને બેફામ ગાળો બોલી માથાકૂટ કરી હતી. કિન્નરોએ પોલીસને બેફામ ગાળો બોલી વીડિયો પણ ઉતાર્યો હતો. વિજયના સમર્થનમાં કિન્નરોએ તેમના મળતિયાઓ સાથે હલ્લાબોલ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments