ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અને દેશભરમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ હવે સંગઠનમાં નવસર્જન કરવા માગે છે. આ નવસર્જન માટે હવે ગુજરાત કોંગ્રેસ સંગઠનને મુજબૂત કરવાની દિશામાં આગળ ધપી રહી છે, ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ દેશભરના 700 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે 3 દિવસની બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એક નવું સંગઠનાત્મક માળખું અમલમાં મૂકવાનો છે જે પાયાના સ્તરે પાર્ટીને મજબૂત બનાવશે. આગામી 3 એપ્રિલનાં રોજ ગુજરાત કોંગ્રેસના 33 જિલ્લા પ્રમુખ અને 10 શહેર પ્રમુખ દિલ્હી ખાતે યોજાનારી મિટિંગમાં ભાગ લેશે. આ મિટિંગમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સામેલ થશે.