01 અહીંયા પેટ્રોલ પંપ છે. ત્યાંના સીસીટીવીમાંથી એક કેમેરો હાઈ-વે પર છે. આ કેમેરાના પોણી કલાકના ફૂટેજ ભાસ્કર પાસે છે. જે વાહન રોંગસાઈડમાં ઓવરબ્રિજ પર આવ્યું તે આ કેમેરામાં દેખાતું નથી. તેનો સ્પષ્ટ મતલબ એવો થાય કે, જે બાઈક સહિતના વાહન પોણા બે કિલોમિટરના ઓવરબ્રિજ પર રોંગ સાઈડમાં આવ્યું તે ક્રિષ્ના વોટર પાર્ક પાસેના ખાંચામાંથી બ્રિજ પર ચડીને એમ્બ્યુલન્સ જ્યાં ઊભી હતી ત્યાં સુધી રોંગસાઈડમાં આવ્યું હતું. 02 રાજકોટથી અમદાવાદ તરફ જતાં ઓવરબ્રિજ પર પહેલો ખાંચો એટલે કે, સર્વિસ રોડ પર ઉતરવાની જગ્યા ક્રિષ્ના વોટર પાર્કની સામે છે. આ જગ્યા પહેલા રાજકોટ તરફ અંદાજે 400 મિટરે રાજકુમાર જાટનો અકસ્માત થયો હતો. 03 આ રામધામ આશ્રમમાંથી રાજકુમાર જાટ 4થી માર્ચે વહેલી સવારે 2:20 કલાકે બહાર નીકળીને ડિવાઈડર ક્રોસ કર્યા બાદ સામેના રાજકોટથી અમદાવાદ તરફ જતાં રોડ પર ગયો હતો અને ઓવબ્રિજ પર ચાલવા લાગ્યો હતો અને અંદાજે 500 મિટર દૂર તેનો પોલીસના કહેવા મુજબ અકસ્માત થયો હતો. ત્રણેય મુદ્દાનું અવલોકન
આ તસવીરમાં દેખાતો રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈ-વે છે જે તરઘડિયા ગામના પાટિયાથી શરૂ કરીને પોણા બે કિલોમિટર સુધીનો લાંબો ઓવરબ્રિજ છે. તેમાં રાજકોટથી અમદાવાદ જતી વેળાએ સિક્સલેન પર ક્યાંયથી પણ વળાંક વળી શકાય તેવી જગ્યા નથી. એક ક્રિષ્ના વોટર પાર્ક પાસે અને બીજી પેટ્રોલ પંપ પાસે. દિવ્ય ભાસ્કરે બે એસયુવી સહિત ત્રણ વાહનમાં આવેલા લોકો પર શંકા દર્શાવી છે.ભાસ્કર પાસે જે પેટ્રોલપંપના પોણી કલાકના સીસીટીવી ફૂટેજ છે તેમાં એકપણ વાહન રોંગ સાઈડમાં આવતું દેખાતું નથી. તેનો મતલબ એવો થાય છે કે, વાહન ચાલક ક્રિષ્ના વોટર પાર્ક પાસે મધરાતે ઊભો હશે અને એમ્બ્યુલન્સ આવી તેની 3જી મિનિટે ક્રિષ્નાપાર્ક સામે સર્વિસ રોડ પર થઈને રાજકોટથી ચોટિલા તરફ જઈ રહેલી એમ્બ્યુલન્સની સામે આવીને વાહન ઊભુ રાખી દીધું હતું. આ વાહન ચાલક જો મદદ કરવાની ભાવનાથી જ ભલે રોંગ સાઈડમાં આવ્યો હોય પણ પછી તે ક્યાં ગાયબ થઈ ગયો? તે તપાસનો વિષય છે. બાઈક પણ રોંગ સાઈડમાં જ આવ્યું હતું અને આ બાઈક પણ ભાસ્કર પાસે જે પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ છે તેમાં રોંગ સાઈડમાં આવતું ક્યાંય દેખાતું નથી. એટલે તેનો એવો મતલબ થાય કે, બન્ને વાહન કણસતી હાલતમાં રહેલા રાજકુમારને એમ્બ્યુલન્સ લઈ ગઈ ત્યારબાદ ફરી ક્રિષ્ના પાર્ક પાસેના જ ખાંચામાંથી સર્વિસ રોડ પર થઈ અને ત્યાંથી ગામડાંના રસ્તે અથવા તો અન્ય કોઈ દિશામાં ચાલ્યા ગયા હશે.એમ્બ્યુલન્સની પાછળથી જે એસયુવી જેવું વાહન આવ્યું તે પણ એમ્બ્યુલન્સની પાછળ ક્રિષ્ના પાર્કવાળા ખાંચામાંથી થઈને રાજકોટ તરફ અથવા તો ગામડાંના રસ્તે ભાગી છૂટ્યું હશે.