અમદાવાદના નારણપુરામાં રહેતા એડવોકેટ પ્રશાંતના નામમું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના તમામ મિત્રોને રિક્વેસ્ટ મોકલી એડવોકટને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને પગલે એડવોકેટે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે. ફેક એકાઉન્ટ અંગે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ
મૂળ ધાનેરાના વતની અને નારણપુરા ખાતે રહેતા પ્રાશાંત જગદીશભાઇ ભીમાણી (ઉ.વ. 26) એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરે છે. તેમની ફરિયાદ છે. ઘણા સમયથી તેઓ ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે. હવે તેમના એક મિત્ર જયરાજ મકવાણાએ તેમને ફોન કરીને જાણ કરી હતી કે, કોઇએ ઈન્સ્ટાગ્રામ પર તેમના નામનું એકાઉન્ટ બનાવ્યુ છે અને પ્રોફાઇલ ડીપીમાં પણ પ્રશાંતભાઇનો ફોટો મૂક્યો છે. આ એકાઉન્ટ બનાવનાર પ્રશાંતભાઇના મિત્રોને ફેન્ડ રિક્વેસ્ટ મોકલી રહ્યો છે. આ બાબતે પ્રશાંતભાઇએ તપાસ કરતાં તેમનું કોઇએ ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હોવાનું તેમને જણાતાં તેમણે આ બાબતે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે વધારે તપાસ હાથ ધરી છે.