‘એ પાગલ ઔરત’- ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આ ડાયલોગ ખૂબ જ ફેમસ થયો હતો. પણ શું તમને ખબર છે કે આ ડાયલોગ સ્ક્રિપ્ટમાં નહોતો? દિલીપ જોશીએ પોતે સેટ પર ઇમ્પ્રવાઇઝ કર્યો હતો અને પછી તે એટલો બધો ફેમસ થઈ ગયો કે દરેક મીમ્સ પેજ (એક પ્રકારનું ફની કન્ટેન્ટ અપલોડ કરે છે) પર દેખાવા લાગ્યો. પરંતુ પાછળથી, આ ડાયલોગને લઈ વિવાદ થવા લાગ્યો અને તેને શોમાંથી દૂર કરવામાં આવ્યો. આવું પહેલી વાર નથી બન્યું કે કોઈ ડાયલોગને શોમાંથી હટાવો પડ્યો હોય. ઘણી વખત, ટીવી શોમાં ડાયલોગ અને સીન વિવાદ પેદા કરે છે, જેના કારણે નિર્માતાઓને તેમને બદલવા અથવા દૂર કરવા પડે છે. ચાલો આવા જ કેટલાક કિસ્સાઓ વિશે જાણીએ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી ‘એ પાગલ ઔરત’ ડાયલોગ કેમ હટાવવામાં આવ્યો?
તાજેતરમાં એક પોડકાસ્ટમાં કોમેડિયને સૌરભ પંત સાથે વાત કરતી વખતે, દિલીપ જોશીએ કહ્યું- ‘મેં આ ડાયલોગને ઇમ્પ્રવાઇઝ કર્યો હતો. સીન દરમિયાન અચાનક મારા મોંમાંથી એ નીકળી ગયું. જ્યારે તે ટીવી પર આવ્યું ત્યારે લોકોને તે ખૂબ ગમ્યું. આ જેઠાલાલ અને દયાબેન વચ્ચેની મસ્તીનો એક ભાગ હતું. પરંતુ કેટલાક મહિલા સંગઠનોએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે તે ખોટો મેસેજ આપે છે. આ પછી શોના નિર્માતાઓએ તેને દૂર કરી દીધું. દિલીપ જોશીએ કહ્યું- મને પણ આ બાબતે ધ્યાન રાખવાની વોર્નિંગ આપવામાં આવી. પછી મેં આ પ્રકારની બાબતો બોલવાનું બંધ કરી કરી દીધું. ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ના સીન પર વિવાદ
2004માં, ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ના એક સીનને લઈને હોબાળો થયો હતો. આમાં, અંશ (આકાશદીપ સાયગલ) નંદિની (ગૌરી પ્રધાન) ના પાત્ર સાથે જબરદસ્તી કરે છે. મહિલા આયોગે આનો વાંધો ઉઠાવ્યો અને એકતા કપૂરને સમન્સ મોકલ્યું. વિવાદ વધ્યા પછી, નિર્માતાઓએ આ સીન દૂર કરવું પડ્યું અને ભવિષ્યમાં આવા સીન બતાવવામાં વધુ કાળજી લેવી પડી. ‘ધ કપિલ શર્મા શો’માં નર્સોની છબી પર વિવાદ
2016માં, ‘ધ કપિલ શર્મા શો’ પર નર્સોને ખરાબ રીતે દેખાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અમૃતસરની અનેક મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફે આ શોનો વિરોધ કર્યો. તેણે કહ્યું કે- શોમાં નર્સિંગ પ્રોફેશનની મજાક ઉડાવવામાં આવી રહી છે અને નર્સોને ગ્લેમરસ રીતે દેખાડવામાં આવી રહી છે, જે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. જેમ જેમ વિરોધ વધતો ગયો, ઘણા નર્સિંગ સંગઠનોએ નિર્માતાઓને આવો કન્ટેન્ટ બંધ કરવા કહ્યું. જ્યારે મામલો વધુ વકર્યો ત્યારે કપિલ શર્માએ સ્પષ્ટતા આપવી પડી. ‘ઇશ્ક સુભાન અલ્લાહ’માં ટ્રિપલ તલાકના સીન પર વિવાદ
2018માં આવેલા શો ‘ઇશ્ક સુભાન અલ્લાહ’ની સ્ટોરી ટ્રિપલ તલાક પર આધારિત હતી. શોમાં કેટલાક સીન એવા હતા જેનો મુસ્લિમ સંગઠનોએ વિરોધ કર્યો હતો. વધતા વિવાદ વચ્ચે નિર્માતાઓએ સ્પષ્ટતા આપવી પડી અને કેટલાક ફેરફારો પણ કરવા પડ્યા જેથી કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે. ‘પહેરેદાર પિયા કી’ – 9 વર્ષના બાળકના લગ્ન મામલે હોબાળો
ટીવી શો ‘પહરેદાર પિયા કી’ માં, 18 વર્ષની મહિલા અને 9 વર્ષના છોકરાના લગ્ન બતાવવામાં આવ્યા હતા. પ્રેક્ષકોને આ સ્ટોરી ખોટી લાગી. લોકોએ સરકારને તેના પર પ્રતિબંધ મૂકવાની માગ કરી. આ પછી, બ્રોડકાસ્ટિંગ કન્ટેન્ટ કમ્પ્લેઇન્ટ્સ કાઉન્સિલ (BCCC) એ શોનો સમય બદલવા અને ડિસ્ક્લેમર આપવાનો આદેશ આપ્યો. પરંતુ વિરોધ વધતાં, સોની ટીવીએ 28 ઓગસ્ટ 2017ના રોજ શો બંધ કરી દીધો. ટીવી શોમાંથી ડાયલોગ અને સીન કેમ દૂર કરવામાં આવે છે?
લાખો લોકો ટીવી જુએ છે, પણ દરેકના વિચાર અલગ હોય છે. નિર્માતાઓને જે સીન અને ડાયલોગ યોગ્ય લાગે છે તે ક્યારેક દર્શકો કે કોઈ ચોક્કસ સમુદાયને ખોટા લાગે છે. ક્યારેક કોઈ ડાયલોગ પર કોઈની મજાક ઉડાવવાનો આરોપ મૂકવામાં આવે છે, તો ક્યારેક કોઈ સીન ધાર્મિક કે સામાજિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે તેવું કહેવાય છે. જ્યારે વિરોધ વધે છે, ત્યારે નિર્માતાઓએ સ્પષ્ટતા આપવી પડે છે અને કન્ટેન્ટમાં ફેરફાર કરવો પડે છે અથવા હટાવો પડે છે.