રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ” મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS)-2025 29 માર્ચ 2025ના શનિવારના રોજ રાજયના તમામ જિલ્લાઓના પરીક્ષા કેન્દ્રો 2553 પર યોજવાનું આયોજન કરવામાં આવેલ હતું.પરીક્ષાના મેરીટના આધારે કુલ-74 આર્દશ નિવાસી શાળાઓમાં ધોરણ-9માં પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ નિર્ણયને ધ્યાને લેતા તેને સંલગ્ન પરીક્ષા સાથે જોડાયેલ કેટલીક વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે.સદર પરિસ્થિતિને ધ્યાને લેતા મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે છે. હવે આ પરીક્ષા 29 માર્ચના બદલે 12 એપ્રિલના રોજ લેવામાં આવશે. પરીક્ષાની તારીખમાં જ ફેરફાર કરવામાં આવેલ છે.પરીક્ષા કેન્દ્રો, વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા, હોલ ટિકિટ અને અન્ય તમામ વ્યવસ્થા યથાવત રાખવામાં આવેલ છે.જે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ ફોર્મ ભરવામાં આવેલ છે તે વિદ્યાર્થીઓના ફોર્મ ફરી ભરવાના રહેશે નહિ l.માત્ર આર્દશ નિવાસી શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ પણ આ મેરીટના આધારે ફાળવવાને કારણે કોઈ વિદ્યાર્થી અગાઉ ફોર્મ ભરેલ નથી અને આના કારણે આ ફોર્મ ભરવા ઈચ્છે છે તે 27 થી 7 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે.