મોરબી જિલ્લામાં આજે 26 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 900 કરોડથી વધુના વિકાસકાર્યોનું ભેટ મળી છે. જેમાં વર્ષ 2024-25 માટે સ્ટેટ આર એન્ડ બીના 570 કરોડથી વધુના કામ ઉપરાંત નવા 100 કરોડના વિકાસ કામોની પણ જાહેરાત થઇ. સાથે જ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 187 કરોડથી વધુની કિંમતના 49 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ્સથી મોરબી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો કાંતિ અમૃતિયા, જીતુ સોમાણી, દુર્લભજી દેથરિયા અને પ્રકાશ વરમોરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ આકરા તાપમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી હતી.