back to top
Homeગુજરાતભારતનું એકમાત્ર ફાયનાન્સિયલ હબ ગિફ્ટ સિટી ટોચના 50માં પ્રવેશ્યું:રેપ્યુટેશનલ એડવાન્ટેજમાં વિશ્વમાં નંબર...

ભારતનું એકમાત્ર ફાયનાન્સિયલ હબ ગિફ્ટ સિટી ટોચના 50માં પ્રવેશ્યું:રેપ્યુટેશનલ એડવાન્ટેજમાં વિશ્વમાં નંબર 1 બન્યું, ફિનટેક રેન્કિંગમાં 45થી સીધું 40મા ક્રમ પર છલાંગ

ભારતની પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર એવી ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)એ વિકસતા ગ્લોબલ ફાયનાન્સિયલ હબ તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને ગ્લોબલ ફાયનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI 37)ની લેટેસ્ટ એડિશનમાં વિવિધ કેટેગરીઝમાં નોંધપાત્ર સુધારા હાંસલ કર્યા છે. ગિફ્ટ સિટીએ રેપ્યુટેશનલ એડવાન્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને ફિનટેક રેન્કિંગમાં 45થી આગળ વધીને 40મું સ્થાન મેળવ્યું છે, જે પ્રીમિયર ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સેન્ટર તરીકે તેની સ્થિતિમાં નોંધપાત્ર પ્રગતિ સૂચવે છે. આ ઉપરાંત, તેણે એશિયા-પેસિફિક રિજનમાં ટોચના 15 ફાયનાન્સિયલ સેન્ટર્સમાં તેની સ્થિતિ જાળવી રાખી છે. વિશ્વસ્તરે પ્રભાવશાળી પ્રદર્શન
GFCI 37 રેન્કિંગમાં ગિફ્ટ સિટીની મજબૂત કામગીરી તેની વધતી પ્રતિષ્ઠા, રોકાણકારોનો વિશ્વાસ અને નાણાંકીય નવીનતા આગળ લાવવામાં તેની ભૂમિકા દર્શાવે છે. ફિનટેક રેન્કિંગમાં સુધારો ફાયનાન્સિયલ ટેક્નોલોજી માટેના ઊભરતા હબ તરીકે તેના ઉદ્ભવને દર્શાવે છે જ્યારે રેપ્યુટેશનલ એડવાન્ટેજમાં તેની અગ્રીમ સ્થિતિ તેની બિઝનેસ-ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ, મજબૂત નિયમનકારી માળખું અને વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વભરમાં વધી રહેલી પ્રતિષ્ઠા રજૂ કરે છે. અગ્રણી ઇન્ટરનેશનલ ફાયનાન્શિયલ હબ બનાવવા માટે પ્રતિબદ્ધ
ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO તપન રેએ જણાવ્યું હતું કે “GFCI રેન્કિંગમાં ગિફ્ટ સિટીની સતત પ્રગતિ એ ગ્લોબલ ફાયનાન્સમાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે. રેપ્યુટેશનલ એડવાન્ટેજમાં અમારી ટોચની રેન્કિંગ, ફિનટેકમાં નોંધપાત્ર સુધારો અને એકંદરે મજબૂત પર્ફોર્મન્સ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણકારો અને વ્યવસાયોનો વિશ્વાસ પુનઃ મજબૂત કરે છે. અમે સરળતાથી વ્યવસાય કરવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિયમનકારી માળખા અને ટેલેન્ટ ઇકોસિસ્ટમને વધારવા માટે તથા તેના પગલે ગિફ્ટ સિટીને અગ્રણી ઇન્ટરનેશનલ ફાયનાન્શિયલ હબ બનાવવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ.” વિવિધ પરિમાણો પર ફાયનાન્શિયલ સેન્ટર્સને મૂલવે છે
Z/Yen ગ્રુપ દ્વારા સંકલિત ગ્લોબલ ફાયનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI) વર્લ્ડ બેંક, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) અને યુનાઇટેડ નેશન્સ જેવી થર્ડ પાર્ટી સંસ્થાઓ દ્વારા પૂરા પાડવામાં આવતા 140 ઇન્સ્ટ્રુમેન્ટલ ફેક્ટર્સ પર આધારિત વિશ્વભરના ફાયનાન્શિયલ હબનું મૂલ્યાંકન કરે છે. આ ફેક્ટર્સ બિઝનેસ એન્વાયર્મેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હ્યુમન કેપિટલ, ફાઇનાન્શિયલ સેક્ટર ડેવલપમેન્ટ અને એકંદરે સ્પર્ધાત્મકતા સહિતના વિવિધ પરિમાણો પર ફાયનાન્શિયલ સેન્ટર્સને મૂલવે છે. Z/Yen ગ્રૂપના CEO માઇક વાર્ડલેએ કહ્યું હતું કે, “ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર તરીકે સતત પ્રગતિ કરી રહ્યું છે, જેનો કારોબારી માહોલ મજબૂત છે અને એશિયા/પેસિફિક રિજનમાં ટ્રેડના સતત વિકાસથી તેને સહયોગ મળી રહ્યો છે.” વિશ્વભરના 133 ફાયનાન્શિયલ સેન્ટર્સને મૂલવવામાં આવ્યા હતા
GFCI 37 રિપોર્ટ મુજબ વિશ્વભરના 133 ફાયનાન્શિયલ સેન્ટર્સને મૂલવવામાં આવ્યા હતા જેમાં 119ને મેઇન ઇન્ડેક્સમાં સ્થાન મળ્યું હતું. આ રિપોર્ટ ઊભરતા ફાઇનાન્શિયલ હબના સ્થિર ઉદ્ભવને દર્શાવે છે જેમાં ગિફ્ટ સિટી પસંદગીના વૈશ્વિક નાણાંકીય સ્થળ તરીકે તેની મહત્વાકાંક્ષાને પુનઃસ્થાપિત કરવામાં સતત આગેકૂચ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments