દ્વારકા વિસ્તારમાં એક જ દિવસમાં ચાર અલગ-અલગ ક્રાઈમની ઘટના નોંધાઈ છે. કલ્યાણપુરમાં રહેતા 36 વર્ષીય સદફબેન રફિકભાઈ રવસીયાનું ગળાના કેન્સરને કારણે મૃત્યુ થયું છે. તેઓ છેલ્લા આઠ મહિનાથી આ બીમારીથી પીડાતા હતા. બેટ દ્વારકામાં હરિયાણાના ગુડગાંવથી આવેલા યાત્રાળુ રોહનભાઈ શિવકુમાર ભસીનની મિલકત ચોરાઈ છે. તેમણે રીક્ષામાં મૂકેલા લેપટોપ અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 47 હજારની મિલકતની ચોરી થઈ છે. ઓખામાં માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા જાફરભાઈ આરીફભાઇ ગુર્જરની 25 કિલો સૂકી માછલી ચોરાઈ છે. ભદ્રેશા ચોકી નજીકના ખુલ્લા પ્લોટમાંથી રૂપિયા 27,500ની કિંમતની માછલીની ચોરી થઈ છે. દ્વારકામાં પોલીસે બે અલગ-અલગ સ્થળેથી ચાર જુગારીઓને પકડ્યા છે. દેવ હોટલ પાસેથી વાલણસી હાજાણી અને કિરીટ ઉપાધ્યાય તેમજ સનાતન સેવા આશ્રમ પાસેથી મીરાજ નાઘોરી અને મનસુખ રાયઠઠાને એકી-બેકીનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તમામ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.