અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લી., કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે. આ કામકાજ અંતર્ગત કેડીલા બ્રિજની ઉપરના ભાગે પીલરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી તા.6-4-2025થી તા.30-5-2025 સુધી ફક્ત રાત્રીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. સદરહું કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે. વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ વૈકલ્પિક માર્ગ કેડીલા બ્રિજ ઉપર આવેલ ત્રણ રસ્તા પૈકી મધ્ય ભાગમાં આવેલા BRTS રોડ 45 દિવસ માટે બંને છેડાથી બંધ કરવામાં આવશે.