back to top
HomeભારતUPની વધુ એક મુસ્કાન, હત્યાની માસ્ટરમાઈન્ડ પ્રગતિ જ નીકળી:લગ્નના 15મા દિવસે જ...

UPની વધુ એક મુસ્કાન, હત્યાની માસ્ટરમાઈન્ડ પ્રગતિ જ નીકળી:લગ્નના 15મા દિવસે જ પતિને પતાવી દીધો, પ્રેમી સાથે મળીને ઘડ્યો પ્લાન; પતિના મોત બાદ પ્રેમી સાથે રહેવુ હતું

યુપીના ઔરૈયામાં, લગ્નના 15મા દિવસે જ પત્નીને તેના પતિની હત્યા કરાવી દીધી. તેણે તેના પ્રેમી સાથે મળીને શૂટરને સોપારી આપી હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પત્નીએ લગ્નમાં મળેલા પૈસા અને ઘરેણાં વેચી દીધા હતા અને શૂટરને 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. પોલીસે સોમવારે (24 માર્ચ) આ હત્યા કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે આરોપી પત્ની પ્રગતિ યાદવ, તેના પ્રેમી અનુરાગ યાદવ અને કોન્ટ્રાક્ટ કિલર રામજી નાગરની ધરપકડ કરીને જેલમાં ધકેલ્યા છે. એસપી અભિજીત આર શંકરે જણાવ્યું હતું કે દુલ્હને લગ્ન પહેલા જ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. પૂછપરછ દરમિયાન, તેણે જણાવ્યું કે તેના પરિવારના સભ્યોએ દબાણ કરીને તેની મરજી વિરુદ્ધ દિલીપ સાથે લગ્ન કરવ્યા હતા. પ્રગતિનો પ્લાન એવો હતો કે વિધવા થયા પછી તે તેના પતિની કરોડોની મિલકત પર કબજો કરશે અને તેના પ્રેમી સાથે રહેશે. પહેલા 19 માર્ચની ઘટના વિશે જાણો…
ઔરૈયાના દિબિયાપુરના રહેવાસી દિલીપ (21) એ 5 માર્ચે ફફુંદની રહેવાસી પ્રગતિ સાથે લગ્ન કર્યા હતા. દિલીપનો પરિવાર એક વેપારી પરિવાર છે. પરિવાર પાસે 20થી વધુ હાઇડ્રા મશીનો અને ક્રેન છે. 19 માર્ચે, દિલીપ કોઈ કામ પૂરું કરવા માટે હાઇડ્રા લઈને કન્નૌજના ઉમરદ નજીક શાહ નગર ગયો હતો. દિલીપ તે દિવસે કામ પરથી પાછો ફરી રહ્યો હતો. બપોરે લગભગ 1.30 વાગ્યે, તેણે તેના મોટા ભાઈ સંદીપને ફોન પર ઘરે પાછા ફરવાની જાણ કરી. દિલીપ સહારા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક એક હોટલમાં રોકાયો હતો. જ્યાં બાઇક પર આવેલા કેટલાક યુવાનો તેને મળ્યા. હાઈડ્રાની મદદથી ખાડામાં ફસાયેલી કારને બહાર કાઢવાના બહાને યુવક દિલીપને પોતાની સાથે લઈ ગયા હતા. આ પછી, હોટલથી 7 કિમી દૂર પાલિયા ગામ પાસે દિલીપ લોહીથી લથપથ હાલતમાં ગંભીર હાલતમાં મળી આવ્યો. ગામલોકો તેને હોસ્પિટલ લઈ ગયા. બે દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમ્યા બાદ, દિલીપનું 21 માર્ચે મોત થયું હતું. પરિવારે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. અંતિમ સંસ્કાર મૈનપુરીના ભોગાવમાં કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ દરમિયાન, દિલીપના શરીર પર નવ ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા, જે કોઈ તીક્ષ્ણ હથિયારથી થયા હતા. તેને 315 બોરની પિસ્તોલથી માથાના પાછળના ભાગમાં ગોળી મારવામાં આવી હતી. પત્ની 5 દિવસ સાસરિયામાં રહી, હોળી પર પિયર ગઈ અને પછી પતિના મૃત્યુ પછી ઘરે પરત આવી
લગ્ન પછી, 6 માર્ચની સવારે, પ્રગતિ વિદાય લઈને તેના સાસરિયાના ઘરે આવી. 10 માર્ચે, તે હોળી ઉજવવા માટે ફફુંદ ખાતે તેના પિયરમાં ગઈ હતી. 21 માર્ચે તેના પતિના મૃત્યુ પછી તે તેના સાસરિયાના ઘરે આવી હતી. આ પછી તે તેના સાસરિયાના ઘરે રહેતી હતી. આ દરમિયાન, સાસરિયાઓને સહેજ પણ શંકા ન હતી કે પ્રગતિએ જ પતિની હત્યા કરાવી છે. પતિનું લોકેશન વોટ્સએપ પર પ્રેમીને મોકલ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાનું આખું કાવતરું વોટ્સએપ કોલ્સ અને વીડિયો કોલ્સ દ્વારા ઘડવામાં આવ્યું હતું. પ્રગતિએ દિલીપનું લોકેશન જણાવવા માટે પ્રેમી અનુરાગને વોટ્સએપ કર્યો. અનુરાગે વોટ્સએપ દ્વારા પણ શૂટર્સનો સંપર્ક કર્યો હતો. જ્યારે પ્રગતિ હોળીના દિવસે તેના પિયરમાં માતાપિતાના ઘરે પહોંચી, ત્યારે તેણે અનુરાગ સાથે મળીને તેના પતિને મારી નાખવા સોપારી આપવાનો પ્લાન ઘડ્યો. અનુરાગ સીધી હત્યા કરવા માંગતો ન હતો. તેથી તેણે શૂટરને શોધવાનું શરૂ કર્યું. એક પરિચિતની મદદથી, 12 માર્ચે, તેની મુલાકાત ગેંગસ્ટર એક્ટ હેઠળ જેલમાંથી છુટેલો રામજી નાગર ઉર્ફે ચૌધરી સાથે થઈ. શૂટર સાથે દિલીપની હત્યાનો સોદો બે લાખ રૂપિયામાં નક્કી થયો હતો. રામજી સામે પહેલેથી જ 10 કેસ નોંધાયેલા છે. તેને પૈસાની જરૂર હતી, તેથી તેણે 2 લાખ રૂપિયામાં સોપારી લીધી. પતિ કરોડપતિ કારોબારી હતો, પ્રેમી ટ્રેક્ટર ચલાવતો હતો પોલીસે જણાવ્યું કે 17 માર્ચે પ્રગતિ અને તેના પ્રેમી અનુરાગ એક હોટલમાં મળ્યા હતા. પોલીસને તે દિવસના અનુરાગના મોબાઈલમાંથી બંનેના વીડિયો અને ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. અનુરાગનું ઘર ફફુદ શહેરમાં પ્રગતિના ઘરથી 500 મીટર દૂર છે. પોલીસે જણાવ્યું કે અનુરાગ ટ્રેક્ટર ડ્રાઈવર છે. જ્યારે પ્રગતિના પતિ દિલીપ કરોડપતિ કારોબારી હતા. પરિવાર પાસે 12 હાઇડ્રા અને 10 ક્રેન છે. દિલીપના પરિવારનો આખા વિસ્તારમાં ક્રેન અને હાઇડ્રાનો વ્યવસાય હતો. હવે પોલીસનો ખુલાસો વાંચો… શ્રીમંત બનવા માટે, જીજાના ભાઈ સાથે લગ્ન કર્યા
એસપી અભિજીત આર શંકરે જણાવ્યું- પ્રગતિની બહેન પારુલના લગ્ન મૈનપુરીના રહેવાસી સંદીપ સાથે થયા હતા. પારુલ એક વેપારી પરિવારમાં લગ્ન કરીને ખૂબ ખુશ હતી. તેથી, પરિવારે સંદીપના ભાઈ દિલીપ સાથે નાની પુત્રી પ્રગતિના લગ્ન પણ નક્કી કર્યા. પ્રગતિ અને અનુરાગનો 4 વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. જ્યારે અનુરાગને ખબર પડી કે લગ્ન નક્કી થઈ ગયા છે, ત્યારે તેણે વિરોધ કર્યો. પણ પ્રગતિએ ખાતરી આપી કે લગ્ન પછી તે દિલીપને મારી નાખશે અને તેની બધી મિલકત પોતાના નામે થઈ જશે. પોલીસ પત્ની સુધી કેવી રીતે પહોંચી? એસપીએ જણાવ્યું હતું કે પોલીસે દિલીપ જ્યાં ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો તે 7 કિમી વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. એક ફૂટેજમાં દિલીપ કેટલાક યુવાનો સાથે બાઇક પર જતો દેખાયો હતો. ફૂટેજ પરથી પોલીસ પહેલા દિલીપ અને પછી શૂટર રામજી સુધી પહોંચી. જ્યારે શૂટરની પૂછપરછ કરવામાં આવી ત્યારે હત્યાની માસ્ટરમાઈન્ડ પ્રગતિ હોવાનું સામે આવ્યું. જ્યારે પોલીસે પ્રગતિને તેના સાસરિયાના ઘરેથી કસ્ટડીમાં લીધી અને પૂછપરછ કરી, ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. મારા ભાઈનો શું વાંક હતો કે તેને મારી નાખવામાં આવ્યો? દિલીપની હત્યામાં પત્ની પ્રગતિનું નામ આવ્યા બાદ ભાઈ સંદીપે કહ્યું – અમે વિચાર્યું કે જો અમે તેના લગ્ન સાળી સાથે કરાવી દઈએ તો કોઈ સમસ્યા નહીં રહે. મેં તેની સંમતિથી લગ્ન કરાવ્યા, પણ તેણે મારા ભાઈને મારી નાખ્યો. મેરઠ હત્યા કેસ સંબંધિત આ સમાચાર પણ વાંચો… મેરઠ હત્યાકાંડઃ સાહિલ નહીં, મુસ્કાન માસ્ટરમાઇન્ડ:સાહિલની મૃત માતાના નામે સ્નેપચેટ એકાઉન્ટ બનાવ્યું, મેસેજ કર્યો- ‘સૌરભને મારી નાખ’ ‘જો તું સૌરભને મારી નાખીશ તો તારી માતાના આત્માને શાંતિ મળશે.’ ‘જો તારે નવું અને સારું જીવન શરૂ કરવું હોય તો તારે મુસ્કાન સાથે લગ્ન કરવા પડશે.’ ‘મારી છેલ્લી ઈચ્છા છે કે તું મુસ્કાન સાથે લગ્ન કરી લે તો જ મને શાંતિ મળશે.’ આ ત્રણેય મેસેજ મુસ્કાનના છે, જે તેણે સાહિલને મોકલ્યા હતા. મેરઠ પોલીસે મુસ્કાનના સ્નેપચેટ એકાઉન્ટમાંથી 136 મેસેજ મળ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુસ્કાને સાહિલની માતા અને બહેનના નામે ખોટાં એકાઉન્ટ બનાવ્યાં હતાં. તે આ એકાઉન્ટથી વારંવાર સાહિલને મેસેજ કરતી હતી. તે જાણતી હતી કે સાહિલ એક કર્મકાંડી છે. સાહિલે મુસ્કાનને એમ પણ કહ્યું હતું કે તે તેની માતાના આત્મા સાથે વાતચીત કરે છે. આનો ફાયદો ઉઠાવીને તે સાહિલને તેની માતાના નામના ખોટા એકાઉન્ટ પરથી મેસેજ કરતી હતી. સંપુર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments