back to top
Homeગુજરાતવીડિયો ગેમની અસર:વિદ્યાર્થીએ બ્લેડના ઘા માટે 10 ઑફર કરતા, 40 વિદ્યાર્થીએ હાથે...

વીડિયો ગેમની અસર:વિદ્યાર્થીએ બ્લેડના ઘા માટે 10 ઑફર કરતા, 40 વિદ્યાર્થીએ હાથે કાપા માર્યા

ખતરનાક ટાસ્ક આપતી વીડિયો ગેમ માસૂમ ભૂલકાઓના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમુનો બગસરાના મોટા મુંજીયાસરની પ્રાથમિક શાળામા સામે આવ્યો છે. જયાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સીલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે.
મોટા મુંજીયાસરની શાળામાં 300 છાત્રો અભ્યાસ કરે છે અને આસપાસના ગામોમાથી પણ અહી છાત્રો આવે છે. ધોરણ 7મા ભણતો એક છાત્ર બગસરાથી આવે છે. જેણે વિડીયો ગેમમાથી પ્રેરણા લઇ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તમને 10 રૂપિયા આપુ અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. જેના પગલે માસુમ ભુલકાઓ પેન્સીલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર ચરકા કરવા લાગ્યા હતા. બાદમા તેમા ધોરણ 5ના છાત્રો પણ જોડાયા હતા. અને જોતજોતામા શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક ચરકા કરી ખુદને ઘાયલ કરી લીધા હતા. શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચતા તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સુચના આપી હતી કે ઘરે કોઇને વાત કરતા નહી. જેને પગલે માસુમ છાત્રોએ પરિવારને જાણ કરી ન હતી. જે કોઇ વાલીએ પુછપરછ કરી તેમને રમતા રમતા વાગી ગયુ છે તેવો જવાબ મળ્યો છે. પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટનાની વાત પહોંચતા સ્કુલમા જઇ પુછપરછ કરાઇ હતી. મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સીપાલ દ્વારા વાલી મિટીંગ પણ બોલાવવામા આવી હતી અને છાત્રો પાસે અમારી ભુલ થઇ ગઇ, હવે આવુ નહી કરીએ એવુ લખાણ લેવાયુ હતુ. જો કે ગામના સરપંચ જયસુખભાઇ ખેતાણી ઉપરાંત રસીકભાઇ ઉકાભાઇ રાઠોડ, શૈલેષભાઇ ચંદુભાઇ સતાસીયા, મયુર પરમાર, રહેમ પરમાર, મનુભાઇ રાઠોડ, એન.એન.રાઠોડ, ડી.એમ.ચૌહાણ વિગેરેએ આજે બગસરા પોલીસ મથકે દોડી જઇ બાળકોના હાથ પર બ્લેડથી થયેલા હુમલા અંગે ઉંડી તપાસની માંગણી કરી હતી. ઘાયલ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7મા અભ્યાસ કરી રહ્યાં છે. શાળા સંચાલકોએ જવાબદારી પરથી હાથ ખંખેરવા ઉપરાંત હવેથી બાળકોની તમામ જવાબદારી વાલીની રહેશે તેવુ લખાણ લેવા પણ પ્રયાસ કર્યો હતો. માસુમ છાત્રોના હાથમા મોબાઇલ કેટલો જોખમી બની રહ્યો છે તેના આ ગંભીર ઉદાહરણથી વાલીઓ ચિંતિત છે. આવતીકાલે સવારે શાળામાં તપાસ કરીશું- પીઆઇ
બગસરાના પીએસઆઇ સાળુંકેએ જણાવ્યું હતુ કે મોડી સાંજે વાલી અને સરપંચ દ્વારા તેમને આ ઘટનાની અરજી આપવામા આવી છે. આવતીકાલે શાળા ખુલવાના સમયે જ તપાસ કરીશું. શાળા સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરો- સરપંચ
મોટા મુંજીયાસરના સરપંચ જયસુખ ખેતાણીએ પોલીસને અરજી આપી આ પ્રકરણમા શાળાના જવાબદારોની ઘોર બેદરકારી સામે આવી હોય આ ગુનાહિત બેદરકારી માટે કાર્યવાહીની માગ કરી હતી. નવડાવતી વખતે માતાએ પૂછ્યું આ શું થયું ? તો કહ્યું વાગી ગયુ છે
ગામના રસીકભાઇ રાઠોડ કહે છે..ઘટના આઠ દિવસ પહેલાની છે. એક બાળકની માતા તેને નવડાવી રહી હતી ત્યારે પૂછ્યું પણ હતું કે હાથ પર શું થયું છે ? ત્યારે શિક્ષકના ડરથી ઘટના છુપાવી છાત્રએ થોડું વાગી ગયુ છે તેવો જવાબ આપ્યો હતો.
બાળકોએ રમતા-રમતા કાપા માર્યા છે- શાળાના પ્રિન્સીપાલનો દાવો
મોટા મુંજીયાસર પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષાબેન મકવાણાએ જણાવ્યું હતુ કે કોઇ વિડીયો ગેમના આધારે રમત રમી બાળકોએ જાતે હાથ પર કાપા માર્યા હતા. અમને જાણ થતા બીજા દિવસે વાલી મિટીંગ બોલાવી સમજાવટ કરી હતી. બાળકોના શરીરે સામાન્ય ઘા હતા. બાળકને ધનુરના ઇંજેકશન ન અપાયા… આ ઘટનામાં તમામ છાત્રોએ માત્ર એક જ શાર્પનરથી પોતાને ઇજા પહોંચાડી હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે જે તપાસનો વિષય છે. ઉપરાંત આ ઘટના બાદ એકપણ બાળકને ધનુર ઇન્જેક્શન આપવાની તસ્દી લેવાઈ નહોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments