‘ભાભીજી ઘર પર હૈ’ના એક્ટર આસિફ શેખની તબિયત અચાનક લથડી હતી, જેના કારણે તેને શોનું શૂટિંગ છોડી મુંબઈ પાછા ફરવું પડ્યું. એક્ટરે કહ્યું છે કે- ડોક્ટરે તેને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે. ઉપરાંત એક્ટર થોડા દિવસો સુધી શો માટે શૂટિંગ કરી શકશે નહીં. પોતાની બગડતી તબિયત અંગે આસિફ શેખે કહ્યું- હું દેહરાદૂનમાં ‘ભાભીજી ઘર પર હૈ’નું શૂટિંગ કરી રહ્યો હતો. અચાનક મારા પગ સુન્ન થવા લાગ્યા, અને પછી સાયટિકાના દુખાવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. મને વ્હીલચેર પર મુંબઈ લાવવામાં આવ્યો હતો અને હવે ડોક્ટરોએ મને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે. 18 માર્ચે મને મુંબઈ લાવવામાં આવ્યો, ત્યારથી હું આરામ કરી રહ્યો છું અને મારી સારવાર ચાલુ છે. મને લાગે છે કે હજુ એક અઠવાડિયા સુધી આરામ કરવો પડશે, આશા છે કે હું ટૂંક સમયમાં કેમેરા સામે પાછો ફરીશ. ‘ભાભીજી…’ શોના લેખકનું 23 માર્ચે અવસાન થયું હતું
ફેમસ શો ‘ભાભીજી ઘર પર હૈં’ના લેખક મનોજ સંતોષીનું 23 માર્ચે અવસાન થયું. તેમણે જીજાજી છત પર હૈં, હપ્પુ કી ઉલ્ટન પલટન વગેરે જેવા ઘણા શો લખ્યા છે. તેમનું હૈદરાબાદમાં અવસાન થયું. તેમને લીવર સંબંધિત સમસ્યાઓ હતી જેના માટે તેઓ સારવાર હેઠળ હતા. તેમના અંતિમ સંસ્કાર 24 માર્ચે બુલંદશહેરમાં થયા હતા. આસિફ શેખ ‘ભાભીજી ઘર પર હૈં’ શોમાં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે આ શોમાં અત્યાર સુધીમાં 400થી વધુ પાત્રો ભજવ્યા છે. આટલા બધા પાત્રો ભજવીને, એક્ટરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આસિફે 1985ના ટીવી શો ‘હમ લોગથી’ પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. આસિફે પોતાના 40 વર્ષના અભિનય કરિયરમાં લગભગ 130 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં કરણ અર્જુન, યસ બોસ, બાલ બ્રહ્મચારી, પ્યાર કિયા તો ડરના ક્યાનો સમાવેશ થાય છે.