બુધવારે સવારે અટલાદરા બ્રિજ, વિશ્વામિત્રી પ્રોજેક્ટના ખાતમુહૂર્તમાં મેયરે નક્કી કરેલા સમયના એક કલાક પૂર્વે મેયર જાય તે પૂર્વે જ મ્યુનિ.કમિશનર અને સ્થાયી ચેરમેન પહોંચીને નીકળી જતા વિવાદ સર્જાયો હતો.મેયરે મૌન તોડી પોતાની વેદના ઠાલવતા દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું કે, કમિશનરને મારી સાથે વાત કરવામાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્ષ થતો હોય તો મ્યુનિ. કમિશનરે ઉપર રજૂઆત કરવી જોઈએ કે કોઈ ડોક્ટર કે IASને મેયર બનાવે. મ્યુનિસિપલ કમિશનરે મને બ્રીફ કરવું જોઇએ મેયરે કહ્યું કે, કમિશનરને મિટિંગ કે અન્ય કામ હોવાથી તેઓ પહેલા પહોંચી ગયા હોઈ શકે. જોકે આ મુદ્દે પ્રોટોકોલનો ભંગ થયો છે કે કેમ તે મને ખબર નથી. મને એમ લાગ્યું કે તેઓ મારી સાથે વાત કરવા ઇચ્છતા નથી. મ્યુનિ. કમિશનરે મને બ્રીફ કરવું જોઈતું હતું. કામ માત્ર મ્યુનિ.કમિશનર જ કરી રહ્યાં છે
મેં કોઈ ફરિયાદ કરી નથી, પરંતુ જે વાસ્તવિકતા છે કે દુનિયામાં બધાને દેખાય જ છે. સ્થળ પર પહોંચી ત્યારે મીડિયા થકી મને જાણકારી થઈ કે તમારા પહેલા આ લોકોએ ઇન્ટરવ્યૂ કર્યા છે. એમ બની શકે કે કામ માત્ર મ્યુનિ. કમિશનર જ કરી રહ્યા છે અને મેયર અને અન્ય કાઉન્સિલરો કામ નથી કરતા એવું કમિશનરને લાગતું હોય એટલે લાઈવ ચાલુ કરી દીધું હોય. કદાચ બને કે તેઓ આઈએએસ છે અને મારું એજ્યુકેશન ઓછું છે, હું ડોક્ટર નથી કે આઈ.એ.એસ નથી એટલે મ્યુનિ. કમિશનરને મારી સાથે વાત કરવામાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્ષ થતો હોય. જેથી મ્યુનિ. કમિશનરે ઉપર રજૂઆત કરવી જોઈએ કે કોઈ ડોક્ટર કે આઈએએસને મેયર બનાવે. 5 પદાધિકારીને બોલાવે છે પણ મને નહીં
અગાઉ મ્યુનિ. કમિશનરે આ અગાઉ 5થી વધુ વખત વિશ્વામિત્રીની મુલાકાત રાખી હતી. 5 પદાધિકારીઓમાંથી કોઈ પણ એકનેપ બોલાવે છે પરંતુ મને જાણ કરાતા નથી. આજે સ્થળ પરથી જતા પહેલા મને કમિશનરે કહ્યું હતું કે, ધાર્મિક દવેએ તમને મેસેજ કર્યો છે જોઈ લેજો. ચેરમેન અને કમિશનરે અન્ય 2 સ્થળે વિઝીટ પણ ગોઠવી છે, પરંતુ તેઓને મેયરને કહેવાનું યોગ્ય નહીં લાગ્યું. કારણ કે મેયર તો કોર્પોરેશનની વિરુદ્ધમાં કામગીરી કરવાના હશે. { મેયરને જાણ કરવી એ કમિશનરની ફરજમાં આવે છે
પાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર હોય તો તેમણે મેયરને જાણ કરવી જોઈએ એ એમની ફરજમાં આવે છે. મ્યુનિસિપલ કમિશનરને કદાચ મેયરને ઈરાદાપૂર્વક ઉપસ્થિત નથી રાખવા. પાર્ટીનું ધ્યાન હશે જ. મ્યુનિસિપલ કમિશનર તો વધારે ભણેલા છે જેથી તેમને મારા કરતાં વધારે પ્રોટોકોલ અને નિયમોની ખબર હોય જ મને પૂછશે તો ચોક્કસ કહીશ કે આ વિઝીટ મેં ગોઠવી હતી, મેયર ઓફિસમાંથી ફોન -મેસેજ ગયા છે. છતાં પણ મારા જવાના એક કલાક પહેલા ઈરાદાપૂર્વક સ્થળ પર જવાનું કારણ મને ખબર પડી નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત હતું. ત્યારે મને પૂછવામાં આવ્યું ન હતું. મને આમંત્રણ અપાયું ન હતું. જેનો મેં વિરોધ દર્શાવ્યો હતો. બ્રિજની કામગીરીમાં પણ રાહદારીઓ જાતે જ બ્રિજનો ઉપયોગ શરૂ કરી દે તેના માટે તાત્કાલિક બ્રિજનું લોકાર્પણ કરવું પડશે એવું 5મી માર્ચે ે મને કહેવામાં આવ્યું અને 6 તારીખે લોકાર્પણ કર્યું. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં પણ આગલા દિવસે પોણા 8 વાગ્યે મને અધિકારીનો ફોન આવે કે કાલે ખાતમુહૂર્ત ં છે, તમે આવી જજો. પહેલેથી જાણકારી હોય તો એનજીઓ અને લોકોને પણ બોલાવી શકાય.