સાઉથ એક્ટર અને ફેમસ ફિલ્મ ડિરેક્ટર ભારતીરાજાના પુત્ર અને એક્ટર-ડિરેક્ટર મનોજ ભારતીરાજાનું 48 વર્ષની નાની વયે નિધન થયું છે. મંગળવારે સાંજે ચેન્નાઈમાં મનોજ ભારતીરાજાનું હાર્ટ એટેકથી અવસાન થયું. થોડા દિવસ પહેલા તેમનું હાર્ટનું ઓપરેશન થયું હતું. આ સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. મનોજ ભારતીરાજાનું 48 વર્ષની નાની વયે અવસાન
મનોજ ભારતીરાજાના અવસાનની ખબર સાઉથ એક્ટર્સ એસોસિએશન નદીગર સંગમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી હતી. મનોજ ભારતીરાજાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ભારતીરાજાની ‘તાજમહેલ’ થી કરી હતી જેમાં તેઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિત ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે એક્ટર મનોજ ભારતીરાજાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. CMએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી લખ્યું- મનોજ ભારતીરાજાએ તેમના પિતા દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ‘તાજમહેલ’થી પોતાનું નામ બનાવ્યું. આ પછી તેમણે સમુતિરામ, અલી અર્જુન, વરુષમેલમ વસંતમ જેવી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી. આ ઉપરાંત તેમણે ઘણી ફિલ્મોનું ડિરેક્શન પણ કર્યું. હું ભારતીરાજા અને તેમના પરિવારના સભ્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેમના મિત્રો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તામિલ મનીલા કોંગ્રેસના પ્રમુખ જી.કે. વાસન અને તમિલનાડુ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈએ પણ એક્ટરના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. સેલેબ્સે પણ દુઃખ વ્યક્ત કર્યું
આ દરમિયાન, એક્ટ્રેસ ખુશ્બુ સુંદરે કહ્યું, મનોજ હવે આપણી વચ્ચે નથી તે સાંભળીને દુઃખ થયું. આટલી નાની ઉંમરે તેમણે આ દુનિયા છોડી દીધી તે દુઃખદ છે. ભગવાન તેમના પિતા થિરુ ભારતીરાજા અને તેમના પરિવારને શક્તિ આપે. મનોજ, અમને તમારી યાદ આવશે. એક્ટર ત્યાગરાજને પણ મનોજના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેણે કહ્યું, ‘હું મનોજને બાળપણથી જાણતો હતો. મેં તેને ખૂબ જ નાની ઉંમરથી જોયો છે. તે પોતાના પિતાનો ખૂબ આદર કરતો હતો. 1999માં એક્ટિંગ શરૂ કરી હતી
મનોજ ભારતીરાજાએ 1999માં તેમના પિતા દ્વારા ડિરેક્ટર તમિલ ફિલ્મ ‘તાજમહેલ’થી એક્ટિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તેમણે ‘ઇરા નીલમ’ અને ‘વરુષમેલ્લામ વસંતમ’ સહિત ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી. વર્ષ 2023માં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું
વર્ષ 202 માં, મનોજે રોમેન્ટિક ડ્રામા માર્ગાઝી થિંગલથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. તે છેલ્લે 2024માં પ્રાઇમ વીડિયોના ‘સ્નેક્સ એન્ડ લેડર્સ’ માં જોવા મળ્યા હતા.