ભારતમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ્સની સંખ્યા અને વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ કોલ્ડપ્લે, સિગારેટ્સ આફ્ટર સેક્સ અને એડ શીરન જેવા વૈશ્વિક સંગીત કલાકારોના કોન્સર્ટ્સે ભારે ભીડને આકર્ષી હતી. લોલાપાલૂઝા ઇન્ડિયાની ત્રીજી આવૃત્તિમાં અમેરિકન રોક બેન્ડ ગ્રીન ડે, કેનેડિયન સિંગર શોન મેન્ડેસ, નોર્વેની ઓરોરા અક્સનેસ અને બ્રિટિશ ફેશન ડિઝાઇનર સિંગર લૂઇસ ટોમલિન્સન જેવા કલાકારોએ પ્રથમ વખત પરફોર્મન્સ થયું. આ ઇવેન્ટમાં બે દિવસમાં લગભગ 40,000 લોકો જોડાયા. હવે બુકમાયશોએ જાહેરાત કરી છે કે રેપર ટ્રાવિસ સ્કોટ આ ઓક્ટોબરમાં દિલ્હીમાં પોતાનું પ્રથમ પરફોર્મન્સ આપશે. દેશમાં અલગ-અલગ બેન્ડ્સ અને સિંગર્સના 16,700થી વધુ લાઇવ કન્સર્ટ્સ થવાની શક્યતા છે. બુકમાયશોના લાઇવ એન્ટરટેઇનમેન્ટ અને વેન્યુના સીઓઓ અનિલ માખીજાએ કહ્યું, વિશ્વના મોટા કલાકારો હવે ભારતને પોતાની ગ્લોબલ ટુરનો મહત્ત્વનો ભાગ માની રહ્યા છે. અમારા ગ્લોબલ પાર્ટનર્સ પાસેથી સીધું સાંભળવા મળે છે કે કલાકારો ભારતમાં પરફોર્મ કરવા ઉત્સુક છે. લાઇવ એન્ટરટેઇનમેન્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બની રહ્યું છે : લાઇવ ઇવેન્ટ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસિત થઈ રહ્યું છે. બુકમાયશોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કર્યું છે. લાઇવ ઇવેન્ટ્સનું બજાર 12.25 લાખ કરોડ રૂપિયા પહોંચશે
એકાઉન્ટિંગ કંપની અર્ન્સ્ટ એન્ડ યંગ (EY) અનુસાર 2023માં ભારતનું લાઇવ ઇવેન્ટ્સ માર્કેટ 7.54 લાખ કરોડ રૂપિયા હતું. 2026 સુધીમાં તે 12.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. મ્યુઝિક ઇવેન્ટ્સ આ ઇકોસિસ્ટમનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. 2018માં દેશમાં 8,000 કોન્સર્ટ્સ થઈ હતી. આ વર્ષે 16,700થી વધુ કોન્સર્ટ્સ થવાની અપેક્ષા છે. દેશમાં લાઇવ એન્ટરટેઇનમેન્ટમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. મ્યુઝિક ટુરિઝમ અને એક્સપિરિયન્સ ઇકોનોમીના વધવાથી ફેન્સની કલાકારો સાથે જોડાવાની રીત બદલાઈ રહી છે. વિશ્વના કલાકારોની શો કરવાની ઇચ્છા
કોલ્ડપ્લેથી લઈને ટ્રેવર નોઆ સુધી વૈશ્વિક સ્ટાર્સની નજર ભારત પર છે. જોકે તેઓ વધુ સારા પ્રદર્શનની માંગ કરી રહ્યા છે. માખીજાએ કહ્યું કે વિશ્વના સૌથી મોટા કલાકારો તેમના વૈશ્વિક પ્રવાસોમાં ભારતને એક મુખ્ય પડાવ તરીકે સક્રિય રીતે જોઈ રહ્યા છે. આ કલાકારો ભારતમાં પરફોર્મન્સ આપવા ઉત્સુક છે. આ માટે ઇવેન્ટ મેનેજર્સ ઓન-ગ્રાઉન્ડ એંગેજમેન્ટ, હૉસ્પિટાલિટી, વ્યવસ્થાપન સહિતની સુવિધાઓને યાદગાર બનાવવા તૈયાર છે.