back to top
Homeભારતબેંગલુરુમાં પત્નીએ પતિની હત્યા કરી:ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી, બેભાન​​​​​​​ થઈ ગયા...

બેંગલુરુમાં પત્નીએ પતિની હત્યા કરી:ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી, બેભાન​​​​​​​ થઈ ગયા બાદ ગળું કાપી નાખ્યું​​​​​​​; યુવકની સાસુ પણ સામેલ, ધરપકડ

બેંગલુરુમાં 37 વર્ષીય રિયલ એસ્ટેટ કારોબારી લોકનાથ સિંહની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે બિલ્ડરની તેની પત્ની અને સાસુએ લગ્નેત્તર સંબંધોની શંકાના આધારે હત્યા કરી છે. આ ઘટના 22 માર્ચે પ્રકાશમાં આવી જ્યારે લોકનાથનો મૃતદેહ ચિક્કાબનવારાના એક નિર્જન વિસ્તારમાં એક કારમાંથી મળી આવ્યો હતો. ખાવામાં ઊંઘની ગોળીઓ નાખી હતી, બેભાન થઈ ગયા બાદ ગળું કાપી નાખ્યું પોલીસના જણાવ્યા અનુસાર, લોકનાથ સિંહની પત્ની અને સાસુ ઘણા સમયથી તેને મારી નાખવાનો પ્લાન ઘડી રહ્યા હતા. તક જોઈને, આરોપીએ પહેલા લોકનાથ સિંહને ઊંઘની ગોળીઓ ખવડાવીને બેભાન કરી દીધો, પછી તેને કારમાં એક નિર્જન જગ્યાએ લઈ ગયા અને છરી વડે તેનું ગળું કાપી નાખ્યું. ડરના કારણે તેઓ મૃતદેહને કારની અંદર છોડીને જ ભાગી ગયા હતા. ઉત્તર બેંગલુરુના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સૈદુલ અદાવતએ જણાવ્યું હતું કે, “22 માર્ચે સાંજે 5.30 વાગ્યે, અમને મૃતદેહ મળી આવવા અંગેની જાણ કરતો ફોન આવ્યો હતો. પોલીસે હત્યા કેસમાં લોકનાથની પત્ની અને સાસુની ધરપકડ કરી છે. બિલ્ડર તેના સાસરિયાઓને ધમકી આપી રહ્યો હતો લોકનાથ તેની પત્ની સાથે બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યો હતો, ત્યારબાદ ડિસેમ્બરમાં કુનિગલમાં તેમના લગ્ન થયા. જો કે, બંને વચ્ચે ઉંમરના તફાવતને કારણે તેના પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો હતો, પરંતુ બંને પક્ષોને લગ્ન કર્યા બાબતની જાણ નહોતી. જોકે, લગ્ન પછી તરત જ, લોકનાથ તેની પત્નીને તેના માતાપિતાના ઘરે છોડી ગયો. મહિલાના પરિવારને તેના લગ્ન વિશે બે અઠવાડિયા પહેલા જ ખબર પડી હતી. આ પછી, લોકનાથની પત્ની અને સાસરિયાઓને તેના અફેર અને ગેરકાયદેસર કામ-કાજ વિશે ખબર પડી. આ કારણે લોકનાથ અને તેની પત્ની વચ્ચે ઝઘડા વધવા લાગ્યા. બંનેએ છૂટાછેડા લેવાનું પણ વિચાર્યું, પરંતુ લોકનાથે તેના સાસરિયાઓને ધમકાવવાનું શરૂ કર્યું અને તેમને ગંભીર પરિણામોની ધમકી આપી. આ ઉપરાંત, લોકનાથ સિંહ પણ છેતરપિંડીના એક કેસમાં શંકાસ્પદ હતો. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. ———————– આ સમાચાર પણ વાંચો… મેરઠ હત્યાકાંડઃ સાહિલ નહીં, મુસ્કાન માસ્ટરમાઇન્ડ:સાહિલની મૃત માતાના નામે સ્નેપચેટ એકાઉન્ટ બનાવ્યું, મેસેજ કર્યો- ‘સૌરભને મારી નાખ’​​​​​​​ ‘જો તું સૌરભને મારી નાખીશ તો તારી માતાના આત્માને શાંતિ મળશે.’ ‘જો તારે નવું અને સારું જીવન શરૂ કરવું હોય તો તારે મુસ્કાન સાથે લગ્ન કરવા પડશે.’ ‘મારી છેલ્લી ઈચ્છા છે કે તું મુસ્કાન સાથે લગ્ન કરી લે તો જ મને શાંતિ મળશે.’ આ ત્રણેય મેસેજ મુસ્કાનના છે, જે તેણે સાહિલને મોકલ્યા હતા. મેરઠ પોલીસે મુસ્કાનના સ્નેપચેટ એકાઉન્ટમાંથી 136 મેસેજ મળ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુસ્કાને સાહિલની માતા અને બહેનના નામે ખોટાં એકાઉન્ટ બનાવ્યાં હતાં. તે આ એકાઉન્ટથી વારંવાર સાહિલને મેસેજ કરતી હતી. તે જાણતી હતી કે સાહિલ એક કર્મકાંડી છે. સાહિલે મુસ્કાનને એમ પણ કહ્યું હતું કે તે તેની માતાના આત્મા સાથે વાતચીત કરે છે. આનો ફાયદો ઉઠાવીને તે સાહિલને તેની માતાના નામના ખોટા એકાઉન્ટ પરથી મેસેજ કરતી હતી. સંપુર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments