ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં મુખ્યમંત્રીનાં હસ્તે મનપા તંત્ર અને રૂડાનાં મળી રૂ. 565 કરોડનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે પીએમ આવાસ યોજના અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ EWS-2 (1.5 BHK) 133, MIG (3 BHK)ના 50 એમ કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો મુખ્યમંત્રીની હાજરીમાં કરવામાં આવ્યો હતો તેમજ નવી 25 ઇલેક્ટ્રીક સિટી બસોને કટારીયા ચોકડી ખાતેથી લીલી ઝંડી આપવામાં આવી હતી. CMએ કહ્યું કે- હું અહીં આવતા જોતો હતો કે, રંગીલું રાજકોટ હવે બનશે સ્વચ્છતાનું પાટનગર એવું લખ્યું હતું ત્યારે માત્ર નેતા આવે ત્યારે જ નહીં દરરોજ નિયમિત સફાઈ થાય અને તેમાં લોકો પણ ભાગીદાર બને તે જરૂરી હોવાની ટકોર તેમણે કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે આજે મનપાનાં રૂ.58.54 કરોડના 4 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ. 332.26 કરોડના જુદા-જુદા 35 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ મનપા દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતગર્ત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલ EWS-2 (1.5 BHK) 133, MIG (3 BHK)ના 50 એમ કુલ 183 આવાસોનો કોમ્યુટરાઈઝડ ડ્રો CMની હાજરીમાં કરવામાં આવ્યો હતો. ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ. 174.83 કરોડના 6 પ્રકલ્પોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનં હસ્તે કરવામાં આવ્યું હતું. રૂડાનાં કુલ 565 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બધા આવ્યા છે પણ તાળી પાડતા નથી. આ વખતે પાણીની ચિંતા થાય નહીં તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અનેક બીજા વિકાસ કામો પણ રાજકોટને આપવાના છે. PM મોદીના નેતૃત્વમાં દેશનો સર્વગ્રાહી વિકાસ થાય છે. તેમાં નાનામાં નાના માણસોનું જીવન સુખી બને તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. રંગીલા રાજકોટનાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે આજે મનપા અને રૂડાનાં કુલ 565 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજે કરોડોના વિકાસ કામો ગુજરાતમાં થઈ રહ્યા છે
અગાઉ કોર્પોરેશનમાં કામ કરાવવું મુશ્કેલ હતું. પરંતુ હાલ વિકાસની રાજનીતિ હોવાથી કોઈપણ અધિકારી અને પદાધિકારીઓને સરળતાથી મળી કામ કરી શકાય છે. અગાઉ એકાદ લાખનાં વિકાસ કામો કરવામાં મુશ્કેલી પડતી હતી અને આજે કરોડોના વિકાસ કામો સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે. વડાપ્રધાને શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું છે અને બજેટને કારણે કોઈ કામ અટકે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. PMએ શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી. જે અંતર્ગત ગુજરાતના શહેરોનો વિકાસ થઈ રહ્યો છે અને શહેરી વિસ્તારના લોકોની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. અગાઉના બજેટ કરતા 40% વધુ બજેટ ફાળવવામાં આવ્યું
PM મોદીના માર્ગદર્શનમાં 2025નું વર્ષ પણ શહેરી વિકાસ તરીકે ઉજવવામાં આવશે. આ માટે અગાઉના બજેટ કરતા 40% વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. હાલ શહેરો આર્થિક વિકાસના કેન્દ્રો બની રહ્યા છે અને 2047ને ધ્યાનમાં રાખીને વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. રાજકોટનું એક ઝોન તરીકે ખાસ ડેવલોપમેન્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે રૂ. 5000 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદી પાણીના બચાવમાં લોકો જોડાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. હું અહીં આવતા જોતો હતો કે, રંગીલું રાજકોટ હવે બનશે સ્વચ્છતાનું પાટનગર એવું લખ્યું હતું ત્યારે માત્ર નેતા આવે ત્યારે જ નહીં દરરોજ નિયમિત સફાઈ થાય અને તેમાં લોકો પણ ભાગીદાર બને તે જરૂરી હોવાની ટકોર તેમણે કરી હતી. વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. જેમાં આજે રાજકોટને મળેલા વિકાસ કામો પણ મદદરૂપ બનશે તેવો મને પણ વિશ્વાસ છે. મુખ્યમંત્રીના હસ્તે થયેલા લોકાર્પણ-ખાતમુહૂર્ત, આવાસ ફાળવણીનાં ડ્રોની વિગત અત્યાધુનિક ઇન્ડોર સ્ટેડિયમનો 1.50 લાખ ખેલાડીઓને લાભ મળશે
સૌપ્રથમ વખત બ્રિજ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમનો આ કામે સમાવેશ કરાયેલ છે તેમજ ડેકોરેટીવ લાઇટીંગ અને બી.આર.ટી.એસ.લેન ગ્રેડનો સમાવેશ આ કામમાં કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સ્વરા મવડીમાં નવનિર્મિત ઈન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજકોટ મનપા દ્વારા છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના ઉદેશને ધ્યાને લઈ મવડી વિસ્તારમાં વોર્ડ નં.12માં 11,831ચો.મી. જગ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કુલ 1200 લોકોની ક્ષમતાવાળું સ્પોર્ટસ સંકુલ બનાવાયું છે. જેમાં આશરે 9,500.00 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવ્યું છે. ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેટીંગ રીંગનો સમાવેશ આ સ્પોર્ટ્સ સંકુલમાં કરવામાં આવ્યો છે. તેમજ ગ્રાઉન્ડ ફલોર પર સ્પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ અને આર્ચરી, સ્કવોસ, પ્લે-ગ્રાઉન્ડ એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂષો માટે જુદા-જુદા જીમ, યોગા, શુટીંગ રેન્જ, ચેસ, કેરમ વગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ અત્યાધુનિક ઇન્ડોર સ્ટેડિયમથી આશરે 1.50 લાખ ખેલાડીઓને તેનો લાભ મળશે. વિચરતી-વિમુક્ત જાતિના 540 પરિવારો ઘર બનાવી શકશે
દરેક વ્યક્તિનું પોતાના ઘરનું સ્વપ્ન હોય છે. રાજ્ય સરકાર આવાસ અને ઘરથાળના પ્લોટની યોજના મારફત દરેક પરિવારના માથે પોતાની છત હોય એ સુનિશ્ચિત કરી રહી છે. આજે રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, રાજકોટ, ધોરાજી, પડધરી અને જેતપુર તાલુકાના દેવી પુજક, વણઝારા, કાંગશીયાળી, નાથબાવા, ગાડલીયા લુહાર વિગેરે જેવી વિચરતી-વિમુક્ત જાતિના 542 પરિવારોને રહેણાંક માટે નિઃશુલ્ક પ્લોટની સનદ એનાયત કરી રહી છે. આ થકી 540 થી વધુ પરિવારોના આશરે 1800 થી વધુ લોકોને પોતાના ઘર માટે પાયારૂપ જમીન મળતા મકાન બનાવી શકશે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત 5 વર્ષમાં 1100.47 લાખની સહાય
વર્ષ 2024- 25 માં વિચરતિ વિમુક્ત જાતિની કુલ 110 અરજીઓ ઓનલાઈન પોર્ટલમાં મંજૂર કરી પ્રથમ હપ્તા પેટે તેમને કુલ રૂ.44.40 લાખની સહાય તેમજ બીજા હપ્તાની 74 અરજીઓને રૂ.45 લાખ તથા ત્રીજા હપ્તાની 33 અરજીઓને રૂ.6.60 લાખની સહાય આમ કુલ આ વર્ષમાં કુલ-217 વિચરતી વિમુક્ત જાતિને રકમ રૂ.96 લાખની સહાય ચૂકવવામાં આવેલ છે. વર્તમાન સમયમાં યોજનાના અમલીકરણમાં પારદર્શિતા આવે તેમજ યોજનાનો લાભ લાભાર્થીને સમયસર મળે તે માટે આ યોજના ઈ-સમાજ પોર્ટલ મારફત ઓનલાઈન અમલ કરવામાં આવે છે. તેમજ સહાયની ચૂકવણી સીધી જ લાભાર્થીના બેંક ખાતમાં DBT મારફત કરવામાં આવે છે. જે મુજબ પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં રાજકોટ જિલ્લામાં વિકસતી જાતિના 1631 લાભાર્થીઓને ત્રણ હપ્તામાં કુલ રૂ. 1100.47 લાખની સહાય ચુકવવામાં આવી છે. જે પૈકી વિચરતી-વિમુક્ત જાતિના 529 લાભાર્થીઓને ત્રણ હપ્તામાં રૂ.375.91 લાખની સહાય ચુકવવામાં આવી છે. DRDAની DMF યોજના હેઠળ 100 ભાઇઓ-બહેનોને રોજગારી અપાઈ
ડીએમએફ અને ડી.આર.ડી.એ ની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મીશન યોજનાના સંયુકત ઉપક્રમે ખાણ પ્રભાવીત રાજકોટ જીલ્લાના 108 ગામોના અંત્યોદય પરિવારના દીકરા-દીકરીઓને સ્વાવલંબન માટેના આ પ્રોજેકટ હેઠળ પ્રથમ તબકકામાં 30 બહેનોને નર્સીગની તાલીમ આપી 100% નોકરી આપવામાં આવી તથા બીજા તબકકામાં 60 ભાઈઓને એરકંન્ડીશનર/રેફ્રીજરેટર/સોલારના રીપેરીંગ કામની તાલીમ તથા રોજગારી આપવામાં આવી. હાલ રેડક્રોસ ફાઉન્ડેશન સાથે રહી 35 નર્સીંગ બહેનોને તાલીમ આપવામાં આવી રહી છે. આમ કુલ 100 દીકરા-દીકરીઓને તાલીમ મળતા રોજગારી મળી છે. મારા સહિત તમામ મહાનુભાવો અમારી ચરબી ઉતારીશું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને સલાહ આપી કે, તમે તમારા સંતાનોને ભણાવજો. શિક્ષણ જ તમામ સમસ્યાનું સમાધાન છે. બાળકો રડતા હતા તો રમૂજી શૈલીમાં કહ્યું કે, બાળકો તો રડે, તેના માટે તો બધું કરીએ છીએ. સ્ટેજ પર બેસેલા તમામ મહાનુભાવોની મેદસ્વિતા અંગે ટકોર કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે, મારા સહિત તમામ મહાનુભાવો અમારી ચરબી ઉતારીશું. તમે મકાન બનાવો ત્યારે વૃક્ષો વાવજો, વરસાદી પાણીનો સંગ્રહ કરજો. અમારી જ્ઞાતિના વ્યક્તિ પણ MLA – મંત્રી બને: અલ્પેશ વડોદરિયા
જસદણના વિચરતી વિમુક્ત જાતિના અલ્પેશ વડોદરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિનાં લોકો ઘરનું ઘર બનાવી શકે તે માટે 380 લાભાર્થીઓને સનદ વિતરણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સ્ટેજ ઉપર મુખ્યમંત્રીનું મોમેન્ટો આપી સન્માન કરવા પહોંચ્યો ત્યારે મુખ્યમંત્રીએ પૂછ્યું કે કેટલું ભણ્યા? ત્યારે મેં કહ્યું કે, એમ.એ. 1 અને 2 કરેલું છે. તાજેતરમાં એસટીમાં કંડકટરની પરીક્ષા પાસ કરી છે અને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે. મેં મુખ્યમંત્રીને કહ્યું કે, હું આપને મળવા માટે સચિવાલયમાં બે વખત આવ્યો હતો પરંતુ, આપને મળી શકાયું નથી. 15 મિનિટ આપની સાથે વાત કરવા માગું છું. મારી મુખ્ય બાબત એ જ છે કે, વિચરતી અને વિમુક્ત જાતિને અલગથી અનામત આપવામાં આવે. વર્ષ 2001 પહેલા અલગથી અનામત મળતી હતી પરંતુ, હવે આ જાતિનો OBCમાં સમાવેશ કરવામાં આવેલો છે. અમારી જ્ઞાતિનો વ્યક્તિ પણ ધારાસભ્ય અને મંત્રી હોય એવી ઈચ્છા છે કારણ કે, તો જ અમારી જ્ઞાતિનું પણ પ્રતિનિધિત્વ રહે. શહેર યુથ કોંગ્રેસના પ્રમુખને વગર વાકે પોલીસ ચોકીએ બેસાડી દીધા
આજરોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી રાજકોટ આવ્યા ત્યારે ભાજપના ભ્રષ્ટાચાર અને ભાજપની દાદાગીરીની વચ્ચે રાજકોટ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજાને વગર વાકે પોલીસ ચોકીએ બેસાડી દેવામાં આવ્યા છે.