વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આજે તેઓ વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અભિયાન શરૂ કરશે. ગોપાલ ઇટાલીયાનો આજનો પ્રવાસ કાર્યક્રમ સવારે માંડાવડ માર્કેટિંગ યાર્ડથી શરૂ થયો છે. ત્યારબાદ તેઓ વિસાવદર સરદાર ચોક અને આંબેડકર ચોકની મુલાકાત લેશે. બપોરે સતાધાર ધામ જશે. બપોર પછી કાલસારી, ભલગામ, ચુડા અને ચણાકા ગામોમાં પ્રચાર કરશે. રાત્રે 8 વાગ્યે મોટા કોટડા ગામે જાહેર સભા સંબોધશે. 87-વિસાવદર-ભેસાણ વિધાનસભા બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ જામશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કડાકેદાર ચૂંટણી જંગ જોવા મળશે.