back to top
Homeમનોરંજનશ્રદ્ધા કપૂરનું એક્સ એકાઉન્ટ થયું હેક?:'સ્ત્રી'ની લેટેસ્ટ રહસ્યમય પોસ્ટે ચિંતા વધારી, મહિના...

શ્રદ્ધા કપૂરનું એક્સ એકાઉન્ટ થયું હેક?:’સ્ત્રી’ની લેટેસ્ટ રહસ્યમય પોસ્ટે ચિંતા વધારી, મહિના પહેલા શ્રેયા ઘોષાલ પણ હેકર્સની ઝપટે ચઢી હતી

આજકાલ સામાન્ય માણસો જ નહીં પરંતુ સેલેબ્સના એકાઉન્ટ પણ હેક થઈ રહ્યા છે. મહિના પહેલા શ્રેયા ઘોષાલનું એક્સ એકાઉન્ટ હેક થયું હતું, હવે શ્રદ્ધા કપૂરના એક્સ એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે એક્ટ્રેસના એકાઉન્ટ પરથી એક રહસ્યમય પોસ્ટ શેર થઈ હતી. આ પોસ્ટ સામે આવ્યા પછી ફેન્સના મનમાં એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું શ્રદ્ધા કપૂરનું એક્સ એકાઉન્ટ હેક થયું છે? મોડી રાત્રે ‘સ્ત્રી’ની રહસ્યમય પોસ્ટ!
શ્રદ્ધા કપૂરના ઓફિશિયલ X હેન્ડલ (જે પહેલા ટ્વિટર તરીકે ઓળખાતું હતું) માંથી એક રહસ્યમય પોસ્ટ શેર થઈ હતી. જેમાં લખ્યું હતું- Easy $28.GG! આ પોસ્ટ શ્રદ્ધાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી રાત્રે 10:18 વાગ્યે પોસ્ટ કરવામાં આવી છે, જેને જોઈને ફેન્સ ચિંતિત થઈ ગયા છે. આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટમાં જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું એક્ટ્રેસનું એકાઉન્ટ હેક થયું છે? તો બીજી બાજુ કેટલાક લોકો આ રહસ્યમય પોસ્ટનો અર્થ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુઝર્સ પ્રશ્નો પૂછી રહ્યા છે
શ્રદ્ધા કપૂરની રહસ્યમય પોસ્ટ પર રિએક્શન આપતા એક યુઝરે લખ્યું, શું એકાઉન્ટ ફરીથી હેક થઈ ગયું છે? બીજા યુઝરે લખ્યું, એકાઉન્ટ હેક થઈ ગયું છે! ત્રીજા યુઝરે લખ્યું, આ એક રહસ્યમય મેસેજ છે, શું એકાઉન્ટ હેક થઈ ગયું છે? અન્ય યુઝરે લખ્યું- ‘બહેન, તમારા આઈડીનું ધ્યાન રાખજો. કોમેન્ટ બોક્સમાં પૂછવામાં આવેલા મોટાભાગના પ્રશ્નો હેક થયાની ચિંતાને દર્શાવતા છે. શ્રેયા ઘોષાલનું એકાઉન્ટ હેક થયું હતું
લગભગ એક મહિના પહેલા બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ હેક થયું હતું. ઉપરાંત, થોડા દિવસો પહેલા ફેમસ તામિલ સિંગર અને મ્યૂઝિસયન ડી ઈમ્માનનું એકાઉન્ટ હેક થવાના સમાચાર પણ પ્રકાશમાં આવ્યા હતા. હવે, પોસ્ટ જોતા લાગી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર પણ હેકર્સનો ભોગ બની છે. જોકે, શ્રદ્ધા કપૂર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પર્સનલ લાઇફને કારણે પણ એક્ટ્રેસ ચર્ચામાં રહે છે
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને સ્ક્રિપ્ટ રાઇટર રાહુલ મોદી કેટલીક વખત રિલેશનશિપની તો કેટલીક વખત બ્રેકઅપની અટકળોને કારણે ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શ્રદ્ધા અને રાહુલની મુલાકાત ફિલ્મ ‘તૂ જૂઠી મૈં મક્કાર’ દરમિયાન થઈ હતી. રાહુલ આ ફિલ્મ સાથે લેખક તરીકે જોડાયેલો હતો. આ ફિલ્મના શૂટિંગ બાદથી તેમનું બોન્ડિંગ વધુ મજબૂત બન્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં બંને એકબીજા સાથે કમ્ફર્ટેબલ બની ગયાં હતાં. પરંતુ તેઓ તેમના સંબંધને સત્તાવાર બનાવવાની ઉતાવળમાં ન હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments