મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર અવાનવાર એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને લેટર મોકલે છે, ક્યારેક આ લેટરમાં પ્રેમ ભરેલી વાતો લખી હોય તો ક્યારેક તેમાં મોંઘી મોંઘી વસ્તુઓને ગિફટ કરી હોવાની જાણકારી આપી હોય. ફરી એકવાર ઠગ સુકેશે તેના જન્મદિવસ નિમિતે જેકલીનને ત્રણ પાનાનો લવ લેટર લખ્યો છે. લેટરમાં, તે જેક્લીનને “મારી બેબી બૂ” કહીને સંબોધે છે. ખરાબ સમયમાં પણ મને ખાસ અનુભવ કરાવ્યો
પોતાના પત્રમાં તે લખે છે- ‘મને તારી ખૂબ જ યાદ આવે છે.’ તારા વગર મારો બીજો જન્મદિવસ છે. બેબી, મને તારા આંલિગન અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની વાતો મિસ કરું છું. મારી બેબી ગર્લ, તું મારી તાકત છે અને તું એ જાણે છે. બેબી, તું મને જીવનના દરેક તબક્કામાં હંમેશા ખાસ અનુભવ કરાવે છે. એક્ટ્રેસ તરફથી પોતાને એક કાર ગિફટ કરી
ત્રણ પાનાના આ પત્રમાં સુકેશ ઘણી જૂની વાતો યાદ કરતો પણ જોવા મળ્યો. વર્ષ 2021માં પોતાના જન્મદિવસને યાદ કરતા, તે લખે છે- ‘તારી સાથે 25 માર્ચ 2021નો મારો જન્મદિવસ મારા જીવનનો શ્રેષ્ઠ જન્મદિવસ હતો. બેબી ગર્લ, મને આટલું ખાસ અનુભવ કરાવવા બદલ આભાર. જેમ હું હંમેશા કહું છું, હું આ પૃથ્વી પરનો સૌથી ભાગ્યશાળી પુરુષ છું જેને મારા જીવનમાં સુપરવુમન જેકલીન ફર્નાન્ડીઝ મળી છે. બેબી તને યાદ છે, મારા જન્મદિવસે તું મને મારી ફેવરિટ કાર ભેટમાં આપવા માગતી હતી. જે થઈ શક્યું નહીં. પણ માય લવ, આજે હું તારી એ બાકી રહેલી ઈચ્છા પૂરી કરી રહ્યો છું. આજે મારા જન્મદિવસ નિમિત્તે, તારા વતી, હું મારી જાતને એક બુગાટી અને એક પગાની (લક્ઝરીયસ કારની કંપની) ગિફટ આપી રહ્યો છું. આ તારા ફેવરિટ કલરમાં છે અને હું તેને આપણા દુબઈના ઘરના લિવિંગ રૂમમાં આર્ટ તરીકે ડિસ્પ્લે કરાવી રહ્યો છું. વેલેન્ટાઈન ડેના અવસર પર સુકેશે જેકલીનને એક પ્રાઈવેટ જેટ ગિફ્ટ આપ્યું હતું. એક લેટર દ્વારા સુકેશે દાવો કર્યો છે કે પ્રાઈવેટ જેટનું નામ જેક્લીનનાં નામનાં શરૂઆતી અક્ષરો (JF) પરથી રાખવામાં આવ્યું છે. ઉપરાંત, તેનો નોંધણી નંબર જેક્લીનના જન્મ મહિના પરથી લેવામાં આવી છે. આ એક સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ પ્રાઇવેટ જેટ છે. સુકેશે ઘણી વાર જેકલીનને પત્રો લખ્યાં છે. તેમનો દાવો છે કે જેકલીન તેમની સાથે રિલેશનશિપમાં હતી અને બંને લગ્નની તૈયારી પણ કરી રહ્યાં હતાં. જ્યારે તપાસ એજન્સીઓએ સુકેશની આસપાસ સકંજો કડક કર્યો, ત્યારે જેકલીન પણ રડાર પર આવી ગઈ. તેણે સુકેશ પર છેતરપિંડી અને ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. જેક્લીને આ પત્રો સામે વાંધો ઉઠાવ્યો હતો સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી ઘણી વાર જેકલીનને પ્રેમ પત્રો લખ્યા છે. જેકલીનના વકીલે પણ આ પત્રો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી કારણ કે તેનાથી તેની છબી પર ખરાબ અસર પડી રહી હતી. EDના રિપોર્ટ અનુસાર, જેકલીન સાથે મિત્રતા કર્યા પછી, સુકેશે તેના પર 7 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા હતા. સુકેશે આ વસ્તુઓ જેકલીનને ગિફ્ટમાં આપી હતી..